CATEGORIES

બાળકોના માનસિક સ્વાથ્યને મજબૂત બનાવો
ABHIYAAN

બાળકોના માનસિક સ્વાથ્યને મજબૂત બનાવો

લોકોને કોરોના મહામારીના સંકટમાંથી થોડી રાહત મળી છે. હવે ઓલમોસ્ટ મોટા ભાગના નિયમો હળવા થઈ ગયા છે. રોજિંદી ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે, પણ બાળકો માટે ગઇકાલે જે માહોલ હતો આજે પણ એ જ છે. પરિણામે બાળકોને જેટલી અસર શારીરિક થઈ છે એનાથી અનેકગણી માનસિક અસર થઈ છે, પણ શારીરિક અસર આપણે સૌ જોઈ શકીએ છીએ, જ્યારે માનસિક અસર કળવી મુશ્કેલ છે. તે અનુભવવી જરૂરી છે. તેથી જ બાળકોના માનસિક સ્વાથ્ય પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે.

time-read
1 min  |
July 03, 2021
બધા મનુષ્ય મારી પ્રજા છે...જગતના નાથનું વચન છે!
ABHIYAAN

બધા મનુષ્ય મારી પ્રજા છે...જગતના નાથનું વચન છે!

ઉત્સવના દિવસો નજીક છે. રથયાત્રા પહેલાં મેદાનમાં ફૂટબોલ ઊછળવા લાગે, નાનાં ભૂલકાંઓથી મોટાં મંદિરો રથ બનાવવા અને શણગારવામાં વ્યસ્ત થઈ જાય. નવી નવલકથા, નવું નાટક, શારદીય સાહિત્ય અને દુર્ગાપૂજા માટે મૂર્તિઓ ઘડવાનું કાર્ય આરંભ થાય. વરસાદ અને સર્જનનો કુદરતી મેળ જામી જાય. મહેશ-શ્રીરામપુર, ઇસ્કોન-માયાપુર સાદગી સાથે રથયાત્રા પર્વ ઊજવવાનું જાહેર કરી ચૂક્યા છે.

time-read
1 min  |
July 03, 2021
કચ્છમાં કોરોનાના કારણે સ્કૂલો બંધ થવાની સંખ્યા વધશે
ABHIYAAN

કચ્છમાં કોરોનાના કારણે સ્કૂલો બંધ થવાની સંખ્યા વધશે

કોરોના કાળમાં વાલીઓને ખાનગી સ્કૂલોની ફી પરવડતી ન હોવાથી સરકારી શાળામાં પ્રવેશ મેળવનારા વધશે અને તેના પગલે નાની અને આર્થિક ભારણ ખમી ન શકનારી સ્કૂલો બંધ થવાની શક્યતા વધશે. કચ્છમાં આ વર્ષે ત્રણ ગણી વધુ શાળાઓ બંધ થવાની શક્યતા સેવાઈ રહી છે.

time-read
1 min  |
July 03, 2021
આર્કાઈવ્ઝના સ્થાનાંતરણમાં દસ્તાવેજોની સુરક્ષા અંગે ચિંતા
ABHIYAAN

આર્કાઈવ્ઝના સ્થાનાંતરણમાં દસ્તાવેજોની સુરક્ષા અંગે ચિંતા

સેન્ટ્રલ વિસ્ટાના નિમણિના ભાગરૂપે નેશનલ આર્કાઇઝ એક્સટેન્શનના સ્વાભાવિક સ્થાનાંતરણને કારણે આ આકઇઝમાં રાખવામાં આવેલા દસ્તાવેજો અને સરકારી રેકોર્ડ્ઝને નુકસાન થવાની સંભાવના અંગે ભારતના અને વિદેશના વિદ્વાનોએ ઘેરી ચિંતા વ્યક્ત કરી છે.

time-read
1 min  |
July 03, 2021
કોરોના વેક્સિન : હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં ભ્રામક માન્યતા પ્રવર્તે છે
ABHIYAAN

કોરોના વેક્સિન : હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં ભ્રામક માન્યતા પ્રવર્તે છે

