CATEGORIES
Categorías
મિડિયમ ઇઝ ધી મેસેજ : માધ્યમ મોટું કે સંદેશ?
ગ્રીક દંતકથાઓમાં મીડિયા એક દેવી છે. એનું આજના મોડર્ન શબ્દ મીડિયા’ અર્થાત “કહેવા બતાવવાનું સાધન કે માધ્યમ સાથે કોઈ સામ્ય નથી. છતાં, આધુનિક મીડિયા એક દેવીનો દરજજો તો ભોગવી રહી છે એમાં બેમત નહીં. વાત અહીં ફક્ત સમાચાર માધ્યમોની નથી થઈ રહી; વાત થઈ રહી છે મૉડર્ન મનુષ્યની જિંદગીમાં વ્યાપકપણે પ્રસરી ગયેલા મીડિયા એટલે કે તમામ પ્રકારનાં ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક કન્ટેન્ટની. એમાં વિવિધ ચેનલ, ગીત-સંગીત, ભાતભાતની ગેમ, ઈમેજ, વીડિયો સમેત ઇન્ટરનેટ પરની તમામ પ્રકારની એવી સામગ્રીઓ આવી જાય છે, જે આજના મૉડર્ન માનવના મનના ખોરાકનો અનિવાર્ય હિસ્સો બની ગઈ છે. વિશ્વમાં આજે કેટલા પ્રતિશત લોકો એવા હશે, જે ઉપર ગણાવી એ પ્રકારની મીડિયા સામગ્રીનો ઉપભોગ કર્યા વિના એક દિવસ પણ કાઢતા હોય? બહુ જ ઓછા!
ભૂકંપમાં મૃત્યુ પામેલાં ભૂલકાંનું સ્મારક ૨૦ વર્ષે ય અધૂરું
૨૦૦૧માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં અંજારમાં પ્રભાતફેરી દરમિયાન ૧૮૫ બાળકો સહિત ૨૦૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ લોકોની યાદમાં સ્મારક બનાવવાની વાત તો તે સમયથી જ ચાલે છે, પરંતુ હજુ પણ વાલીઓ સ્મારકની રાહ જોઈ રહ્યાં છે.
મહારાષ્ટ્ર સરકારમાં પવારને પૂછજ્યા વિના કોઈ નિર્ણય લેવાતો નથી
મહારાષ્ટ્રની ત્રણ પક્ષોના જોડાણવાળી સંયુક્ત સરકારમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે કરતાં એનસીપીના વડા શરદ પવારનું વધુ ચાલે છે એવી છાપ ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને મુંબઈના પૂર્વ કમિશનર પરમવીરસિંહ વચ્ચેના ઘર્ષણ અને વિવાદ પછી વધુ દઢ બની છે.
પડ પાસા પોબાર!
પશ્ચિમ બંગાળમાં ચાર દાયકા પછી જે ચિત્ર ઊપસી રહ્યું છે તેને જોઈને જડ અને ચેતનનું યુદ્ધ કેવું હોય તે ફલિત થઈ રહ્યું છે. જડ શક્તિને તોડવા પહેલાં પણ વિવિધ રંગો એક થયા હતા, પણ સત્તાનું વિકેન્દ્રીકરણ ન થતાં તે ભાંગી પડતાં પહેલાં વિવિધ પક્ષો એક થતાં પછી તેમની શક્તિ તોડવા એક મંચ બન્યું જેમાં એક વિચારધારા નહોતી, પણ લોકોને પરિવર્તન જોઈતું હતું, તેમને સમૂળગો રંગ બદલી લાંબી એકધારી સત્તાનો અંત દેખાડી દીધો હતો.
પંચતત્ત્વ આધારિત ભોજન કરશે અસાધ્ય રોગોનો નાશ
જાતભાતની ચટપટી વાનગીઓ અને વિરુદ્ધ ખોરાકના વધતા જતા ઉપયોગને કારણે લોકોમાં નિતનવી બીમારીઓ દેખા દઈ રહી છે. બીજાઓને જોઈને આરોગવામાં આવતું જંકફૂડ સહિતનું ભોજન ઘણીવાર વ્યક્તિને ગંભીર રોગોનું ઘર બનાવી દે છે. ત્યારે અહીં વાત કરવી છે એક એવી ભોજન પદ્ધતિની, જે અપનાવીને વ્યક્તિ લાંબા સમય સુધી તંદુરસ્ત રહી શકે છે.
