CATEGORIES
Categorías
શિયાળામાં શરૂ થયા પરંપરાગત પ્રયોગો
કોવિડ–૧૯ત્ના કારણે સૌની દષ્ટિ ફરી એકવાર ઘરેલુ ઉપાયો સુધી પહોંચી છે. તેમાં પણ શિયાળાની ઋતુ બારેમાસનું સ્વાચ્ય બનાવવાની સિઝન છે. લૂમબર્ગે રજૂ કરેલા રિપોર્ટમાં સ્પષ્ટ જણાય છે કે, ભારતમાં પૌષ્ટિક શાકાહારી અને ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે તેવા ખોરાકના ઉપયોગમાં વધારો થયો છે. ફરી પહેલાંના જેમ જ પરંપરાગત પ્રયોગો વધ્યા છે.
હેલ્પી ન્યુ યિઅર
નવું વર્ષ આવી પહોંચ્યું. પશ્ચિમમાં નવા વર્ષ સાથે પોતાના જીવનમાં અગાઉના વર્ષ કરતાં કોઈ ખાસ ફેરફાર કરવાની ક્રિયાને ન્યૂ પિઅર રિઝોલ્યુશન કહે છે.
સરકાર અને કિસાન નેતાઓ કોણ કોના ઘેર્યની કસોટી કરે છે?
સરકાર અને આંદોલનકારી ખેડૂત અગ્રણીઓ વચ્ચેની સાતમા રાઉન્ડની મંત્રણા નિષ્ફળ ગઈ છે અને બંને પક્ષે ફરી આઠમી જાન્યુઆરીએ મળવાનું નક્કી કર્યું છે. સવાલ એ ઊભો થાય છે કે મંત્રણાના બે તબક્કાઓ વચ્ચે ચાર-છ દિવસનું અંતર કેમ રાખવામાં આવે છે?
ગૂંચવાયેલા કોયડામાં જ તેનો ઉકેલ હોય છે!
બંગાળીમાં એક કહેવત છે, “કારો પૌષ માસ-કારી સત્યાનાશ જેનો અર્થ છે સમયની કસોટી કોઈ માટે સારી અને કોઈના માટે ભારી હોય છે. પૌષ માસની વાત અહીં સૂચક છે. પૌષ માસમાં સૂર્યદેવ અગિયાર હજાર રશ્મિઓ સાથે પ્રકાશ પાથરે છે જે જીવોને ઊર્જા અને સ્વાથ્ય પ્રદાન કરે છે.
કોરોના વેક્સિનને રાજકીય વિવાદનું સાધન ન બનાવાય
ડગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ)એ કોરોના સંક્રમણ સામેના રક્ષણ માટેની બે રસીઓને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપતાંની સાથે તેને વિશેના વિવાદનો પણ આરંભ થઈ ગયો. જે પ્રકારે આ વિવાદ શરૂ થયો અને જે રીતે એક રસી સામે વિરોધના સ્વર ઊઠ્યા એ એવું વિચારવાને પ્રેરિત કરે છે કે આપણે એટલે કે ભારતીય પ્રજાતિને વિવાદ વિના કોઈ વાતની મજા આવતી નથી. વેક્સિનના વિવાદમાં ભારતીય માનસ કે માનસિકતાનું જ પ્રતિબિંબ વર્તાય છે.
ત્યાગ એ શૂન્યતા નથી, પણ અધિકારની પૂર્ણતા છે
બહુ દિવસ થયા કોઈ પોસ્ટ નથી નાખી. એવું નથી કે લખતો નથી, લખું છું, પણ પોસ્ટિંગ નથી કરતો. ક્યારેક એમ થાય છે કે કંઈક વધારે પડતું લખાઈ ગયું છે અને પાઈ પૈસો આમાંથી કમાવાનો નહીં, ત્યાં ખોટી મગજમારીમાં ક્યાં પડવું એમ સમજીને પછી પોસ્ટ કરવાનું માંડી વાળું છું..!
