CATEGORIES
Categorías
યુવતીઓનાં લગ્નની ઉંમર કઈ હોવી જોઈએ?
વડાપ્રધાને ૧૫મી ઓગસ્ટના પોતાના ભાષણમાં છોકરીઓ માટે લગ્નની લઘુતમ વયમાં ફેરફાર કરવાના સંકેતો આપ્યા હતા. જો બધું સમુસુતરું પાર પડશે તો આગામી સમયમાં છોકરીઓનાં લગ્નની લઘુતમ વયમર્યાદા ૧૮થી વધીને ૨૧ વર્ષ થઈ શકે છે. કેન્દ્ર સરકારનો તર્ક છે કે તેનાથી ગર્ભવતી માતાઓ અને બાળકોને કુપોષણથી બચાવી શકાશે. આ સિવાય છોકરાં-છોકરીઓનાં લગ્નની કાયદેસર ઉમરનો તફાવત પણ મટાડી શકાશે, પરંતુ સરકારના આ વિચાર મુદ્દે નિષ્ણાતો અને છોકરીઓ જુદા-જુદા મત ધરાવે છે. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે આ મામલે ચર્ચા કરવી જરૂરી બની જાય છે.
નવોદિત સર્જકો માટે રાજમાર્ગ કંડારવાનો પ્રયાસ
સામાન્ય રીતે નવોદિત સાહિત્યકારોની કૃતિઓ પ્રકાશિત કરવા માટે વિખ્યાત પ્રકાશકો રાજી હોતા નથી. આવી સ્થિતિમાં કચ્છમાં નવોદિતોને પ્લેટફોર્મ આપવાના હેતુથી ગ્રામોત્થાન સાથે સંકળાયેલી સ્વૈચ્છિક સંસ્થા દ્વારા માત્ર સેવાકીય હેતુ સાથે એક સરાહનીય પ્રવૃત્તિ કરાઈ રહી છે. નવોદિતોને લખવાનું શીખવે છે, તેમનાં પુસ્તકોનું પ્રકાશન કરે છે, તેને વાચકો સુધી પહોંચાડવાના હેતુથી પુસ્તકમેળાઓ પણ યોજાય છે.
કચ્છ પર સાંસ્કૃતિક આક્રમણની ભીતિ
પાકિસ્તાનના સાંસ્કૃતિક આક્રમણના જવાબ સ્વરૂપે ૧૯૬૫માં ભુજનું રેડિયો સ્ટેશન શરૂ કરાયું હતું. સમયની સાથે તેનો વિકાસ કરવાના બદલે આજે આ સ્ટેશન બંધ થશે તેવા ભણકારા વાગે છે. જો ભુજના સ્ટેશનને અપગ્રેડ કરવાના બદલે માત્ર કોન્ટ્રિબ્યુટિંગ સ્ટેશન બનાવી દેવાશે તો આ સરહદી વિસ્તારના લોકોને પાકિસ્તાનના રેડિયો સ્ટેશન સાંભળવા પડશે અને ફરી સાંસ્કૃતિક આક્રમણ તોળાશે.
ખેડૂત આંદોલનની તરાહ જુદું વિચારવા પ્રેરે છે...
દિલ્હી પ્રવેશના રસ્તા બંધ કરીને બેસી ગયેલા પંજાબ-હરિયાણાના ખેડૂતોનું આંદોલન અવળે માર્ગે જઈ રહ્યું છે અને તેને હાઈજેક કરવાના પ્રયત્નો સફળ થઈ રહ્યા હોવાનું જણાય છે.
તામિલનાડુનું ચૂંટણી રાજકારણ ‘બધાને માટે બારણા ખુલ્લાં છે...'
તામિલનાડુમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને વિશે રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોમાં ચર્ચા-વિચારણાના દોર ચાલે છે, પણ એ જેટલા જાહેરમાં થાય છે તેના કરતાં વધુ ખાનગીમાં થાય છે.
ફિલ્મોમાં પણ કોવિડ-૧૯ ઇફેક્ટ
૨૦૨૦નું વર્ષ સમાપ્ત થવાના આરે છે. ઘણીબધી કપરી પરિસ્થિતિઓ અને આ પરિસ્થિતિઓની વચ્ચે પણ જીવનને સંતુલિત રાખવાના કીમિયા આ વર્ષ શીખવી ગયું.