સોલો ટ્રિપ, એકલા ફરો તો ખરા
સોલો ટ્રિપ, એકલા ફરો તો ખરા
હોમ લોન લેતી વખતે કઈ બાબતોનો ખ્યાલ રાખશો?
સામાન્ય રીતે આપણે ત્યાં નોકરિયાત વ્યક્તિ લોન લઈને જ ઘર ખરીદી શકે છે. જો તમે પણ નોકરી કરો છો અને પોતાના સપનાનું ઘર ખરીદવા ઇચ્છો છો તો તેને હોમ લોન થકી પૂર્ણ કરી શકો છો. હોમ લોન લેવી જિંદગીના બહું મોટા નિર્ણયો પૈકીનો એક છે. માટે જ તેમાં કેવા પ્રકારની તકેદારીઓ રાખવી તે જાણી લો.
સિમ્યુલેશનઃ ક્યા સચ હૈ, ક્યા માયા?
‘રૉકસ્ટાર' અને એનાં ગીતો યાદ જ હશે. ઇર્શાદ કામિલે લખેલા 'ફિર સે ઊડ ચલા ગીતની પંક્તિઓ છે : “રંગ બિરંગે વહમાં મેં મેં ઊડતા ફીરું જીવાતી જિંદગી અને આસપાસની સૃષ્ટિની સાર્થકતા કે નિરર્થકતા અંગે મંથન કરતી વેળાએ ઘણા લોકોને આવા સવાલો જાગ્યા કરતા હોય છે કે આ સઘળું વહેમ છે કે વાસ્તવિકતા. શું આપણે માયારૂપી દેવીની ચોપાટમાં રમતાં પ્યાદાઓ છીએ? વેલ, ભારતીય દર્શનશાસ્ત્ર મુજબ તો સકળ સૃષ્ટિ સર્જનહારનું સ્વપ્ન જ છે!
વેક્સિનાવાલી હોલી આઈ રે!
'વેક્સિન લેવત નંદલાલ સેન્ટરમેં... વેક્સિન લેવત નંદલાલ.'
સર્વવ્યાપી બહુરૂપી અગ્નિ
હોળી કે શબ્દની હિસ્ટ્રી શોધીએ તો વિદિત થાય છે કે, ઓગણીસમી સદીના સંસ્કૃત પંડિત રાધાકાન્ત દેવ દ્વારા નિર્મિત “શબ્દકલ્પદ્રુમ કોશમાં ‘હોલા'નો એક અર્થ વસંતોત્સવ આપવામાં આવ્યો છે. એ જ કોશમાં ‘હોલાકનો અર્થ મળે : હવનમાં અરધું પકાવેલું ધાન્ય. હુત એટલે હોમવું પરથી હોળીને 'હુતાશની” પણ કહેવાય છે.
વિવિધ રંગભૂમિનું કેન્દ્રબિંદુ બની રહેલું અમદાવાદ
દુનિયાભરમાં થિયેટર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૨૭મી માર્ચને વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઊજવાય છે. આ પ્રસંગે અહીં વાત કરવી છે અમદાવાદ શહેરમાં વધતી જઈ રહેલી થિયેટર પ્રવૃત્તિઓની. નિષ્ણાતોના મતે છેલ્લા એક દાયકામાં અહીં જે રીતે વિવિધ રંગભૂમિઓને આવકાર મળી રહ્યો છે તે જોતાં એ દિવસ દૂર નથી જ્યારે અમદાવાદ દેશભરની વિવિધ થિયેટર એક્ટિવિટીનું હબ હશે. ચાલો જાણીએ આ બાબતમાં કેટલું તથ્ય છે.
