CATEGORIES
Categorías
ભારતમાં કોરોના વેક્સિનની અછત કેમ સર્જાઈ?
લગભગ એક વર્ષ પહેલાં આપણે વિશ્વને કોરોનાની વેક્સિન આપનાર દેશ તરીકે ઊભરી આવ્યા હતા, પરંતુ આજે હવે એકાએક આપણા જાણવામાં આવ્યું કે આપણે ત્યાં વેક્સિનની ભારે અછત છે.
કેમ અને ક્યારે જીવનનું સંગીત ફરી ગુંજશે?
ચૂંટણી અને તેનાં પરિણામો પછી બધા સવાલોના જવાબો આપોઆપ મળતાં નથી, કારણ અને તારણ વચ્ચે લોકોની જિંદગી અટવાઈ જાય છે. સવાલો ખેંચાઈ રહ્યા છે. લોકોની મૂંઝવણનો ઉકેલ મળતો નથી. કોલકાતાની પોતાની એક સાંસ્કૃતિક લયબદ્ધતા હતી. શિક્ષણ, સંસ્કૃતિ અને સાંસ્કૃતિક પરંપરા માટે જાણીતી ભૂમિ એકદમ શાંત છે! મધુર ગીત-સંગીતના ગુંજનની બદલે ક્રૂર દશ્યો જોવા મળે છે.
અન આપતી ભૂમિ પોતે જ માગે છે સુપોષણ
ભૂમિને માતા માનનારી સંસ્કૃતિના ધરતીપુત્રોએ વધુ ઉત્પાદનની લાલસામાં ધરતીને પોષણ આપીને તેની પાસેથી વળતર મેળવવાના બદલે દાયકાઓથી તેનું શોષણ જ કર્યું છે. જેના કારણે અત્યારે ભલે ઉત્પાદન વધુ મળતું હોય, પરંતુ તેમાં પોષણ મૂલ્યો ઘટી ગયા છે. હવે ફરી વખત ગાય આધારિત ખેતી કરીને જમીનને જરૂરી પોષણ આપવાની જરૂર ઊભી થઈ છે. ખેડૂતો અને સામાન્ય લોકો જમીનને પોષણ આપવાની જરૂરિયાત સમજે તે માટે અક્ષય કૃષિ પરિવાર દ્વારા દેશભરમાં જમીન પોષણ અને સંરક્ષણ માટે રાષ્ટ્રીય કક્ષાનું અભિયાન શરૂ કરાયું છે.
રાષ્ટ્રીય રાજકારણની તાસીર હવે બદલાશે?
પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામોએ રાષ્ટ્રીય રાજકારણમાં હલચલ જગાવી છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસના અભૂતપૂર્વ વિજયે તમામ વિપક્ષી નેતાઓને એક વાતની પ્રતીતિ કરાવી છે કે નરેન્દ્ર મોદી અમિત શાહની જોડી અજેય નથી, તેમને પરાસ્ત કરી શકાય છે.
મમતા બેનરજીનું પશ્ચિમ બંગાળ! રમત રમતમાં રસ્તો સાફ!
પેટ અને પેટીમાં અકબંધ સવાલોના જવાબો હવે બહાર આવી ગયા છે. સ્પષ્ટ જનમત આવ્યો છે. લોકોએ મમતા બેનરજી અને તેમના પક્ષ તૃણમૂલ કોંગ્રેસને ફરી સત્તાની ચાવી સોંપી છે.
નકશા બનાવવાની સુંદર કલા તમારી કારકિર્દીને બનાવશે નક્શીદાર
યુવાનો પોતાની કારકિર્દીને લઈને ઘણા ગંભીર હોય છે. તેમાં ખાસ કરીને જો પોતાની મનપસંદ કારકિર્દી બનાવવાનો ચાન્સ મળે તો યુવાનો માટે કામ કરવાની ખુશી બમણી થઈ જતી હોય છે. આવું જ એક કરિયર છે કાર્ટોગ્રાફી (નશા બનાવવાની કલા) અથવા એમ પણ કહી શકાય કે નકશા બનાવવાનું કાર્ય. જો તમે ચિત્રકળામાં કુશળ છો તો આ ફિલ્ડમાં કારકિર્દી બનાવી શકો છો.