અહમદ પટેલનો અવકાશ પુરવાનું કોંગ્રેસ માટે મુશ્કેલ છે
તાજેતરમાં જન્નતનશીન થયેલા અહમદ પટેલને કારણે સર્જાયેલા અવકાશને પુરવાનું કોંગ્રેસને માટે મુશ્કેલ બની રહ્યું છે.
વેબ સિરીઝની ઇન્દ્રજાળ
મનોરંજનનું અનન્ય મહત્ત્વ આપણને લૉકડાઉન દરમિયાન સમજાયું હતું. ઓનલાઇન ને ટીવી પર સતત કોરોના સંબંધિત સમાચાર જાણવા આપણે આતુર રહેતાં.
મિલકત વસાવવાથી નહીં ચાલે તેનું વસિયતનામું કરવું પણ જરૂરી
આપણા વડીલો કહી ગયા છે કે બે પૈસા ભેગા કરતા શીખો, હાથ તાણીને રાખો, અર્થાત મિલકત વસાવો. સમય હંમેશાં સમાન નથી રહેતો અને ખરાબ સમયે મિલકત સહારો બને છે. આ વાત મહિલા અને પુરુષ બંનેને સ્પર્શે છે, પરંતુ ખાસ કરીને મહિલાઓએ પોતાના નામે અને સ્વ અધિકારિત મિલકત તો વસાવવી જ જોઈએ. આવી જ કંઈક વાતોની ચર્ચા કરવાની છે.
-તો ભવિષ્યનાં આંદોલનો પણ અવિશ્વસનીય બની રહેશે
દિલ્હી પ્રવેશના તમામ રસ્તાઓ બ્લોક કરીને બેઠેલા કિસાન આંદોલનકારીઓ કૃષિ સુધાર અંગેના ત્રણેય કાયદા રદ કરવાની જીદ પર આવી ગયા છે અને આ એકમાત્ર માગણી સિવાય કોઈ મુદ્દા પર હવે સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર નથી.
મનથી નિર્ભય રહે તે માથું ઊંચકીને જીવે છે.
યુદ્ધ જીવનનું હોય, અધિકારનું હોય, રાષ્ટ્રનું હોય કે સેવા-સમર્પણનું, સાહસ વગર અપૂર્ણ છે. કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોર દરેક યુદ્ધમાં પ્રેરિત કરતાં બે કાવ્યો રચ્યાં જે દરેક યુગમાં ગવાય ત્યારે એમ લાગે વર્તમાન સંદર્ભમાં જાગૃતિ માટે લખાયા છે. પહેલું ગીત “એકલા ચલ રે ક્રાંતિકારીઓ માટે બળ પૂરતું ગાન હતું, કોણ સાથે છે, કોણ દેશ માટે શહીદ થયો તે ભૂલીને દેશની માટે સાદની પ્રતીક્ષા વગર એકલો જાને રે...
ના રણકે એવાં વાસણ
ખાધા પછી વાસણ ધોવા'ને ગોઠવવાનો ઘોંઘાટ બંધ કરો. સ્વાદ'ને સ્વાથ્યમાં ઉમેરો કરે એવી રસોઈનો પ્રારંભ કરો
ખેડૂત આંદોલનના સૂચિતાર્થો સમજવામાં કેન્દ્રએ વિલંબ કર્યો
કૃષિ સુધારા અંગેના કેન્દ્રના ત્રણ કાયદા સામે આંદોલિત ખેડૂતોએ દિલ્હીની સરહદે ધામા નાખ્યા છે. શરૂઆતમાં આંદોલનકારી ખેડૂતો સામે સખ્તાઈ આચરવાના અને તેમને દિલ્હીમાં આવતા અટકાવવા માટેના પ્રયાસોના વરવા પરિણામના અંદાજ પછી આંદોલનકારીઓ પ્રત્યેના વલણ અને વ્યવહારમાં પરિવર્તન કરવાની કેન્દ્ર સરકારને ફરજ પડી છે.