કોરોનાની બીજી લહેર સૌથી વધુ ઘાતક નિવડી છે. હવે માંડ-માંડ બધું રાબેતા મુજબ થઈ રહ્યું છે. જોકે, નિષ્ણાતોએ ત્રીજી લહેરની પણ ચેતવણી આપી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા કોરોના નાબૂદ કરવા અને દેશવાસીઓને આવનારા ખતરામાંથી ઉગારવા માટે સૌથી મોટું રસીકરણનું અભિયાન હાથ ધરાયું છે, પરંતુ કોરોનાની રસીને લઈને ભ્રામકતાના કારણે લોકો ડરી રહ્યા છે.

time-read
1 min  |
July 03, 2021
સારસા વાછરડી ઉછેર કેન્દ્રમાં સરોગસી દ્વારા જોડિયા વાછરડીનો જન્મ
ABHIYAAN

સારસા વાછરડી ઉછેર કેન્દ્રમાં સરોગસી દ્વારા જોડિયા વાછરડીનો જન્મ

સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ સરોગસી માટે ચરોતર પંથકનું એનઆરઆઈ શહેર એટલે કે આણંદ ખૂબ જ જાણીતું છે. અત્યાર સુધી તો સરોગસીથી મહિલાઓ બાળકને જન્મ આપતી હતી, પરંતુ હવે સરોગસી પદ્ધતિ દ્વારા ગાયએ મોનોઝિગોટિક જોડિયા વાછરડીને જન્મ આપ્યો છે. એમ્બ્રિયો ટ્રાન્સફર દ્વારા જોડિયા વાછરડીનો જન્મ થાય એવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે

time-read
1 min  |
June 26, 2021
રોમ, નીરો 'ને ફિડલ
ABHIYAAN

રોમ, નીરો 'ને ફિડલ

રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફિડલ વગાડતો હતો એવું ઘણાએ વાંચ્યું હશે અને ઘણાએ સાંભળ્યું હશે. શરૂમાં એ વાક્ય છપાયું ને બોલાયું હશે ત્યારે તેની સાથે આગળ ને પાછળ કરેલી વાત પરથી લોકોને ખ્યાલ આવ્યો હશે કે કવિ કહેવા શું માગે છે. મૂળે એ ઉક્તિ અંગ્રેજી ભાષાની 'ને વિદેશી પત્રકારત્વની. આવું વાંચવા કે સાંભળવાથી લોકોનું એક રૂંવાડુંય ફરકતું નથી હોતું. કે જેમનું ફરકતું હોય તેમનો એક રોમ પોતાનું ફરકવું બદલતો નથી હોતો. આવી ઉક્તિઓ રાજકીય રીતે બબડાટ કે બકવાસ જેટલું મૂલ્ય ધરાવે. લોકોને શું લાભ? એથી વિશેષ ભારતના કે ગુજરાતના કેટલા લોકોને રોમ, નીરો અને ફિડલ અંગે માહિતી હશે? વિદેશી ચીજ વાપરીને લોકલ થિંગ્સ મારી નાંખવાની ચાલને લોકશાહી કે માનવતાવાદી ના કહી શકાય. લોકોની ખરી ચિંતા કરવી હોય તો લોકોને ફાયદો થાય એ વાત લોકોની ભાષામાં કરવી જોઈએ. જો કે અમુક કલમકારતમુક મર્યાદાને કારણે વ્યસન મુક્ત ના થઈ શકે. હશે. આવો આપણે ફિડલ અંગે થોડું જાણીએ.