'એલ-૧' + 'ઇબી-૫' = બિઝનેસ + ગ્રીનકાર્ડ
અમેરિકાના ધ ઇમિગ્રેશન એન્ડનેશનાલિટી ઍક્ટ’માં ચાર જુદી-જુદી “ઍપ્લોયમેન્ટ બેઝડ પ્રેફરન્સ કેટેગરીઓ છે.
ગણિીનાં ગહક્કાની કિમત રૂપિયામાં આંકી શકાય?
અભિનેતામાંથી રાજકારણી બનેલા સાઉથના એક્ટર કમલ હાસને હાલમાં જ પોતાના પક્ષનો આર્થિક એજન્ડા જાહેર કરતાં આશ્વાસન આપ્યું છે કે, જો તેમનો પક્ષ ૨૦૨૧માં તામિલનાડુની ચૂંટણીમાં સત્તા પર આવશે તો ગૃહિણીઓને ઘરકામ માટે નિશ્ચિત રકમ આપવામાં આવશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી સમયાંતરે આ મુદ્દો ચર્ચામાં આવતો રહે છે. હવે જ્યારે નવેસરથી તેની ચર્ચા શરૂ થઈ છે ત્યારે તે કેટલો વાસ્તવિક બની શકે તે તપાસીએ.
કચ્છનો માછીમારી વ્યવસાય પણ કોરોનાનો ભોગ બન્યો
કોરોનાના કારણે આંતરરાષ્ટ્રીય માછીમારી ક્ષેત્રે નાણાનું વિનિમય ઘટ્યું હોવાથી નિકાસમાં ધરખમ ઘટાડો થતાં માછીમારોને જે ભાવ મળે તે ભાવે માછલીઓ વેચવી પડે છે. આ વર્ષે ભાવમાં ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
પ.બંગાળમાં કોંગ્રેસ-ડાબેરીઓ માટે અસ્તિત્વનો સવાલ
ચૂંટણી સમયે રાજકીય પક્ષો વચ્ચેના જોડાણ સમજૂતી કે ગઠબંધન હવે નવાઈની વાત રહી નથી. કોઈ પક્ષ એકલે હાથે પોતાની તાકાત પર ચૂંટણી લડવાની ક્ષમતા ધરાવતો ન હોય ત્યારે તે અન્ય પક્ષ સાથે ચૂંટણીલક્ષી જોડાણ કરે છે.
રસીકરણ અભિયાન વચ્ચે નવા સ્ટ્રેનની એન્ટ્રી
કોરોના વાઇરસના સંક્રમણના કેસમાં ભલે હવે ધીરે ધીરે ઘટાડો નોંધાઈ રહ્યો હોય પણ હજુ તેનું સંકટ પૂરેપૂરી રીતે ટળ્યું નથી.
ફ્લોરિકલ્ચરિસ્ટ બની કારકિર્દીને બનાવો સુંદર અને સુગંધિત
એક સમય હતો જ્યારે ફૂલોની ખેતી અથવા બાગકામ માત્ર વડીલો પોતાના શોખ સુધી સીમિત રાખતા હતા, પરંતુ હવે એ સમય જૂનો થયો કારણ કે આજનો આધુનિક યુગ ફૂલોને સુગંધિત કારકિર્દી તરીકે મહેકાવી રહ્યો છે. ફૂલ, છોડ અને પ્રાકૃતિક વાતાવરણ સાથે પ્રેમ છે તેમના માટે આ કરિયર સારો વિકલ્પ છે. ફૂલોની ખેતી અને તેની સાથે જોડાયેલા કામને ફલોરિકલ્ચર કહેવામાં આવે છે.
પરિવર્તનનો પાયો નાંખતું ગયું વીતેલું વર્ષ
વર્ષ ૨૦૨૦ – કોવિડ વર્ષ તરીકે વિદાય થયું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ વરસે અગાઉ ક્યારેય ના થયું હોય એવું નુકસાન સહન કરવાનો વારો આવ્યો.
લગ્ન સંસ્કારને કાગળની કલમે અને સહીની સેંથીએ બાંધવું કેટલું યોગ્ય ..?