અહમદ પટેલ: રાજનીતિનું દુર્લભ વ્યક્તિત્વ
કોંગ્રેસના તદન અનોખા નેતામાં જેમની ગણના કરવી પડે એ અહમદ પટેલે પચીસ નવેમ્બરની વહેલી પરોઢે અંતિમ શ્વાસ લીધા.
વેલકમ @ ફોર્ટી ક્લબ
સામાન્ય રીતે મહિલાઓ ૪૦ વર્ષની ઉંમર પાર કરે એટલે તેમની નવી ઇનિંગ શરૂ થતી હોય છે. વિદેશમાં ફોર્ટી ક્લબનું કલ્ચર ઘણા સમયથી ચાલી રહ્યું છે. જ્યારે હવે આપણા ત્યાં પણ ફોર્ટી ક્લબની શરૂઆત થઈ છે. મહિલાઓ જ્યારે ૪૦મા વર્ષમાં પ્રવેશ કરે એટલે તેમની બર્થ-ડેને યાદગાર બનાવી ફોર્ટી ક્લબમાં એન્ટ્રી કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.
મારે અમેરિકા જવું છે
વર્ષ ૧૯૮૦માં મેં સૌપ્રથમ વાર અમેરિકા જવા માટે વિઝિટર્સ એટલે “બી-૨’ વિઝાની અરજી કરી. મારી અરજી નકારવામાં આવી. ત્યાર બાદ મેં અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાનો અભ્યાસ કર્યો. મારા વિઝા શા કારણે નકારાયા એ શોધી કાઢ્યું અને ફરી પાછી અરજી કરી અને વિઝા મેળવ્યા. ૧૯૮૦થી વર્ષ ૨૦૨૦ સુધીમાં હું ૫૦થી વધુ વખત અમેરિકા જઈ આવ્યો છું.
અમદાવાદ-ગુજરાતમાં આંબેડકરના સન્માનના ૭૫ વર્ષ
ગુજરાતના રાજકોટ, વડોદરા અને અમદાવાદ શહેર સાથે ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરના જીવનના કેટલાક રસપ્રદ પ્રસંગો સંકળાયેલા છે. વડોદરામાં ગાયકવાડ સરકારની નોકરી દરમિયાન તેમણે વેઠવી પડેલી યાતનાઓનો ઇતિહાસ તો જગજાહેર છે, પરંતુ રાજકોટ અને અમદાવાદની તેમની મુલાકાતો વિશે અભ્યાસુઓ સિવાય બહુ ઓછા લોકો જાણે છે. અમદાવાદની તેમની છેલ્લી મુલાકાત ૩૦ નવેમ્બર ૧૯૪૫ના રોજ યોજાયેલી. આ ઐતિહાસિક ઘટનાને આજે ૭૫ વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે 'સિમ્બોલ ઓફ નૉલેજ' તરીકે વિખ્યાત આ મહામાનવનાં ગુજરાત સાથેનાં સંસ્મરણો તાજા કરીએ.
સાલ મુબારક કઈ રીતે કર્યું?
ભઈ, સાલ મુબારક જેવી રીતે કરાય એવી રીતે કર્યું એમ નહીં કહેતાં. તમને યાદ નહીં હોય, પણ લોકો તો બહુ બધી રીતે સાલ મુબારક કહેતાં હોય ને કરતાં હોય! મોઢામોઢ, ફોન પર, સોશિયલ મીડિયા પર અને છાપામાં છપાવીનેય કરે. અમે પોતેય છેલ્લાં બે ત્રણ વર્ષોથી જુદીજુદી રીતે સૌને સાલ મુબારક કહીએ છીએ. તમારે પણ એ રીત શીખવી હોય તો જાણી લો, આવતે વર્ષે કામ આવશે.
નીતિશકુમાર, જનતા દળ (યુ) અને અરુણ જેટલી
નીતિશકુમારના દીર્ય કાળના સમર્થક રહેલા દિવંગત અરુણ જેટલીને આજે જનતા દળ (યુ)ના નેતાઓ અને સભ્યો ભારે હૈયે યાદ કરે છે અને તેમની કમી મહેસૂસ કરે છે. જેટલી અને નીતિશકુમારની મૈત્રી છેક જયપ્રકાશ નારાયણના આંદોલન સમયની વર્ષો જૂની, તેમાં સુશીલ મોદીનો પણ સમાવેશ થાય.