time-read
1 min  |
June 26, 2021
રાષ્ટ્રીય રાજનીતિને અસરકર્તા ઘટનાક્રમ
ABHIYAAN

રાષ્ટ્રીય રાજનીતિને અસરકર્તા ઘટનાક્રમ

રાષ્ટ્રીય રાજકારણમાં ફરી ઊથલપાથલનો દૌર શરૂ થયો છે. મોટા ભાગની ઘટનાઓ પ્રાદેશિક સ્તરની જરૂર છે, પરંતુ એ રાષ્ટ્રીય રાજનીતિને પ્રભાવિત કરનારી ઘટનાઓ છે. ચૂંટણીલક્ષી રાજકારણના આ સમયમાં ચૂંટણી પહેલાંના વર્ષથી રાજકીય પક્ષો અને નેતાઓ તેમના પક્ષ અને વ્યક્તિગત રાજકીય હિતોને લક્ષમાં રાખીને તખ્તો તૈયાર કરવામાં વ્યસ્ત બની જાય છે. છેક છેલ્લી ઘડીએ પાસા પલટવામાં સફળતાની ગેરંટી હોતી નથી. એટલે પાત્રોની રાજકીય કારકિર્દી માટે ચિંતિત લોકો હવે ઘણા વહેલા પક્ષ પલટો કરવા લાગ્યા છે. એક સમયે કોંગ્રેસના ટોચના અગ્રણીમાં જેમની ગણના થતી હતી અને ગાંધી પરિવારના નિકટના વ્યક્તિ ગણાતા હતા તે જિતિનપ્રસાદે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના ઘણા સમય પહેલાં કોગ્રેસ છોડી ભાજપમાં જવાનું નક્કી કર્યું, તેમાં આવું જ ગણિત કામ કરી ગયું છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને આ મોટો ફટકો છે. કોંગ્રેસ જ્યારે રાજયની આગામી ચૂંટણીમાં સારાં પરિણામો માટે પ્રયત્નશીલ હોય ત્યારે જિતિનપ્રસાદ જેવા નેતાની નારાજીનો નિવેડો લાવી ન શકે અને પક્ષ છોડવાની તેમની હિલચાલ વિશે અનભિજ્ઞ રહે એ વિસ્મયજનક લાગે છે.

time-read
1 min  |
June 26, 2021
જીવનના દરેક પડાવને જુદા દષ્ટિકોણથી નિહાળતી નારી
ABHIYAAN

જીવનના દરેક પડાવને જુદા દષ્ટિકોણથી નિહાળતી નારી

લગ્ન થયા અને બાળકો આવ્યા પછી મોટા ભાગની મહિલાઓ કારકિર્દીને અલવિદા કહી દેતી હોય છે. જ્યારે ઘણી મહિલાઓ એવી પણ હોય છે જે જોબ, પરિવાર, બાળકોની જવાબદારી બધું સાથે લઈને ચાલે છે. જોકે હવે માત્ર ભારત જ નહીં વિદેશોમાં પણ નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડ છે બાળઉછેરમાં સંપૂર્ણ યોગદાન આપવાનો. ઉચ્ચ અભ્યાસ-સારો હોદ્દો-પ્રતિષ્ઠા હોવા છતાં મહિલાઓ માતા બન્યા બાદ કારકિર્દીના સ્થાને બાળઉછેરને પ્રાથમિકતા આપી રહી છે.

time-read
1 min  |
June 26, 2021
ઉતાવળે આંબા ન પાકે...આંબો ખાવો તો મીઠો!
ABHIYAAN

ઉતાવળે આંબા ન પાકે...આંબો ખાવો તો મીઠો!

પશ્ચિમ બંગાળનો આંબો એટલે કેરી, પહેલીવાર આરબ દેશ બહેરિનમાં આમ ઉત્સવમાં મહેક્યો છે. આઠ દિવસીય ઉત્સવમાં ભૌગોલિક ઓળખ સાથે પશ્ચિમ બંગાળની કેરીની સોળ પ્રજાતિઓની ચાર હજાર કિલો બહેરીન પહોંચી છે. જેમાં માલદાની લક્ષ્મણભોગ, ફજલી, ક્ષીરસાપતી, આમ્રપાલી અને લંગડા. નદિયાની ચાટરજી, કાલાપહાડ, હિમસાગર, ગુલાબખાસ, રાનીપ્રસાદ, ચંપા, ભવાની અને યુવાની. બહેરિનમાં પોસ્ટરો અને બેનરોમાં રસમધુર ગુલાબખાસ અને હિમસાગર આકર્ષણ બન્યાં છે.

time-read
1 min  |
June 26, 2021
પશ્ચિમ બંગાળનો હવાલો સ્મૃતિ ઇરાનીને સોપાશે?
ABHIYAAN

પશ્ચિમ બંગાળનો હવાલો સ્મૃતિ ઇરાનીને સોપાશે?