પશુપાલન આર્થિક સમૃદ્ધિનો ઉધોગ બન્યો
કચ્છમાં વશપરંપરાગત પશુપાલકો ઉપરાંત બીજા લોકો પણ પશુપાલનમાં જોડાઈને આધુનિક ઢબે પશુઓને ઉછેરી રહ્યા છે. યુવાનો પણ આ વ્યવસાય તરફ આકર્ષાઈ રહ્યા છે. પહેલા વિચરતું જીવન ગાળનારા પશુપાલકોના જીવનમાં હવે સ્થિરતા આવવાથી શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે.
રાખનાં રમકડાં: ફ્રી-વિલ અને ડેટર્મિનિઝમ
‘રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે...” શ્રી અવિનાશ વ્યાસની આ સુંદર પંક્તિઓ આપણે ઘણીવાર સાંભળી છે. માણસ નામે રમકડાને રમતા રાખે છે શ્રીરામ.
પ.બંગાળમાં ચૂંટણી પછીની રાજકીય હિંસાખોરી અટકાવો
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયા પછી નવી સરકારની રચનાની આગળની પ્રક્રિયાઓ ચાલી રહી છે.
સચિંગ ફોર શીલા: ફિલ્મ નહીં, વ્યક્તિ વધારે ચર્ચાસ્પદ
ભગવાન રજનીશના પર્સનલ આસિસ્ટન્ટ અને નિકટતમ અનુયાયી મા આનંદશીલાના જીવન પર આધારિત શોર્ટ ફિલ્મ સર્ચિંગ ફોર શીલા હાલમાં ચર્ચામાં છે. ચર્ચાનું કારણ ફિલ્મના સારાં-નબળાં પાસાં નહીં, પણ મા આનંદશીલા પોતે છે.
મમતા અને કર્તવ્યની મિસાલ
'માંગ લું યે મન્નત કે ફીર યહી જહાં મિલે, ફિર વહી ગોદ..ફિર વહી માં મિલે' મધર્સ ડે-વર્ષમાં આવતો એક એવો દિવસ જેમાં આપણે માતાને કહીએ છીએ કે-મા તું ના હોત તો હું ના હોત, પરંતુ આ વર્ષે કોરોનાના કહેરના કારણે એવાં અસંખ્ય બાળકો જે પોતાની માતાથી દૂર છે, તેમને સાચવી રહી છે એવી માતાઓ જે પોતાનાં સંતાનોથી દૂર છે. ૮ મે ના રોજ ઉજવાઇ રહેલા મધર્સ ડે પર અમે એવી માતાઓને નતમસ્તક છીએ જે આ કપરા કાળમાં પોતાની ફરજની સાથે મમતાભર્યા સ્પર્શનો અનુભવ કરાવે છે.
પ.બંગાળની માટી સાથે જોડાયેલાં મહિલા મુખ્યમંત્રી : મમતા બેનરજી
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ તૃણમૂલ કોંગ્રેસની સર્વેસર્વા મમતા બેનર્જીએ આ પંક્તિઓ એક ચૂંટણી મુલાકાત દરમિયાન સંભળાવી હતી અને કહ્યું હતું કે હું સ્ટ્રીટ ફાઇટર છું. રોજ લડું છું. તેથી આ ચૂંટણી પણ મારા માટે સામાન્ય જ છે. રોજ એક નવા દિવસની લડાઈ જેવી જ આ લડાઈ છે, જેમાં મારી જીત થશે.