લોકચાહના મેળવવાના પ્રયાસ બૂમરેંગ બન્યા
લોકોને દીપોત્સવીના તહેવારોમાં રાજી રાખવાના પ્રયાસ રૂપે દેશનાં કેટલાંક રાજ્યોમાં સરકારોએ અનલૉક-પાંચના નીતિ-નિયમોના ચુસ્ત પાલનનો આગ્રહ રાખ્યો નહીં, તેને કારણે આ પર્વે પછીના સપ્તાહે કોરોના સંક્રમણના નવા વૈવની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.
મૃતદેહ દાન કરી જન્મસિદ્ધ કરતા પરિવાર
જીવન જ્યારે કોઈના કામમાં આવે ત્યારે તે સાર્થક થયાનો અનુભવ થાય, પરંતુ જ્યારે મૃતદેહની વિધિ કરવાની જગ્યાએ તે મેડિકલના વિદ્યાર્થીઓના ઉજજ્વળ ભવિષ્ય માટે આપવામાં આવે ત્યારે કદાચ સાચા અર્થમાં જન્મ સિદ્ધ થયો કહેવાય.
નકાબપોશ નારીવાદ ના ચાલે
અન્યની નકારાત્મકતાનું પોષણ કરતો અન્યની વેદનાને વેગ આપતો. સિદ્ધાંત એવો મોટો મીઠો હોય તોય એને પોતાનો દુશમન પાકો જાણવો
હવે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ પણ મનાવાય છે
આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ૧૯ નવેમ્બરે ઊજવાઈ ગયો. નવાઈ લાગી ને? હમણા જો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોત તો અખબારો અને ઇલેક્ટ્રોનિક ચેનલ્સમાં ચોવીસે કલાક મહિલાનાં ગુણગાન ગવાતાં હોત. મહિના અગાઉથી પરિસંવાદો અને સેમિનારનું આયોજન થયું હોત. આવું કેમ? એ અંગે હવે એક વ્યાપક મનોમંથન અનિવાર્ય છે. આજે જયારે પુરુષ અને મહિલાની સમાનતાની વાત કરીએ છીએ ત્યારે જેવી રીતે મહિલા દિવસે મહિલાના પ્રશ્નોની ચર્ચા થતી હોય છે અને તે અંગે વિશેષ પૂર્તિઓ બહાર આવતી હોય છે તો પુરુષ દિવસે કેમ કશું નહીં? શું આ પુરુષને થઈ રહેલા અન્યાય નથી?
દામ્પત્યજીવનને મૂંઝવણમાં મૂકતા પ્રશ્નો
લગ્ન પછી પોતાની સાસરી કેવી હશે..? પોતે તેમની સાથે હળીભળી શકશે કે કેમ..? ભાવિ પતિની સાથે તેના પરિવાર સાથે મધુર સંબંધ કેવી રીતે બનાવી શકશે..? વગેરે જેવા સવાલો વિશે યુવતીઓ લગ્ન પહેલાં ચિંતિત રહેતી હોય છે, પરંતુ આવા પ્રશ્નોની સાથે અમુક એવા સવાલો ય હોય છે જેમાંથી લગભગ દરેક યુવતીએ ક્યારેક ને ક્યારેક પસાર થવું પડે છે. જેમાં કેટલીક યુવતીઓ નસીબદાર હોય છે અને કેટલીક..?
ગેડી ગામના પથ્થરોને સંશોધનની આશ
અનેક રહસ્યો ધરબીને બેઠેલા ગેડી ગામને પાંડવોના સમયની વિરાટ નગરી હોવાનું લોકો માને છે. અહીં અનેક પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. ગામમાં મળતાં અવશેષો વિશે તો અનેક પુરાતત્વવિદો જાણે છે, પરંતુ ગામની બહાર, ખેતરોમાં રહેલા આશ્ચર્ય પમાડે તેવા અવશેષો પ્રત્યે હજુ સુધી કોઈનું ધ્યાન ગયું નથી. જો આ જગ્યાએ વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરવામાં આવે તો હજારો વર્ષ જૂની સંસ્કૃતિ વિશે પ્રકાશ પડી શકે.