યુવાનોમાં લિવ ઇન રિલેશનશિપમાં સાથે રહેવું, કરાર કરી મૈત્રીભાવે સાથે રહેવું, એકબીજા પર કોઈ પણ પ્રકારના હક કર્યા વગર સાથે રહેવું. આ તમામ બાબતો સામાન્ય બની ગઈ છે, પરંતુ હવે તો લગ્ન જેવા સાંસ્કૃતિક સંસ્કારને પણ કાગળની કલમે અને સહીની સેંથીએ બાંધવાનું ચલણ શરૂ થયું છે. એટલે કે પ્રિનપશલ કરાર, પ્રિનઅપ એગ્રીમેન્ટ.
કિસાન આંદોલન પંજાબ માટે નુકસાનકારક બનતું જાય છે
દિલ્હીના પ્રવેશદ્વારે એક મહિનાથી વધુ સમયથી ધામા નાખીને પડેલા ખેડૂત આંદોલનકારીઓ કહેતાં તેમના નેતાઓને વાસ્તવમાં કોઈ સમાધાન જોઈએ છે કે કેમ એ સવાલ છે.
નેચરને નવ્વાણુ નમન
બે હજાર વીસનું વર્ષ સ્વાભાવિક છે કે કોરોના સાથે અચળ રીતે જોડાઈ ગયેલું રહેશે. માર્ચના અંત ભાગમાં જ્યારે આયકર ભરવા સાથે આર્થિક વર્ષના સમાપન માટે કાળા વાદળ બંધાવા માંડ્યાં હતાં ત્યાં કોરોના ત્રાટકેલો. માર્ચ ૨૦૨૦ પૂર્ણ થાય એ પહેલાં અમુક સાધારણ માણસો બોલી ગયેલા કે આ વર્ષ તો આખું કોરોનામાં જ જશે ત્યારે એ સાચું નહોતું લાગતું.
અતીતને આશ્રય!
સમયને બાંધી શકાય નહીં, પણ સમયને દર્શાવી શકાય. જેમ ઉત્તર કોલકાતાના પંચાણુ વરસના સુશીલકુમાર ચેટરજીએ અનોખા દુર્લભ સંગ્રહથી સમયના વિવિધ આવિષ્કાર લાગણી સાથે સાચવી રાખ્યા છે.
મારું ચાલવાનું સપનું
શિયાળાની ઘણી બધી ખાસિયતો છે. એક તરફ શરીરમાં ચરબી ભરી લેવાનું કહીને જાતજાતના પાક ને વસાણાનો ખડકલો કરી દે અને બીજી બાજુ એ જ ચરબીને ઓછી કરવા દુનિયાભરની કસરતોના વીડિયો ફરતા કરી દે! આપણે જવું તો પણ ક્યાં? કરવું તો પણ શું? ખાવું કે કસરત કરવી?
હરિયાણામાં દુષ્યત ચોટાલાના ધારાસભ્યો નવા-જૂની કરશે?
દિલ્હીની સરહદે મુખ્યત્વે પંજાબના ખેડૂતો દ્વારા ચાલી રહેલા કિસાન આંદોલનની રાજકીય અને આર્થિક સ્તરે અનેકવિધ સાઈડ ઈફેક્ટ થઈ રહી છે, તેની બહુ ઓછી નોંધ લેવાય છે. કિસાન આંદોલને રાજકીય જોડતોડનાં સમીકરણોને પણ પ્રગટ અને પ્રચ્છન્ન અસર કરી છે.
નાની બીમારીની જટિલ અસરથી બાળકોને સાચવવાની જરુર
વડોદરાનો આ સત્ય કિસ્સો છે. માત્ર નામ બદલવામાં આવ્યાં છે. અદિક દીપકભાઈ જાની ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો બાળક છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી તે વારંવાર બાથરૂમમાં દોડી જાય છે. ખાસ કરીને રાત્રીના સમયે જયારે પરિવાર સાથે બેસીને ટીવી જોતાં હોય ત્યારે અદિક વચ્ચેથી જ ઊભો થઈને બાથરૂમમાં દોડી જાય. પછી બે કે ત્રણ સેકન્ડમાં તો પરત ફરે. માતા-પિતા અને તેનાથી બે વર્ષ મોટી બહેન આધ્યા પણ તેને બોલતાં પણ ખરા, કે આ શું નાટક કરે છે?