ભાજપમાં પશ્ચિમ બંગાળનો હવાલો સંભાળતા કૈલાશ વિજયવર્ગીયના સ્થાને હવે આ કામગીરી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને સોપવામાં આવનાર છે.

time-read
1 min  |
June 19, 2021
શિખરે પહોંચવાનું સ્વપ્ન!
ABHIYAAN

શિખરે પહોંચવાનું સ્વપ્ન!

શિખર ખર સુધી પહોંચવા લોકો જાતજાતના પ્રયોગો કરતા હોય છે. પશ્ચિમ બંગાળના આસનસોલ નજીક એક ગામમાં પોલીસ સ્ટેશનની સામે અજાયબ સાઈકલ ટાવર છે, જે સાઈકલનાં પૈડાંથી બનાવવામાં આવ્યું છે. ચાલીસ ફૂટ ઊંચું ટાવર લોકોનું ધ્યાન ખેંચે છે. આ પહેલાં એક કસબીએ નકામા થઈ ગયેલાં તાળાંઓથી ઘોડો બનાવ્યો હતો! સપનાં સાકાર કરવા માટે કેટલો ભોગ આપવો પડે છે તે લોકોને યાદ રહેતું નથી. યુક્તિ-પ્રયુક્તિથી શિખરે પહોંચવાની દોડ પ્રગતિની નથી.

time-read
1 min  |
June 19, 2021
તામિલનાડુના આખાબોલા નાણાપ્રધાન
ABHIYAAN

તામિલનાડુના આખાબોલા નાણાપ્રધાન

નવા નાણાપ્રધાન તામિલનાડુના પલાનિવેલ ત્યાગરાજન અસાધારણ યોગ્યતા ધરાવતા હોવાને કારણે બીજાથી અલગ તરી આવે છે.

time-read
1 min  |
June 19, 2021
રસીકરણ કેન્દ્ર હસ્તક ફાળવણીની પારદર્શિતાનું શું?
ABHIYAAN

રસીકરણ કેન્દ્ર હસ્તક ફાળવણીની પારદર્શિતાનું શું?

કોરોના સંક્રમણ સામેના જંગમાં ખાસ કરીને જયારથી રસીકરણ ઝુંબેશનો આરંભ થયો ત્યારથી જે નિમ્ન કક્ષાનું રાજકારણ ખેલાવાનું શરૂ થયું તેને માટે કેન્દ્ર અને રાજયોમાં આ શાસન કરતા તમામ પક્ષો જવાબદાર છે. ઝડપી અને આયોજનબધ્ધ રસીકરણ દ્વારા લોકોને મહામારીમાંથી બચાવવાની મહત્ત્વની વાત વિસરાઈ ગઈ અને ખોટા યશ મેળવવાની પ્રતિસ્પર્ધા વધી ગઈ. દેશના સમવાય તંત્રની દુહાઈ દઈને રસીકરણ કાર્યક્રમમાં રાજયોને મહત્ત્વની ભૂમિકા આપવાની માગણી થઈ. વેક્સિનની ફાળવણીમાં અન્યાય થઈ રહ્યો હોવાની ફરિયાદો ઊઠી અને તેમાં તથ્ય પણ જણાયું. આમ છતાં કેન્દ્ર સરકારે ફાળવણીનાં ધોરણો જાહેર કર્યા નહીં અને ફાળવણીની પ્રક્રિયાને સંદિગ્ધ રહેવા દેવાઈ. મામલો અદાલત સુધી પહોંચ્યો. આક્ષેપબાજીના દૌર પછી રાજયોની માગણી અનુસાર વેક્સિનની ૨૫ ટકા ખરીદીની જવાબદારી રાજયોને સોંપાઈ, પરંતુ ખરીદીની પ્રક્રિયા વ્યાવહારિક મુશ્કેલીનો અનુભવ થયા પછી કેટલાંક રાજયોએ ફરી ખરીદી કેન્દ્ર સરકાર સંભાળે એવો સૂર વ્યક્ત કર્યો.

time-read
1 min  |
June 19, 2021
એસ. જયશંકર અમેરિકામાં કમલા હેરિસને પણ મળ્યા હતા
ABHIYAAN

