CATEGORIES
Categorías
નવા સીમાંકનથી બનીનું પર્યાવરણ અસંતુલિત થવાની ભીતિ
રક્ષિત જંગલ એવા બન્નીમાં થયેલાં ખેતીરૂપી દબાણો દૂર કરવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દબાણોવાળી જગ્યાની હદ નક્કી કરવાનો આદેશ આપતા રાજ્ય સરકારે નવું સીમાંકન કર્યું છે. જેને મંજૂરી માટે ટ્રિબ્યુનલમાં રજૂ કરાયું છે. જોકે નવા સીમાંકનના કારણે બન્નીના મૂળ હદમાંની પાણીના કુદરતી વહેણની જમીનની કપાત થાય છે. કપાત થયેલી જમીન રક્ષિત વનના બદલે મહેસૂલ ખાતા હસ્તકની બની જશે. ભવિષ્યમાં આ જગ્યા પર ઉદ્યોગો આવશે તો વહેણમાં અવરોધ ઊભો થશે અને તેના પરિણામે ખારું પાણી બન્નીમાં ફેલાશે. જેથી જમીનની ખારાશ વધશે. તેથી અહીંના ઘાસની ગુણવત્તા ખરાબ થશે. તેની અસર તૃણાહારી, માંસાહારી પ્રાણીઓ અને પક્ષીઓ પર થશે.
ધ કારગિલ ગર્લ: વિવાદ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ
ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ ફિલ્મ કોરના મહામારીને કારણે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ.
જીએસટી : કેન્દ્ર સરકાર જવાબદારીમાંથી છટકી શકે નહીં
કોરોનાની મહામારીએ સર્જેલી અનેક સમસ્યાઓમાં સૌથી ગંભીર સમસ્યા આર્થિક ક્ષેત્રની છે.
બંદિશ બેન્ડિટ : કટયાર કળઝાત ઘુસ્લીની ફોર્મ્યુલા
હવે બીજી સિઝનમાં શું આવે એ રાહ જોવાની ..! લાગે છે કે બીજી સિઝનમાં પંડિતજીનો ભૂતકાળ ખોતરશે એક તરફ અને બીજી તરફ ત્રીજી પેઢીના રોમાન્સ આગળ જશે..!!
પશ્ચિમી નૌકર્મીના પૂર્વનિયમો
આપણે ધરા પર સુરક્ષિત જીવી ધારણાથી કવિતા કરવાની છે. નાવિકની મથામણ ડૂબતી નાવડીમાં માન્યતા વડે તરવાની છે
હાથમાં આવેલો મોકો
કોઈ વાર એમની 'માથું ભારે છે'ની ફરિયાદ હોય. હવે ભઈ માથું છે, એટલે કોઈ વાર ભારે થાય ને કોઈ વાર હલકુંય થાય, એમાં શું રડવાનું? અમારા કેસમાં એવું નહીં
અમેરિકા! અમેરિકા!!
અમેરિકાનો 'ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ' જેમને અમેરિકામાં કાયમ રહેવા જવું હોય તેઓ 'ઇમિગ્રન્ટ વિઝા' કેવી રીતે મેળવી શકે એ દર્શાવે છે
જ્ઞાનયજ્ઞ નામે પરિચય પુસ્તિકા
જ્ઞાનનું સર્જન અને એનું વિતરણ એ માણસ જાતનું ગૌરવપ્રદ કાર્ય રહ્યું છે. આપણી સદી ટેક્નોલોજીની કહેવાય છે, પરંતુ ટેકનોલોજી પણ તાંત્રિક જ્ઞાન-વિજ્ઞાન છે.
જાગો દેવી, તમે જાગો, દુર્ગા જાગો...
પિતૃપક્ષ અને દેવીપક્ષની સંધિક્ષણ એટલે મહાલાયા, દુર્ગાની મૂર્તિને અંતિમ સ્પર્શ અપાતો હોય, ચક્ષુ સજાવટ થતી હોય, આકાશમાં અંધારું હોય, ચાર વાગે અને રેડિયો પર “જાગો દુર્ગા, દશપ્રહરધારિણી “ગુંજે.
MSME સેક્ટરની મૂંઝવણ : તેજીની રાહ જોવી, કે નવેસરથી મચી પડવું?
કૉરોના વાઇરસના રોગચાળાએ સૌથી વધુ કોઈ સેક્ટરને ફટકો પહોંચાડ્યો હોય તો તે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમો છે. દેશની કરોડરજ્જુ ગણાતાં આ ક્ષેત્ર માટે વડાપ્રધાને આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત સારી એવી રાહતો જાહેર કરી હતી. છતાં ગુજરાતમાં ઊંચી પડતર, માગનો અભાવ, નિશ્ચિત ખર્ચ અને મર્યાદિત મૂડી જેવા કારણોસર આ ઉદ્યોગોએ પોતાનું ગણિત નવેસરથી માંડવાનો વખત આવ્યો છે.