ઘરની પસંદગીમાં મહિલાઓની પ્રાથમિકતા
મહિલાઓ માટે ઘર ચાર દીવાલની ઇમારત નથી હોતી, એક સપનું હોય છે, જેને એ હોંશે હોંશે સજાવતી રહે છે, જીવનપર્યત. આમેય મકાનને ઘર બનાવવાનું કામ મહિલા જ કરતી હોય છે. ખેર, જ્યારે પણ ઘર ખરીદવાની વાત આવે ત્યારે મહિલાઓના દષ્ટિકોણને હંમેશાંથી પ્રાથમિકતા આપવામાં આવે છે. સૌથી ઉપર હોય તો તે પોતાનું મકાન છે. દરેક મહિલા એમ ઇચ્છે છે કે નાનું-મોટું પરંતુ પોતાનું મકાન હોવું જરૂરી છે. સાથે જ જ્યારે મકાનની પસંદગી કરે છે, ત્યારે તેમાં નાની-મોટી અનેક બાબતોને મહત્ત્વ આપે છે.
ચૂંટણીમાં આર્થિક પેકેજ આપવાની સ્પર્ધા અયોગ્ય
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા આગળ વધી રહી છે. જયાં એકથી વધુ તબક્કામાં મતદાન છે એવા પશ્ચિમ બંગાળ, આસામમાં પ્રથમ તબક્કાના મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે. વેગવાન ચૂંટણી પ્રચાર ઝુંબેશની સાથે રાજકીય પક્ષોના મેનિફેસ્ટો, ચૂંટણી ઢંઢેરા, સંકલ્પ પત્ર જાહેર થયા છે. ચૂંટણી પ્રક્રિયાનું આ પણ એક અનિવાર્ય અંગ છે.
બાટલા હાઉસ એન્કાઉન્ટર રાજકારણીઓ શું શીખશે?
દિલ્હીના બાટલા હાઉસ એન્કાઉન્ટર પ્રકરણમાં પોલીસ ઇન્સપેક્ટર એમ.સી. શર્માની હત્યાના ગુનામાં ઇન્ડિયન મુજાહિદીનના ત્રાસવાદી આરિઝ ખાનને દિલ્હીના અધિક સેશન્સ જજ સંદીપ યાદવે ફાંસીની સજા આપી છે.
ઘર ખરીદતાં પહેલાં જરૂરી છે હોમ વર્ક
કહેવાય છે કે પૃથ્વીનો છેડો ઘર. વાત સાચી છે. વ્યક્તિ આખી દુનિયામાં ગમે ત્યાં ફરે પણ જ્યારે તેને સુરક્ષા અને શાંતિનો વિચાર આવે ત્યારે ઘર યાદ આવતું હોય છે. ઘરે આવીને વ્યક્તિ પોતાની જાતને સૌથી સુરક્ષિત અનુભવે છે. તેથી જ ઘર લેવું એ હંમેશાંથી ચિંતન અને મનનનો વિષય રહ્યો છે. આડેધડ નિર્ણય લઈને ઘર ખરીદવા કરતાં યોગ્ય માહિતી મેળવીને ઘર ખરીદવું હવે જરૂરી બની ગયું છે. તેથી જ ઘર ખરીદતાં પહેલાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની વાત આપણે કરવાના છીએ.
કચ્છનાં ગામોમાં અનોખી રીતે ઊજવાતી હોળી-ધુળેટી
કચ્છનાં અમુક ગામોમાં હોળી પર્વની તદ્દન અલગ રીતે ઉજવણી થાય છે. અંજાર વાસીઓ દર વર્ષે “ઇશાક-ઇશાકડી’ને પરણાવે છે, તો બિબ્બર ગામનાં દરેક ઘરનાં આંગણામાં હોળી પ્રગટે છે, ભીમાસર ગામમાં ધુળેટીના દિવસે ગૌસેવા માટે ફંડ એકઠું થાય છે. સોઢા સમાજ માત્ર થોરની જ હોળી પ્રગટાવે છે.