એસ. જયશંકર અમેરિકામાં કમલા હેરિસને પણ મળ્યા હતા

આ વિદેશપ્રધાન એસ. જયશંકર તાજેતરમાં અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે જઈ આવ્યા. જો બાઇડેન અમેરિકાના પ્રમુખ બન્યા પછી કોઈ વરિષ્ઠ ભારતીય અધિકારીની પ્રથમ અમેરિકા મુલાકાત હતી.

time-read
1 min  |
June 19, 2021
વિશ્વામિત્રી નદી પુનઃજીવિત થશે?
ABHIYAAN

વિશ્વામિત્રી નદી પુનઃજીવિત થશે?

વડોદરા શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદી ક્યારેક મગરોને લઈને તો ક્યારેક સ્વચ્છતાને લઈને ચર્ચાનો વિષય બને છે, પરંતુ છેલ્લાં ઘણા વર્ષોથી, એટલે કે ૧૨ વર્ષો કરતાં પણ વધારે સમયથી રાજ્ય સરકાર વડોદરા કોર્પોરેશનને વિશ્વામિત્રી નદીને ચોખ્ખી કરવા, પુનઃજીવિત કરવા રૂપિયા ફાળવે છે, આમ છતાં સ્થિતિ એની એ જ છે.

time-read
1 min  |
June 19, 2021
કોરોના મહામારી અને કારકિર્દી મહિલાઓમાં અસમંજસની પરિસ્થિતિ
ABHIYAAN

કોરોના મહામારી અને કારકિર્દી મહિલાઓમાં અસમંજસની પરિસ્થિતિ

કોરોના મહામારીને કારણે મહિલાઓમાં કારકિર્દીને લઈને નિરાશા અને નિરુત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના સંકટને કારણે ઑફિસનું કામ સંભાળવાની સાથે ઘરના બધા કામકાજ, પરિવારની સારસંભાળ રાખવાની જવાબદારી મહિલાઓના શિરે આવી ગઈ. છેલ્લા દોઢ વર્ષથી મહિલાઓ સતત આ જ ઘરેડમાં પોતાનું જીવન જીવી રહી છે, પરિણામે તેઓ માનસિક થાક અનુભવી રહી છે અને તેની સીધી અસર તેમની કારકિર્દી પર પડી રહી છે.

time-read
1 min  |
June 19, 2021
આયુર્વેદમાં હજારો વર્ષ જૂની દવા પદ્ધતિનો ઉપયોગ કરી બનાવો બેસ્ટ કરિયર
ABHIYAAN

આયુર્વેદમાં હજારો વર્ષ જૂની દવા પદ્ધતિનો ઉપયોગ કરી બનાવો બેસ્ટ કરિયર

આજના ફાસ્ટ ફોરવર્ડ યુગમાં ધીમે-ધીમે યુવાનો આયુર્વેદ તરફ વળતા થયા છે. એટલું જ નહીં, પરંતુ આયુર્વેદ શું છે..? તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય વગેરે..વગેરે. જાણવું યુવાનો માટે પ્રિય વિષય બની રહ્યો છે. યુવાનોને આ ફિલ્ડ પસંદ છે તે એમાં ઊંડા ઊતરી કારકિર્દી બનાવી શકે છે.

time-read
1 min  |
June 19, 2021
હળવી, ભારે ખાવાની વાતો
ABHIYAAN

હળવી, ભારે ખાવાની વાતો

આદમી માટે જીવન ખા ખા ખા કરવાની રંગત

time-read
1 min  |
June 12, 2021
મોદી અને મમતા સામસામે બંગાળનો જંગ આગળ વધે છે
ABHIYAAN

મોદી અને મમતા સામસામે બંગાળનો જંગ આગળ વધે છે

ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેનો ચૂંટણી સમયનો સંઘર્ષ હવે કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળની રાજય સરકાર વચ્ચેનો જંગ બની ગયો છે. ઓડીસા અને પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાથી સર્જાયેલ ખાનાખરાબીનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ નુકસાનના અંદાજ માટે વડાપ્રધાન સાથે રાજયના મુખ્યપ્રધાનની બેઠકનું સ્વાભાવિક આયોજન હોય છે.