પ.બંગાળ : મમતાના ગઢના કાંગરા ખરી રહ્યા છે
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી આગામી એપ્રિલ-મેમાં યોજાવાની છે, પરંતુ ભાજપે તો આ ચૂંટણી જાણે આગામી મહિને જ હોય એવો માહોલ ખડો કર્યો છે. રાજયમાં ભાજપની તૈયારી તો છેલ્લા લગભગ એકાદ વર્ષથી ચાલી રહી હતી. ખાસ કરીને લોકસભાની ચૂંટણી અને તેના પરિણામના સમયથી.
દાડમના પાક તરફ્ટી મોટું ફેરવતા કચ્છના ખેડૂતો
છેલ્લાં થોડાં વર્ષોથી કચ્છના ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા છે. શરૂઆતમાં દાડમનો પાક ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતો હતો, પરંતુ અત્યારે ફૂગ જેવા રોગના કારણે દવાનો ખર્ચ વધી જાય છે અને ફળ અત્યંત નબળી ગુણવત્તાના થાય છે. આથી ખર્ચ જેટલું વળતર પણ મળતું નથી. આથી અનેક ખેડૂતો દાડમનાં ઝાડ ઉખેડી રહ્યા છે.
ડેટા સાયન્ટિસ્ટ વર્તમાન સમયની સોથી વધુ ડિમાન્ડિંગ કારકિર્દી
વર્તમાન સમયમાં ડેટા સાયન્ટિસ્ટ યુવાનો માટે કારકિર્દીનું ઉમદા માધ્યમ બની રહ્યું છે. ડેટા સાયન્ટિસ્ટ જુદા-જુદા ડેટા, સ્ટ્રક્યર્ડ અને અનસ્ટ્રક્યર્ડને મેનેજ તથા ઓર્ગેનાઇઝ કરવા માટે મેગ્સ, સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામિંગનો ઉપયોગ કરે છે. આ ક્ષેત્રમાં રસ દાખવતા યુવાનો અહીં બેસ્ટ ફયુચર બનાવી શકે છે.
જ્યાં દરેક વળાંકે ઇતિહાસ છે.
આમ જુઓ તો ગગનચુંબી ઇમારતોનો વૈભવ છે ભવાનીપુર! તેની આસપાસ કંઈક ખાસ પણ છે, જે આખા કોલકાતાથી અલગ તરી આવે છે.
કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓ સાથે સોનિયાનો સીધો સંવાદ
કોગ્રેસના પ્રમુખપદની ચૂંટણી માટે સોનિયા ગાંધીને પત્ર લખનારા ર૩ અસંતુષ્ટ નેતાઓ પ્રત્યે મોવડીમંડળે હવે સખ્તાઈનો ત્યાગ કર્યો છે.
અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ જલ્લીકટ્ટુ જેવા પ્રયોગોની જરૂર
સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ એટલે ઓસ્કર એવોર્ડ. વર્ષ ૨૦૨૧ના ઓરકર એવોર્ડ માટે આ વર્ષે ભારત તરફથી જલીકટ્ટુ લ્મિને ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોક્લવામાં આવી છે. જલીકટ્ટુમલયાલમ ફિલ્મ છે. ગયા વર્ષે આ સન્માન રણબીર સિંઘ અને આલિયા ભટ્ટ અભિનિત લ્મિ ગલી બોયને મળ્યું હતું.
'અહેસાસ': કોરોનાના દર્દીઓને પ્રોત્સાહિત કરતું અનોખું બેન્ડ!