જીવનનો અર્થ શોધતું પુસ્તક
તર્ક, બુદ્ધિ 'ને જ્ઞાન હોય એ જ જીવી રહ્યું છે એવું નથી
ક્યાંક ધરમૂળથી પરિવર્તન, ક્યાંક ઐતિહાસિક પુનરાવર્તન...
દક્ષિણનાં ત્રણ રાજ્યો – કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અનુક્રમે લેફટ, ડીએમકે અને ભાજપાને સ્પષ્ટ બહુમત આપીને, આ પક્ષોની સરકાર જે-તે રાજ્યમાં રચાય એવો જનાદેશ નાગરિકોએ આપ્યો છે. કેરળના ૪૦ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ સરકારની ફરીથી, સતત બીજી ટર્મમાં સત્તાવાપસી થઈ છે અને એ રીતે મુખ્યમંત્રી પિનરાઈ વિજયને એક નવો વિક્રમ સર્યો છે. જ્યારે એમ. કરુણાનિધિ અને જયલલિતાનાં અવસાન પછી સૌ પહેલીવાર યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીમાં સ્ટાલિનના નેતૃત્વમાં સત્તાધારી એઆઈડીએમકેની સત્તાની ઊલટફેર કરીને ડીએમકે વર્ષો પછી સત્તામાં પહોંચી છે. પુડુચેરીમાં કોંગ્રેસને સત્તાસ્થાનેથી પદય્યત કરીને પહેલીવાર ભાજપાએ ઐતિહાસિક અને સ્પષ્ટ બહુમત મેળવ્યો છે.
સુપ્રભાત, હસવું 'ને ગુડ નાઇટ
કવિડ વૈશ્વિક મહામારી છે એવું વિશ્વ આરોગ્ય સંઘે એક વર્ષ ઉપરાંત જાહેર કર્યું એ પછી તેની આપણા પર શું અસર થઈ એ વિષય પર ભવિષ્યમાં લોકો ડૉક્ટરેટ કરશે. કોવિડ શબ્દને પાયામાં રાખીને કોવિડિફાઈ, કોવિડિશ્યસ, કોવિડિસ્ટિક જેવા અવનવા શબ્દ જન્મશે. કોરોના લોકબોલીમાં વણાઈ જશે. કોરોનાને સાંકળીને સમયસર વાર્તા ના લખી શકનારા વાર્તા લખશે અને ભલું હશે તો રિયલ મુશાયરામાં કોરોના કોઈ રદીફમાં ચમકી જશે. કોવિડ રોગ ગાયબ થઈ જશે પછી તો ફિલ્મની કોમેડી ”ને ટ્રેનમાં પરિશ્રમ કરતાં સેલ્સમેનની વાણીમાં પ્રગટશે અને લોકો બિનધાસ્ત દાંત કાઢશે.
હવે ચૂંટણી પંચ સામે પણ અદાલત લાલ આંખ કરે છે
જાહેર હિતની બાબતોમાં અદાલતોની વધુ પડતી સક્રિયતા ક્યારેક ટીકાને પાત્ર બનતી હતી, પરંતુ આજકાલ કોરોના સંકટની સ્થિતિમાં કેટલાંક રાજ્યોની વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકાર તેમ જ કેન્દ્ર સરકારના અને ચૂંટણી પંચના કાન ખેંચવાનું શરૂ કર્યું એ લોકોને ગમતી વાત છે. અદાલત લોકોના મનની વાતનો પડઘો પાડે છે અથવા લોકોની વેદનાને વાચા આપે છે એવું લોકો અનુભવી રહ્યા છે. આ બાબત કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમ જ ચૂંટણી પંચની નિષ્ફળતા અને નબળાઈને ઉજાગર કરે છે. ચૂંટણી પંચ મદ્રાસ હાઈકોર્ટની ઝપટે ચઢી ગયું એટલે એકાએક તેને ભાન થયું અને ચૂંટણી પરિણામો વખતે વિજય સરઘસ અને ઉજવણી પર પ્રતિબંધ ફરમાવી દીધો. ચૂંટણી પંચ રાજકીય પક્ષોની પ્રચાર સભા અને રેલીઓની બાબતમાં પણ આવા આદેશ આપી શક્યું હોત, પરંતુ એમ થઈ શક્યું નહીં અને હવે ચૂંટણીગ્રસ્ત રાજયોમાં કોરોનાની સુનામી શરૂ થઈ છે.