time-read
1 min  |
June 12, 2021
માત્ર પરીક્ષામાં જ વિધાર્થીઓનું સમગ્ર હિત સમાવિષ્ટ હોતું નથી
ABHIYAAN

માત્ર પરીક્ષામાં જ વિધાર્થીઓનું સમગ્ર હિત સમાવિષ્ટ હોતું નથી

બારમા ધોરણની પરીક્ષા લેવી કે ના લેવી એ મુદ્દે કેન્દ્રની અનિર્ણાયકતાએ વિદ્યાર્થીઓ અને વાલીઓને અસમંજસની સ્થિતિમાં ધકેલી દીધા હતા. મામલો સર્વોચ્ચ અદાલતમાં ગયો અને ત્રીજી જૂને અદાલતને નિર્ણય જણાવવાનો હતો, પરંતુ એ પહેલાં જ પહેલી તારીખે સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય જાહેર કરી દીધો. અદાલતે કહ્યું હતું કે જો પરીક્ષા રદ ન કરવી હોય અને લેવી હોય તો તે માટેનાં નક્કર કારણો જણાવવા પડશે. અદાલતને આવું એટલા માટે કહેવું પડ્યું હતું કે સરકારે ગત વર્ષે માર્ચમાં બારમાંના કેટલાક પેપરની પરીક્ષા લેવાઈ ગયા પછી કોરોના સંક્રમણ અને સંપૂર્ણ લૉકડાઉનની સ્થિતિને કારણે બાકીના પેપરોની પરીક્ષા રદ કરીને તેને માટે ગ્રેડેશનની પદ્ધતિ નક્કી કરી હતી. એ પ્રમાણે ન લેવાયેલી પરીક્ષાના વિષયોના માર્કસ આપી દેવાયા હતા. અદાલતનું કહેવું હતું કે આ વર્ષે પણ માર્ચ-એપ્રિલ-મે માસ દરમિયાન પરિસ્થિતિ ગત વર્ષ જેવી જ રહી છે. તો પછી પરીક્ષા લેવાની વિચારણા શા માટે થઈ રહી છે?

time-read
1 min  |
June 12, 2021
ઘરે ઘરે જઈને શિક્ષણ આપે છે કચ્છનો શિક્ષણરથ
ABHIYAAN

ઘરે ઘરે જઈને શિક્ષણ આપે છે કચ્છનો શિક્ષણરથ

કોરોનાકાળમાં શાળાઓ બંધ છે ત્યારે માંડવી તાલુકાના હુંદરાઇ બાગ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે સ્વખર્ચે, પોતાની ગાડીમાં મોટું ટીવી, સ્પીકર, ઇન્વર્ટર, ઇન્ટરનેટની સુવિધા ઊભી કરી. તેઓ જ્યાં લાઇટ, ઇન્ટરનેટની મુશ્કેલી હોય છે તેવા વાડી વિસ્તારના ઘરે-ઘરે જઈને વિદ્યાર્થીઓને ભણાવે છે.

time-read
1 min  |
June 12, 2021
ગિલ્ટ : આત્માને ખોતરી ખાતી લાગણી
ABHIYAAN

ગિલ્ટ : આત્માને ખોતરી ખાતી લાગણી

સામાન્ય રીતે માણસ ખુદના અને આસપાસના લોકોનાં જીવનમાં, નાના કે મોટા પ્રકારના, સારા કે ખરાબ પરિવર્તનો પ્રેરવા સમર્થ છે, એવું માનતો હોય છે. જયારે પોતાની યોજના કે ધારણા પ્રમાણે કશું ના થાય ત્યારે નિરાશા, અકળામણ અને ગુસ્સામાંથી કોઈ એક ભાવના મન પર હાવી થઈ જાય. માણસ એમ પણ માનતો હોય છે કે સૃષ્ટિના ક્રમ પ્રમાણે જે થતું હોય એને એ ધારે તો બળ અને બુદ્ધિથી પલટાવી શકે; અથવા પોતાની યોજના કે ધારણાથી વિરુદ્ધ જ થઈ ગયું હોય એને એ કોઈ રીતે પલટાવી શક્યો હોત. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ બધાં જ અભિગમો અહંકારની આડપેદાશ છે. ત્યાં સુધી કે તમે તમારી જાત પર દયા ખાઓ છો તો એ પણ ખુદની જાતને વિશિષ્ટ રીતે સૌથી અલગ ગણીને અહંકારને પોષવાની વૃત્તિ ગણાય છે. જ્ઞાનીઓ એવું પણ જણાવે છે કે, ગિલ્ટ અર્થાત્ અપરાધ કે પાપ કર્યાની લાગણીનો પણ અહંકાર સાથે સીધો સંબંધ રહેલો છે.