ઉપાસક અને સર્જક કથકલી ગુરુ ચેમાન્ચેરી કુન્દરમણ નાયર
ચમાર્ચેરી કુનહીરામણ નાયર. શાસ્ત્રીય નૃત્યના રસિકો માટે આ નામ નવું નહીં હોય. બીજા કેટલાને ખ્યાલ હશે તેનો ખ્યાલ નથી. ગુરુચમાન્યરી કુન્દરમણ નાયરે કથકલી નૃત્યમાં અતુલનીય યોગદાન આપ્યું છે. વર્ષ ૨૦૧૭માં તેમણે કલા ક્ષેત્રમાં આપેલા યોગદાન બદલ પદ્મશ્રીના ખિતાબથી તેમને સન્માનવામાં આવ્યા હતા. ટૂંકી માંદગી બાદ તેઓ થોડા દિવસો પહેલાં નિધન પામ્યા. કેટલાં વર્ષે, ૧૦૪ વર્ષે. ૧૪મા વર્ષે સ્ટેજ પર પહેલીવાર કથકલી નૃત્ય પ્રસ્તુત કરનારા ગુરુ નાયરે એંસી વર્ષ સુધી અવિરત યોગદાન આપ્યું અને આખરે હવે દુનિયાને અલવિદા કહ્યું.
આ દર્દની દવા છે તો પણ દુઃખ ઓછું થતું નથી
બંગાળના જમીનદારો પોતાના વારસદારોને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ મોકલતાં, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી વર્ગો ચાલુ રહેતાં. અંગ્રેજો પણ કોલકાતામાં રાજ કરી ગયા. તેમણે વેપારના સ્વાર્થ ખાતર રસ્તા, નહેરો, પુલો બનાવ્યાં, પણ જનસ્વાર્થ ખાતર મેડિકલ કોલેજોની પણ સ્થાપના કરી, રોગચાળો ફાટી નીકળતો કે યુદ્ધકાળમાં, ત્યારે આ હૉસ્પિટલોએ નાગરિકો અને સૈનિકોની સારવાર કરી છે.
પડકારથી પરિવર્તન સુધી
સ્ટેમિના વિલિસ ક્રિસ્ટી. જેવું નામ છે એવા જ ગુણ ધરાવે છે સ્ટેમિના બેન. સ્ટેમિનાબહેન કોરોના વૉરિયર છે. વૉરિયરનું ઉપનામ તો તેમને કોરોનાકાળ દરમિયાનની સેવાને કારણે મળ્યું. બાકી તેઓ દરેક મહિલાની જેમ જ એવરી ડે વુમન વૉરિયર છે એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.
ફિલ્મોથી રાજકારણ : મિથુનની ગઈકાલ અને આવતીકાલ
ઉત્તર કોલકાતામાં લગભગ દોઢ દાયકો એવો રહ્યો હતો જયારે સ્કૂલ અને કોલેજના દિવસો પૂરા થાય અને કંઈક કરી દેખાડવાની જલદ ઇચ્છા સાથે દફતર ફેંકી વિદ્યાર્થીઓ સિનેમા અને ફૂટબોલ પાછળ દોડતાં. એવું જ એક નામ હતું ગૌરાંગ ચક્રવર્તી, જે અન્યાય સામે મિત્રો સાથે લડત ચલાવવા કૂદ્યો, પણ તે રાજરમત હતી તે મોડેથી સમજાયું.
સુરક્ષા સાથે સેવાનો અવસર આપે છે ફાયર એન્જિનિયરિંગ
આગ અને પાણી – આ બંને એવા તત્ત્વો છે, જે આગળ વધવા માટે યેનકેન પ્રકારે તેમનો રસ્તો કરી જ લેતા હોય છે. તેના વરવા ઉદાહરણો આપણે જોતા જ આવ્યા છીએ. ઉત્તરાખંડમાં થયેલી હોનારત હોય, સુરતની શિક્ષણ સંસ્થામાં લાગેલી આગ હોય કે પછી કોવિડકાળમાં રાજકોટ-અમદાવાદની હોસ્પિટલોમાં બનેલા આગના બનાવો. આ તો બહુ થોડા ઉદાહરણો છે.
મોંઘવારી પ્રત્યેની સરકારની સંવેદનહીનતા તેને ભારે પડશે
ભાવ વધારાના મુદ્દે લોકસભામાં ચર્ચા કરવાની વિપક્ષની માગણીનો સ્પીકરે સ્વીકાર ન કરતાં વિપક્ષે ગૃહની કાર્યવાહી ઠપ કરી દીધી. આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આ ઘટનામાં એ પછી વિપક્ષના નેતાઓએ બહાર આવીને કહ્યું કે, સરકાર મોંઘવારીના મુદ્દાની ચર્ચાથી ભાગી રહી છે. આ વિધાન અર્ધસત્ય જેવું છે.