હવે નાળિયેર પાણી પણ ઝેરી
નાળિયેરનું ઉત્પાદન વધારવા અને સફેદ માખીનો ઉપદ્રવ ટાળવા વપરાતા જંતુનાશક રસાયણના ઝેરી અંશો નાળિયેર પાણીમાં મળ્યા છે. કચ્છ યુનિ.ના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા સંશોધન કરીને ઝેરી તત્ત્વો ધરાવતા નાળિયેર અલગ પાડતું રિએજન્ટ વિકસાવાયું છે. તેનું મોટા પાયે ઉત્પાદન કરીને તે બજારમાં મૂકવા માટે પણ પ્રયાસો થઈ રહ્યા છે.
સિનેમાઃ સ્વપ્નસૃષ્ટિનું સર્જનહાર!
મનુષ્યના મનને મળેલી મૂલ્યવાન ભેટ એટલે ઇમેજિનેશન, બોલે તો કલ્પનાશક્તિ! મનુષ્ય પૂર્ણ જીવવાનો કેટલો સમયગાળો ખુલ્લી અને બંધ આંખે કલ્પનાવિહારમાં વિતાવતો હશે એ સંશોધનનો વિષય. બંધ આંખે અભાન અવસ્થાની કલ્પના અર્થાત સ્વપ્નની ભેટ પણ આપણને મળી છે. જયારે ખુલ્લી આંખે સ્વપ્ન જોવાનો વૈભવ પણ કલ્પનાશીલ મનુષ્યો ભોગવતાં હોય છે. જેમની કલ્પનાની પાંખો સબળ નથી એવા મનુષ્યો માટે ખુલ્લી આંખે સ્વપ્ન જોવાનું, વાસ્તવિક સંસારથી અળગા થઈને હાલતાં-ચાલતાં ચિત્રોના વિશ્વમાં વહી જવાનું માધ્યમ છે સિનેમા! એનો જાદુ એટલો શક્તિશાળી છે કે એ જોનારને વિધવિધ રંગોથી ભરેલી અસલ દુનિયાના અર્થો ભૂલાવી પણ દે અને એ જ સિનેમા ફક્ત બે પરિમાણ ધરાવતા પડદા પર ભજવાતાં દશ્યોથી બહુપરિમાણી જગતની નક્કર વાસ્તવિકતાથી રૂબરૂ પણ કરાવી દે!
ક્લાસથી માસ સુધીનું અંતર કાપી લોકપ્રિયતા મેળવનાર રજનીકાંત
ના ગોરો વાન, ઇનફેક્ટ ઘઉંવર્ણો પણ ન કહી શકાય એવો રંગ, આજકાલ અભિનેતા બનવા માટે જરૂરી જે શારીરિક ઊંચાઈની જે બોલબાલા છે એવી કોઈ ઊંચાઈ પણ નહીં, કોઈ બૅકસ્ટેજ ગોડફાધર પણ નહીં દેખાવમાં સામાન્ય દેખાતો આ માણસા પિસ્તાળીસ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં, દેશના દરેક ખૂણે વસતા દર્શકોના દિલ પર રાજ કરે છે. આ હીરો એટલે રજનીકાંત.
ગંગુબાઈ કાઠિયાવાડી આખરે વિવાદ શાનો છે?