કારકિર્દીને ડિઝાઇન કરો પ્રોડક્ટ ડિઝાઇનર બનીને
કોઈ પણ પ્રોડક્ટની ખરીદી કરવા જઈએ ત્યારે સૌથી પહેલાં તેની ડિઝાઇન જોવામાં આવે છે, કારણ કે એવા ગેજેટ્સ પસંદ કરાય છે, જેની ડિઝાઇન આકર્ષક હોય. માત્ર ઇલેક્ટ્રોનિક જ નહીં, પરંતુ ઉપયોગમાં લેવાતી તમામ પ્રોડક્ટને એટ્રેકિટવ બનાવવાનું કાર્ય પ્રોડક્ટ ડિઝાઇનર કરે છે. વર્તમાન સમયમાં રચનાત્મક વિચારો ધરાવતા યુવાનો આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે
અમિત શાહ બિહારની ચૂંટણી વખતે નિષ્ક્રિય ન હતા
ગૃહ પ્રધાન પ્રધાન અમિત શાહ બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે એક પણ દિવસ ગયા નહીં એથી તેમના સ્વાસ્થની સ્થિતિ બહુ ગંભીર હોવાની અફવા એ વખતે ફેલાઈ હતી.
'રેડિયો પ્રિઝન': કેદીઓની નીરસ જિંદગીમાં રંગ પૂરવાની પહેલ
જેલનું નામ પડે એટલે સામાન્ય રીતે આપણા મનમાં બોલિવૂડની ફિલ્મોના માથાભારે કેદીઓ, તોડબાજ પોલીસ અને ઊંચી દીવાલો પાછળ ચાલતાં જાતભાતનાં ગોરખધંધાનાં દશ્યો ઉપસી આવે. આજની તારીખેય જેલમાં કોઈ સારું કામ થતું હોય તે સ્વીકારવા આપણુ મન ઝટ તૈયાર થતું નથી, પણ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ આજકાલ સ્થાયી થઈ ચૂકેલી આવી માન્યતાઓને તોડી રહી છે. આ દિશામાં વધુ એક પગલું એટલે હાલમાં જ અહીં શરૂ થયેલો 'રેડિયો પ્રિઝન'. જે કેદીઓને મનોરંજન તો પૂરું પાડે જ છે, સાથે તેમની અંદર પડેલી વ્યથા અને પ્રતિભાને પણ મોકળું મેદાન પૂરું પાડી રહ્યો છે.
શોન કોનેરી : બોન્ડના પાત્રને આકાર આપનાર અભિનેતા
વર્ષ ૨૦૨૦ બોલિવૂડની ઘણી બધી હરસ્તીઓનું નિધન થયું અને આ રીતે બોલિવૂડ માટે તો આ વર્ષ સ્વાભાવિક રીતે ગમગીનીભર્યું સાબિત થયું, પણ હોલિવૂડ માટે પણ ૨૦૨૦નું વર્ષ બહુ સારું નથી વીત્યું. હોલિવૂડે પણ દિગ્ગજ હસ્તીઓ ગુમાવી અને આ યાદીમાં તાજેતરમાં વધુ એક અને જાણીતું નામ ઉમેરાયું અભિનેતા શોન કોનેરીનું. શોન કોનેરી બ્રિટિશ જાસૂસના પાત્ર ૦૦૭ એટલે કે જેમ્સ બોન્ડને લોકોના માનસપટ પર હંમેશ માટે અમર બનાવતા ગયા.
આવો ઉજવીએ ઇકો ફ્રેન્ડલી દિવાળી
છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રદૂષણ મુક્ત તહેવારો ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે આ વર્ષે મહિલાઓએ ઇકો ફ્રેન્ડલી દિવાળી ઉજવવાની એક મુહિમ શરૂ કરી છે. ફટાકડાથી થતાં વાયુ પ્રદૂષણની સાથે-સાથે ઓર્ગેનિક રંગની રંગોળી અને સ્વાસ્થવર્ધક, ઇમ્યુનિટીથી ભરપૂર મીઠાઈઓ અને પીણા બનાવી દિવાળીને વિશેષ બનાવવાનું આયોજન શરૂ થઈ ગયું છે.