time-read
1 min  |
June 12, 2021
કોરોનાએ ઊભી કરી શિક્ષણમાં નવી સમસ્યા, માસ પ્રમોશન પછી હવે કરીશું શું..?
ABHIYAAN

કોરોનાએ ઊભી કરી શિક્ષણમાં નવી સમસ્યા, માસ પ્રમોશન પછી હવે કરીશું શું..?

ગુજરાત સરકાર દ્વારા ધોરણ દસની પરીક્ષા મોકૂફ રાખીને માસ પ્રમોશનનો નિર્ણય લેવામાં આવ્યો. ફોરોના મહામારીને કારણે સરકારે એકથી નવ ધોરણ અને અગિયારમા ધોરણના વિદ્યાર્થીઓને આપેલા માસ પ્રમોશન સામે શિક્ષણ જગત અને વાલીઓ-વિદ્યાર્થીઓને વાંધો નથી, પણ દસમા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું તેની સામે વાંધો છે. આખરે દસમું ધોરણ વિદ્યાર્થીની કારકિર્દીને દિશા નક્કી કરનારો પાયાનો એકમ છે.

time-read
1 min  |
June 12, 2021
કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજા
ABHIYAAN

કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજા

મહારાવ પ્રાગમલજી ત્રીજાએ ઉત્તરાધિકારી નિમ્યા ન હોવાથી કચ્છમાં મહારાવની પ્રથાનો અંત આવ્યો. ધાર્મિક વિધિ અને સામાજિક પ્રવૃત્તિઓ માટે ત્રણ વારસોને નીમ્યા છે. ઇતિહાસ અને ભૂગોળના જ્ઞાતા એવા પ્રાગમલજી અલગ કચ્છ રાજ્યના પ્રખર હિમાયતી હતા.

time-read
1 min  |
June 12, 2021
ઓલિમ્પિક્સ માટે તૈયાર ભારતીય એથ્લિટો
ABHIYAAN

ઓલિમ્પિક્સ માટે તૈયાર ભારતીય એથ્લિટો

ઑલિમ્પિક્સ રમતજગતની આંતરરાષ્ટ્રીય ખેલ સ્પર્ધાઓ પૈકીની એક સ્પર્ધા છે. મોટા ભાગના ખેલાડીઓ અને ઍપ્લિટો ઑલિમ્પિકમાં ભાગ લેવાનું અને પદકો જીતવાનું સપનું જોતાં હોય છે. ઑલિમ્પિકમાં ક્વૉલિફાય થવા એટલે કે સ્પર્ધામાં ભાગ લેવા માટે ખેલાડીઓ અને એપ્લિટો પોતાની જાતને કસોટીની એરણે ચઢાવતા હોય છે. ઑલિમ્પિક્સ નામના નિર્ધારિત લક્ષ્યને વધવા ખેલાડીઓ આકરી પ્રેક્ટિસ, ચુસ્ત ડાયેટ અને સંયમિત જીવનશૈલી કેળવે છે. જુદી જુદી ટૂર્નામેન્ટમાં ભાગ લઈને સતત પોતાની રમતને વધુ સુદૃઢ બનાવવાનો પ્રયત્ન કરે છે. જોકે, કોરોના મહામારીએ ખેલાડીઓ અને ઍપ્લિટોના મનસૂબા પર પાણી ફેરવવાનું કામ કર્યું હતું.

time-read
1 min  |
June 12, 2021
આપણે રોજ કેટલા ખોરાકનો બગાડ કરીએ છીએ?
ABHIYAAN

આપણે રોજ કેટલા ખોરાકનો બગાડ કરીએ છીએ?