ક્યારેક એવું લાગે છે કે વિવાદનું બીજું નામ સંજય લીલા ભણશાલી છે. રામલીલા હોય, બાજીરાવ-મસ્તાની હોય કે પછી પદ્માવત હોય – ભણશાલી લ્મિો વિવાદ ઊભો ન કરે તો જ નવાઈ. અમુક લ્મિ પંડિતોને તો એવું લાગે છે કે ભણશાલી ફિલ્મના માર્કેટિંગ અને પ્રમોશન માટે કેટલીકવાર વિવાદને જોર આપવાનું કામ કરે છે. યુ નો પબ્લિસિટી સ્ટન્ટ. ભણશાલી હવે તેમની નવી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી લઈને આવી રહ્યા છે. લ્મિમાં ગંગુબાઈનું કિરદાર આલિયા ભટ્ટે નિભાવ્યું છે. સાઠના દશકની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ વિવાદમાં સપડાઈ છે. વાત એમ છે કે આ હ્મિ મુંબઈના માફિયા ક્વીન નામના પુસ્તક પર આધારિત છે. હુરીન ઝાઇદીના આ પુસ્તકમાં મુંબઈના કમાટીપુરા વિસ્તારની જાણીતી મહિલા ગંગુબાઈ કાઠિયાવાડીના જીવન પર આધારિત છે. કમાટીપુરા વિસ્તાર રેડ લાઇટ વિરતાર છે. વેશ્યાગૃહો ત્યાં આવેલાં છે.
વી નીડ : ભારતીય સોશિયલ મીડિયા
સમાજ બન્યો એ પછી મીડિયા બન્યું એવું આપણને લાગે છે. થોમસ કાર્લાઇલ પ્રેસ માટે જે ચોથી જાગીર શબ્દ વપરાતો થયો તેનો શ્રેય એડમંડ બર્કને આપે છે.
ચટણીનું ચટાકેદાર ચક્ર
ચટણીનું ચટાકેદાર ચક્ર
કોંગ્રેસને સ્વબળે આગળ લાવવાની ઇચ્છા છે: નાના પટોળે
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોળેએ જયારથી અધ્યક્ષપદની જવાબદારી સંભાળી છે ત્યારથી મુંબઈમાં કોંગ્રેસ પાર્ટી કોઈ ને કોઈ કારણસર ચર્ચામાં રહેતી આવી છે. નાના પટોળે કોંગ્રેસને નંબર વન પાર્ટી બનાવવા માગે છે.
કરચ્છમાં પક્ષીઓનું સ્વર્ગ છારીઢંઢ
ગુજરાતના સૌપ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ છારીઢંઢને રામસર સાઇટ જાહેર કરાય તો વૈજ્ઞાનિક પદ્ધતિથી વિકાસ થઈ શકે, પ્રવાસન વિકસી શકે અને સ્થાનિકોને રોજીરોટીની વધુ તકો પણ મળી શકે.
ઉત્તરાખંડની ભાજપ સરકારના નેતૃત્વ પરિવર્તનનો સંકેત શું?
રાજ્ય વિધાનસભામાં કોઈ એક પક્ષ કે ગઠબંધનની બહુમતી માત્રથી સ્થિર સરકારની ખાતરી મળી જતી નથી. રાજયનું નેતૃત્વ જો સૌને સાથે રાખીને ચાલવાની કુશળતા ધરાવતું ન હોય તો રાજકીય અસ્થિરતાનો ભોગ રાજયે બનવું પડે છે.
દર્દીઓ માટે દેવદૂતસમી હોસ્પિટલોમાં સર્જાતી હોનારતો
છેલ્લા કેટલાય મહિનાઓથી માત્ર મુંબઈ, અમદાવાદ, રાજકોટ સહિત સમગ્ર દેશમાં હૉસ્પિટલોમાં દુર્ઘટનાઓ આકાર લઈ રહી છે. દયદ્રાવક આ ઘટનાઓ કેટલીકવાર દર્દીઓને કટાણે મોતના મુખમાં ધકેલવા જવાબદાર બને છે, એવા સમયે તંત્રએ સજાગ બનવાની જરૂર છે. સાથે જ લોકોએ પણ કોરોના જેવી મહામારી સમયે સમજદારી બતાવવાની આવશ્યકતા છે.