પત્રમાં હસ્તાક્ષર કરનારા નેતાઓ અળખામણા બન્યા
૧૫ ઑગસ્ટના સ્વાતંત્ર્ય દિને કોંગ્રેસની ઑફિસે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં પણ, પક્ષમાં પ્રવર્તતા એડહોકીઝમ એટલે કે તદર્થવાદનાં દર્શન થયા.
મેઘાણીની પગદંડી પર...
આ સ્થાનો ઝવેરચંદ મેઘાણીની સાહિત્ય અને પત્રકારત્વની જીવનયાત્રાનાં ત્રણ મોટા અને યાદગાર સ્થાનો છે.
પ્રણવ મુખરજી: વિચક્ષણ રાજનીતિજ્ઞ
ભારતીય રાજકારણમાં અત્યંત જૂજ ગણાય તેવા મુત્સદ્દી મહાનુભાવોમાંના એક પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની ચિર વિદાયે રાજનીતિમાં જે અવકાશ સર્યો છે એ પુરી શકાય તેવો નથી.
મારો ગુરસો તમે જોયો નથી !
અરેરે આ હું કઈરુ? હારો ને હારો ગ્લાસ ફોડી કાઈળો? એટલી બધી હું ઉતાવર પણ? ધીરેથી ની લેવાતો ઉતો? ને કાચના ગ્લાસમાં જ પાણી પીવું જોઈએ કે? બીજા ગ્લાસ નીં દેખાયા તને?
મેઘાણી ઈ મેઘાણી બાપ, મેઘાણી કાંઈ થાવો છે?
કોઈ ગીરકાંઠાના ખોરડે મધરાતે કાઠી ગરાસિયાના ફળિયામાં ખાટલા ઢાળીને મેઘાણી બેઠા હશે, ત્યારે એ ખાનદાન ખોરડાની લાજવંતી કાઠિયાણી પુત્રવધૂ આઘેરાક ઓસરીની કોરે મરજાદ જાળવવા વિમુખ બેસીને ઘૂમટો તાણીને લગનનાં ગીત લલકારતી હશે ને મેઘાણી એની ફાઉન્ટન પેનથી ઉતારતા જતા હશે.
જેને પોતાનો સ્વધર્મ સૂઝી ગયો છે
લિ. હું આવું છું.' સહી કરવાની આય તે રીતે હશે? અને ક્યાં “આવું છું?
ઢેલીઆઈની આંખમાંથી મેઘાણીની તસવીર પીધી!
ધોળાં ધોળાં લૂગડાંમાં મોટી-મોટી આંખો નીચી ઢાળીને મારે આંગણે ઈ ઊભા હતા. જોતાં જ આવકાર દેવાનું મન થાય એવો માણસ!
જય સિયારામ
ધર્મગુરુઓ અને ધાર્મિક સંસ્થામાં કાર્ય કરતી વ્યક્તિઓ જો પરિણીત હોય, એમનાં સંતાનો હોય અને તેઓ જો ઇરછે તો એમને પણ અમેરિકામાં રહેવા માટે આર-૨ વિઝા અપાય છે
વેવિશાળ : પરિણીત પ્રેમનો મર્મ
મેઘાણીએ સુખલાલના નિર્ધન પણ પ્રેમ ભૂખ્યા પરિવારનો ઉપયોગ ખૂબ જ યુક્તિપૂર્વક સુશીલાના મનોભાવોના સુભગ પરિવર્તન માટે કર્યો છે
હું તો ચારણોનો ટપાલી છું
અમો ચારણો પર શ્રી મેઘાણીના અનંત ઉપકાર છે. ચારણ કોણ, કેવો હોય, એના જીવનની ટેક ને જીવતર કેવાં હોય, એની સાચી છબી એણે ખેંચી.
કસૂરઃ ધ મિસ્ટેક
બે વર્ષ પહેલાં આવેલી એક ડેનિશ ક્રાઇમ થ્રિલર હ્મિનું લેખિકા સંધ્યા ગોખલેએ કસૂરઃ ધ મિસ્ટેક નામના હિન્દી ડ્રામામાં રૂપાંતરણ કર્યું છે.
ગ ગણેશનો ગ
ગણેશ પ્રસન્ન ના થાય તો માનસ કામચોર કે આળસુ થાય. પ્રમાદી કે વિલાસી થાય. ત્રિગુણમાંથી તમસનો ગુણ પ્રભાવી બને. સત્વ 'ને જસ પર તમસની પ્રભાવી અસર રહે
કસુંબલ રંગના કવિ મેઘાણી
ભારતને સ્વાતંત્ર્ય મળ્યું પંદર ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે.