ઓટીટી પર નિયંત્રણ :કળાની આઝાદી પર તરાપ કે સમયની માંગ?
હાલમાં જ કેન્દ્ર સરકારે ઓવર ધ ટૉપ (ઓટીટી) પ્લેટફોર્મ માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. આગામી ત્રણ મહિનામાં તે દેશભરમાં લાગુ થશે. જોકે આ મામલે અત્યારથી જ આ ક્ષેત્રના નિષ્ણાતો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક વર્ગનું માનવું છે કે ઓટીટી પ્લેટફોર્મ પર અંકુશ આવવાથી તેનો વિકાસ રૂંધાશે. બીજો વર્ગ માને છે કે અહીં જે રીતે હિંસા, ગાળાગાળી અને સેમિ પોર્ન પ્રકારની સામગ્રી ઠલવાઈ રહી છે તેને રોકવા માટે આ જરૂરી હતું. અહીં આ બંને પાસાંઓને નજીકથી સમજવા પ્રયત્ન કરાયો છે.
સામાન્ય મહિલાઓનું અસામાન્ય નેતૃત્વ : 'તૂ ધૂપ હૈ, છમ્મ સે બિખર..'
આમ તો વિશ્વ મહિલા દિવસ દુનિયાભરની મહિલાઓના સન્માનમાં મનાવવામાં આવે છે, પણ અમુક મહિલાઓ ખાસ આ સન્માનની હકદાર હોય ભલે પહેલી નજરે તેમનામાં કશું વિશેષ નજરે ન પડે, પણ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત અને અલગ અંદાજ તેમને ટોળાંથી અલગ તારવી આપે છે. આ મહિલાઓ કોઈ બીજી દુનિયામાં નહીં, પણ આપણી આજુબાજુ, આપણી વચ્ચે જ હોય છે. આવી જ કેટલીક મહિલાઓની વાત કરી છે.
શ્વાસથી આકાશ**શરતો લાગુ
વુમન્સ ડે સ્પેશિયલ
રમત સરવાળા અને બાદબાકીની !
મહાનગર કોલકાતાની આ વિશેષતા છે. બધાને પોતાને માફક આવે તેવું જ વાહન પસંદ છે. જમીનદારો પાલકીમાં સવારી કરતા, પછી ઘોડાગાડીનો દૌર આવ્યો. પાલકી હવે નવલકથાઓ અને ગીતોમાં જ છે. જમીનદારોએ યાદી સાચવી રાખી છે.
પાંચ રાજ્યોમાં સત્તા જાળવી રાખવા રસાકસીભર્યો જંગ
ચાર રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટેની તારીખો જાહેર થઈ ચૂકી છે.
ગુજરાતના ભાવિ રાજકારણની દશા-દિશા માટે નિર્ણાયક સમય
ગુજરાતમાં જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીનાં પરિણામો કોની અપેક્ષા મુજબના છે? કદાચ કોઈની અપેક્ષા મુજબના નહીં, ખુદ ભાજપની પણ આટલા ભવ્ય વિજયની અપેક્ષા ન હતી.
એક એવો કોર્સ, જેમાં પ્રવાહનો કોઈ બાધ નથી
આપણે ત્યાં મોટે ભાગે કોઈ એક ચોક્કસ પ્રવાહ પસંદ કરીને એ પ્રવાહ અંતર્ગત આવતા વિષયોનો અભ્યાસ કરવામાં આવે છે. હજુ આપણે ત્યાં લિબરલ આર્ટ્સ જેવી કોઈ સિસ્ટમ કાર્યરત નથી, પરંતુ કેટલાક કોર્સ એવા પણ છે, જેનો અભ્યાસ કરવા માટે કોઈ પ્રવાહનો બાધ નથી નડતો. કોઈ પણ વિદ્યાશાખાના વિદ્યાર્થી તેનો અભ્યાસ કરી શકે છે અને આવો જ એક અભ્યાસક્રમ છે – ટૉય ડિઝાઇનિંગ
ફેસબુક વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યું છે ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયન સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ હવે ઓસ્ટ્રેલિયા પૂરતો ન રહેતા આંતરરાષ્ટ્રીય સ્તરે જોર પકડી રહ્યો છે.