કોરોનાના કપરા સમયમાં કર્તવ્યનિષ્ઠાને સમર્પિત છે તબીબો
કોરોના કાળમાં ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફ સપ્તાહ સુધી પોતાના પરિવારને મળવાનું તો દૂર, પણ તેમના ચહેરા નથી જોઈ શકતા. છતાં પરિવાર કહે છે કે આવા સમયે તું નહીં કરે તો કોણ કરશે. બસ, આ જ હૂંફ તેમને દરેક પરિસ્થિતિમાં કામ કરવાની શક્તિ આપે છે.
નાટકમાં રાજનીતિ કે રાજનીતિમાં નાટક?
ચૂંટણીની રસાકસી અને ખુરશી ખસકતી હોય તો ધાર્યા વગરનાં નાટક સર્જાય! સાધારણ સંજોગોમાં સમાજના વિવાદિત વિષય પર રંગભૂમિનાં સર્જકો અને કલાકારો કૂદી પડતાં હોય છે. આ દાયકાઓ પછી નોંધવા જેવું છે કે મંચ સાવ સૂના પડ્યા છે. દર્શકો વગર નાટક ભજવવું સંભવ નથી. વિવાદ ઘણા છે, પણ જાહેરમાં હવે સર્જકો અને કલાકારોનું દંભ પ્રદર્શન થતું નથી. અચરજની વાત છે, પણ બદલાતી રાજકીય પરિસ્થિતિમાં કેટલાંક મંચ પર ગરજતાં લોકોનું જાહેરમાં મૌન છે!
છ મહિલાઓએ બનાવી કોરોના ટેસ્ટિંગ કિટ
કોરોના મહામારીને પહોંચી વળવા જુદા જુદા લોકો પોતપોતાની રીતે સમાજમાં યોગદાન આપી રહ્યા છે. કેટલાંક ફરજના ભાગરુપે આપે છે તો કેટલાંક લોકો સ્વેચ્છાએ. આ બધાની વચ્ચે એવી કેટલીક મહિલાઓ છે જે પડદા પાછળ રહીને સમાજને મદદરુપ થવાનું કામ કરી રહી છે. વડોદરા જિલ્લાની છ મહિલાઓએ કર્યો છે, RT-PCR કિટ બનાવીને.
કોરોના સંકટ : યુદ્ધના ધોરણે કામ કરવામાં ગુનાહિત વિલંબ
જિરાત ગુજરા સહિત દેશભરમાં કોરોના સંક્રમણના બીજા વૈવની સુનામી ચાલી રહી છે. છેલ્લા એકાદ સપ્તાહથી કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર યુદ્ધના ધોરણે કામ કરતી હોય એવું દેખાય છે, પરંતુ એ પહેલાંના બે સપ્તાહ દરમિયાનની બેદરકારીએ પરિસ્થિતિ અનહદ રીતે વણસી ગઈ અથવા વણસવા દેવામાં આવી. સર્વોચ્ચ અદાલતે સુઓમોટો દ્વારા આ મુદ્દો હાથમાં લીધો ત્યારે કેન્દ્ર સરકાર એકાએક સફાળી જાગી અને પરિસ્થિતિની ગંભીરતાને લક્ષમાં લીધી. અન્યથા ત્યાં સુધી તો વડાપ્રધાન અને ગૃહપ્રધાન બંને પશ્ચિમ બંગાળ અને અન્ય ચાર રાજ્યોની ચૂંટણીમાં જ બધું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. દિવસના જે થોડા ઘણા કલાકો દિલ્હીમાં રોકાણ થતું હશે એ દરમિયાન રૂટિન કામોને નિપટાવવા સિવાય કોરોનાની દેશવ્યાપી ગંભીર સ્થિતિ પ્રત્યે જરા સરખું પણ ધ્યાન અપાયું હોય એમ જણાતું નથી.