મ્યુઝિક બેન્ડનું નામ પડે એટલે સામાન્ય રીતે આપણા દિમાગમાં સ્ટેજ પરની રંગીન લાઈટો વચ્ચે ચળકતાં કપડાં, વધેલી દાઢી અને લાંબા વાળ સાથે ડ્રમ કે ગિટાર હાથમાં લઈને વગાડતાં યુવાનોનું કોઈ ગૃપ ઝળકી ઊઠે, પણ પીપીઈ કિટ પહેરીને કોઈ મ્યુઝિક બેન્ડ કોરોના વૉર્ડમાં, કોરોનાના દર્દીઓ વચ્ચે પરફોર્મન્સ આપતું હોય તેવું તમે સાંભળ્યું છે? જો ના, તો વાંચો આગળ..
જરા થોભો, જરા સોચો
થશે તે સારું થશે. આવતી કાલ સારી હશે. જો થવાનું હશે તો કાલે નહીં તો પરમ દિવસે થશે જ એટલે આજે એની ચિંતા ના કરો. ઉપરવાળો બધું સારું કરશે. દુઃખ પછી સુખ આવે જ છે. બધાં દિવસો એક સમાન નથી આવતા. એતદ અપિ ગમિષ્યતિ અર્થાત્ યે વક્ત ભી ગુજર જાયેગા. અંત ભલા તો સબ ભલા.
૨૦૨૦-લગ્નસમારંભની ગાઇડલાઇન, કહીં ખુશી..કહીં ગમ..
દિવાળી પછી શરૂ થતાં લગ્નગાળામાં અનેક લગ્નસમારંભો યોજાવાના હતા, પરંતુ જે પ્રમાણે નવરાત્રી બાદ લોકો ઓચિંતા જ શોપિંગ, મજામસ્તીમાં નિકળી પડ્યા. તેના કારણે થઈને એકવાર ફરી કોવિડ–૧૯ની સ્થિતિ ગંભીર બની અને નાછૂટકે સરકારે લગ્નસમારંભો માટે ગાઇડલાઇન રજૂ કરવી પડી. લોકોના હિતમાં લેવાયેલા નિર્ણયથી લગ્નસમારંભનું આયોજન કરનારા ઇવેન્ટ મેનેજમેન્ટથી લઈને જેમના પરિવારમાં લગ્ન હતાં કે છે તે લોકો અને જેમણે લગ્નનાં સ્વપ્ન જોયા એવા વરવધૂ પર પણ આ ગાઇડલાઇનની અસર થઈ છે.
સુરક્ષા અને સાદગી સાથે મંગલ પરિણય
વર્ષ ૨૦૨૦ પહેલાંના લગ્નસમારંભનાં દૃશ્ય : ભવ્યાતિભવ્ય ડેકોરેશન, નજર પહોંચે નહીં એટલે દૂર સુધી નવી-નવી અને વૈવિધ્યપૂર્ણ વાનગીઓના રસથાળ સાથેના હારબંધ કાઉન્ટર, મોંઘા અને ભારે કહી શકાય એવા પરિધાનમાં સજ્જ આમંત્રિતોની ભીડ, પાંચસોથી લઈને પાંચ હજાર સુધીના મહેમાનોની ભીડ અને બેન્ડવાજાં સાથે મસ્તીના તાલે ઝૂમતા જાનૈયાઓ. ઓહોહો.… બિગ બજેટ વેડિંગ.વર્ષ ૨૦૨૦ના લગ્નસમારંભનાં દૃશ્ય : બિગ બજેટ નહીં, પણ બજેટ વેડિંગ અને તે પણ સો આમંત્રિતોની ઉપસ્થિતિમાં. કોઈ જ વરઘોડો નહીં, જાન આગમનમાં ફટાકડાનો શોરબકોર નહીં, મર્યાદિત એટલે કે સો કે તેનાથી ઓછી વ્યક્તિઓની હાજરીમાં લગ્નનું આયોજન. બિનજરૂરી દેખાડો નહીં કે જમણવારમાં બિનજરૂરી બગાડ નહીં. વાનગીઓનાં કાઉન્ટરની સાથે માસ્ક અને સેનેટાઇઝરના વિતરણનું એક અલાયદું કાઉન્ટર.