અમોલ પાલેકર અને સંધ્યા ગોખલો: બેલડીનો રંગમંચ અનુભવ
પચ્ચીસ વર્ષ બાદ આલા દરજ્જાના અભિનેતા અમોલ પાલેકર રંગમંચ પર કસૂર નાટક લઇને ઉપસ્થિત થયા. ફિલ્મોમાં પોતાના અભિનય દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરનારા આ અભિનેતાનો નાટકનો અનુભવ અને લેખિકા સંધ્યા ગોખલેનો એક્સક્લઝિવ ઇન્ટરવ્યુ 'અભિયાન'ના વાચકો સમક્ષ પ્રસ્તુત છે.
ફ્લાવર ડેકોરેશનમાં રસ છે તો ફ્લોરલ ડિઝાઇનર બનવાનો શ્રેષ્ઠ સમય
ફલોરલ ડિઝાઇન સૌને ગમતો વિષય કહી શકાય, કારણ કે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે ફૂલોની સુગંધથી દૂર રહી શકે. એમ કહી શકાય કે અન્ય વસ્તુઓની જેમ જ ફલાવર્સ વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ છે અને જો તમને સાજ-સજાવટ અને ફૂલો સાથે પ્રેમ હોય તો તમે ફલાવર્સ ડિઝાઇન ક્ષેત્રે કારકિર્દી બનાવી શકો છો.
અધિકાર અને આરાધનાની દુર્ગાપૂજા!
કોલકાતામાં દુર્ગાપૂજાના આયોજનમાં પણ વિવિધતા છે, જૂના જમીનદારોના ઘરમાં પૂર્વ રાજાની રાજબાડીની પૂજા, ક્લબો અને મંડલોની મેદાન, તળાવ કે રસ્તા વચ્ચે વિશાળ પંડાલોમાં ધામધૂમ સાથે યોજાતી પૂજા, સોસાયટીઓમાં નિવાસીઓ દ્વારા યોજાતી અને ફક્ત મહિલાઓ દ્વારા જ સંચાલિત પૂજાઓમાં ચાર દિવસ અને રાત ઢોલ-ત્રાંસા અને આરતીના ડંકા વાગે છે. એક પૂજા એવી પણ છે જ્યાં શક્તિની દેવી દુર્ગાની સાર્વજનિક પૂજા સમાજથી વિખૂટી પડી ગયેલી દેહવ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતી નારીઓ કરે છે.
મહેંદી મહિલાઓનો આત્મવિશ્વાસ વધારે છે
મહિલાઓ અનેક મુશ્કેલીઓ સામે ઝઝૂમતી હોય છે. બાળકો, પતિ, પરિવાર દરેકની ચિંતાનો ભાર તેના માથે હોય છે. માટે એમ કહી શકાય કે સૌથી વધુ તણાવનો ભોગ મહિલાઓ જ બને છે. હાલની સ્થિતિમાં અનેક જવાબદારી સાથે પોતાને પણ તણાવ મુક્ત રાખવા મહિલાઓએ મહેંદીનો સહારો લીધો છે.
કચ્છના વિધાર્થીઓની સુવિધા છીનવાઈ
વર્ષ ૨૦૦૭ પહેલાં કચ્છના વિદ્યાર્થીઓને ઉચ્ચભ્યાસ માટે અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું.
અમિત શાહ ખાનગી હોસ્પિટલમાં કેમ દાખલ થયા હતા?
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સારવાર માટે ગુરગાંવની મેદાતા હૉસ્પિટલમાંથી દિલ્હીની એઇમ્સમાં તબદીલ થયા એ અંગે દિલ્હીમાં અટકળો અને અનુમાનનો દૌર ચાલ્યો.
-અને મેઘાણીએ રિવોલ્વર કાઢી....
૧૯૨૯ની સાલ અને ફેબ્રુઆરીથી એપ્રિલના એક મહિના હતા. વસવાટ હતો ભાવનગરમાં. મુંબઈની જ્ઞાનપ્રસારક મંડળીના આશ્રયે પખવાડિયે એક્કેક એવાં છ વ્યાખ્યાનોનું સત્ર મળ્યું હતું. દર વ્યાખ્યાને ભાવનગરથી મુંબઈ જતો. કાવસજી જહાંગીર હૉલમાં શ્રોતાસમૂહ ચિકાર રહેતો. પ્રમુખસ્થાને બેસતા સર જીવણજી મોદી.