કોરોનાના કપરા સમયે દરેક વ્યક્તિને બે ટંક ભોજનનું શું મહત્ત્વ છે તેની સાચી પરખ કરાવી દીધી છે અને આ તથ્યમાં લગભગ દરેક વર્ગનો સમાવેશ થાય છે. આ એ સમયગાળો છે જ્યારે સમજાયું કે વગર કારણે ક્યારેક ક્યરાની ડોલમાં તો ક્યારેક રસ્તા પર ફેંકાતું અનાજ અથવા એમ કહી શકાય કે વધેલું અનાજ આજે હોત તો કેટકેટલાનું પેટ ભરી શકાતું. વાત માત્ર ઘરમાં બગાડ થતાં ખોરાકની નથી, વાત સારા-નરસા પ્રસંગોની પણ છે. જેમાં ઘણા બધા પ્રમાણમાં વધેલા ખોરાકનો બગાડ થતો હોય છે, પરંતુ હવે આ બાબતે જાગૃત થવાની જરૂર છે.

time-read
1 min  |
June 12, 2021
સમય : સ્મૃતિમાં પગલાં પાડતો યાત્રી!
ABHIYAAN

સમય : સ્મૃતિમાં પગલાં પાડતો યાત્રી!

૧૯૭૭માં આવેલી કિનારા’ ફિલ્મના એક ગીતમાં ગુલઝારની કોમેન્ટ્રી છે : 'ઝિદગી કભી એક પલ મેં ગુજર જાતી હૈ, કભી એક પલ ઝિંદગી ભર નહીં ગુજરતા.” આપણો સૌનો અનુભવ રહ્યો છે કે જીવનની અમુક ક્ષણો બેહદ લાંબી ખેંચાય છે અને અમુક ક્ષણો જાણે પલકારામાં જ પસાર થઈ જાય છે. સમય એક એવી અનુભૂતિ છે જેને આપણે આપણી મનોસ્થિતિ પ્રમાણે ગ્રહણ કરીએ છીએ. સમય એવો પ્રવાસી છે જે આપણી સ્મૃતિમાં પગલાં પાડતો જાય છે. કેટલાંક પગલાંઓ કાળક્રમે ભૂંસાઈ જાય છે, તો કેટલાંક પગલાંઓ કાયમને માટે અંકાઈ જાય છે.

time-read
1 min  |
June 05, 2021
મ્યુકરમાઇકોસિસ સામે ક્ષણ આપતા ઉપચાર
ABHIYAAN

મ્યુકરમાઇકોસિસ સામે ક્ષણ આપતા ઉપચાર

મ્યુકરમાઇકોસિસના દર્દીઓમાં જે રીતે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, તે જોતાં સ્વાભાવિક રીતે લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. જોકે, આ બીમારીની સામે મહઅંશે રક્ષણ આપતા સાવચેતી માટેના ઉપચાર આપણા આયુર્વેદમાં ઉપલબ્ધ છે.

time-read
1 min  |
June 05, 2021
હનુમાનજીના છઠ્ઠા જન્મસ્થાન તરીકે તિરુપતિનો દાવો
ABHIYAAN

હનુમાનજીના છઠ્ઠા જન્મસ્થાન તરીકે તિરુપતિનો દાવો

અંજનીપુત્ર હનુમાનજીના જન્મસ્થાનને લઈને વિવાદ ઊભો થયો છે. અત્યાર સુધી કર્ણાટકના હમ્પી નજીક અંજનાદ્રી પર્વતને હનુમાનજીના જન્મસ્થળ તરીકે ઓળખવામાં આવતું. હવે તેમાં વળાંક આવ્યો છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે હમ્પી નહીં, પરંતુ જાપાલી થરમ હનુમાનજીનું વાસ્તવિક જન્મસ્થળ હોવાનો દાવો કર્યો છે. પરિણામે કર્ણાટક અને આંધ્રપ્રદેશ – બંને રાજ્યો વચ્ચે હાલમાં હનુમાનજીના જન્મસ્થાનને લઈને ગજગ્રાહ ચાલ્યો છે.

time-read
1 min  |
May 22, 2021