CATEGORIES

તામિલનાડુની દ્રવિડ રાજનીતિમાં શશીકલાનો પુનઃ પ્રવેશ
ABHIYAAN

તામિલનાડુની દ્રવિડ રાજનીતિમાં શશીકલાનો પુનઃ પ્રવેશ

આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં ચાર વર્ષની સજા કાપીને મુક્ત થયેલાં શશીકલાએ તામિલનાડુના રાજકારણમાં ફરી સક્રિય થવાની જાહેરાત કરી છે. અન્નાડીએમકેના દિવંગત નેતા સુશ્રી જયલલિતાના અત્યંત નિકટ રહેલાં શશીકલા પોતાને જયલલિતાના અસલી રાજકીય વારસ ગણાવે છે અને આ મુદ્દે જ પક્ષમાં ભંગાણ સર્જાયું હતું.

time-read
1 min  |
February 20, 2021
સેનામાં જોડીવવા શું કરવું?
ABHIYAAN

સેનામાં જોડીવવા શું કરવું?

તેનામાં ભરતી થવું એ રમત વાત નથી એ વાત સાચી છે, પણ રોનામાં જોડાવું મુશ્કેલ પણ નથી એ વાત પણ એટલી જ ખરી છે. ઘણા યુવાનો સેનામાં જોડાવાનું સપનું જોતા હોય છે.

time-read
1 min  |
March 06, 2021
અવર મધર કાલી ૧
ABHIYAAN

અવર મધર કાલી ૧

માનવી માટે પરમ ચેતના ઇન્દ્રિયગમ્ય રહે તો કાલી છે તમામ ભેદ'ને ભાવથી પર જાય જીવ તો મા અકાલી છે

time-read
1 min  |
February 20, 2021
ફર્મી પેરડોક્સ : ક્યા હમ હી હમ હૈ પૂરી કાયનાત મેં?
ABHIYAAN

ફર્મી પેરડોક્સ : ક્યા હમ હી હમ હૈ પૂરી કાયનાત મેં?

પેરડોક્સ અર્થાત્ વિરોધાભાસ. “બે પરસ્પર વિરોધી બાબતોનું સમર્થન કરતું કથન” અથવા “સામાન્ય બુદ્ધિ કે સાદી સમજથી વિપરીત લાગે તેવું કથન.” ૧૯૩૮નું નોબેલ પ્રાઇઝ મેળવનાર ભૌતિકશાસ્ત્રી એત્રિકો ફર્મીના નામે વિખ્યાત ફર્મી પેરડોક્સ’ એક રસપ્રદ કથન છે.

time-read
1 min  |
February 27, 2021
“આંસુ” હવે મન જ નહીં, તનની હાલત પણ બયાન કરશે?
ABHIYAAN

“આંસુ” હવે મન જ નહીં, તનની હાલત પણ બયાન કરશે?

આંસુ આમ તો લાગણી સાથે જોડાયેલો વિષય છે. જેવી માણસની મનોસ્થિતિ, એવા આંસુના પ્રકારો એમ જ નથી પડ્યા હર્ષનાં આંસુ, શોકનાં આંસુ અને દંભીઓ માટે મગરનાં આંસુ” શબ્દ પ્રયોગ જાણીતો છે. ટૂંકમાં, વ્યક્તિનાં આંસુ તેની મનોસ્થિતિનો તાગ મેળવી આપતાં હતાં, પણ હવે એ દિવસ દૂર નથી જ્યારે માણસનાં આંસુ તેના મનની સાથે તનની તંદુરસ્તી પણ બતાવી આપે.

time-read
1 min  |
February 27, 2021
હવે છ મહાનગરોને પ્રતિભાવાન મેયર મળવા જોઈએ
ABHIYAAN

હવે છ મહાનગરોને પ્રતિભાવાન મેયર મળવા જોઈએ

ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો આવી ગયા છે.

time-read
1 min  |
March 06, 2021
સામાન્ય દેખાતો હાડકાંનો ખતરનાક રોગ : પેજેટ્સ ડિસીઝ
ABHIYAAN

સામાન્ય દેખાતો હાડકાંનો ખતરનાક રોગ : પેજેટ્સ ડિસીઝ

વ્યક્તિ ૩૦થી ૩૫ વર્ષની થાય ત્યારે ધીમે ધીમે હાડકામાં ઘસારો પડતો હોવાની વાત તો આપણે જાણી જ છીએ અને કદાચ તેથી જ કેલ્શિયમ વધુ પ્રમાણમાં લેવાની ભલામણ કરાતી હોય છે. હાડકાનાં ઘણા રોગો હોય છે. થોડા સમયથી ઓસ્ટિયોપોરોસિસ અને ઓસ્ટિયોઆર્થાઈટિસ વિષે લોકો સભાન બન્યા છે પરંતુ ૫૦ વર્ષની ઉંમર બાદ થતો પેજેટ્સ ડિસીઝ તેનાથી પણ વધુ ખતરનાક છે.

time-read
1 min  |
February 27, 2021
પેંગોંગ જ નહીં, દેપસાંગ પણ ખાલી થાય તે બહુ જરૂરી
ABHIYAAN

પેંગોંગ જ નહીં, દેપસાંગ પણ ખાલી થાય તે બહુ જરૂરી

પેંગોંગ લેકના સંદર્ભમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે લોકસભામાં જે નિવેદન આપ્યું તેની રાહ ઘણા લાંબા સમયથી જોવાઈ રહી હતી. સંરક્ષણ પ્રધાને દાવો કર્યો કે, ભારત અને ચીન વચ્ચે પોતપોતાની સેનાને પાછળ હટાવી લેવાના મુદ્દે સહમતી સધાઈ ગઈ છે.

time-read
1 min  |
February 27, 2021
પુરુષોમાં શુક્રાણુઓનું ઘટતું પ્રમાણ, સ્ત્રીઓની ઝીરો ફિગરની ઘેલછા ચિંતાજનક
ABHIYAAN

પુરુષોમાં શુક્રાણુઓનું ઘટતું પ્રમાણ, સ્ત્રીઓની ઝીરો ફિગરની ઘેલછા ચિંતાજનક

અલ્ટ્રા મોડર્ન બની રહેલા સમાજમાં હવે એક વિચિત્ર સમસ્યાએ સૌ કોઈને ચિંતિત કરી મુકયા છે. આ સમસ્યાનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે.

time-read
1 min  |
February 27, 2021
પુડુચેરી સરકારનું પતન રાજનીતિનો વિકૃત ચહેરો
ABHIYAAN

પુડુચેરી સરકારનું પતન રાજનીતિનો વિકૃત ચહેરો

અગાઉ પોંડીચેરી તરીકે ખ્યાત અને હવે પુડુચેરી તરીકે ઓળખાતા રાજયની સરકારનું વિધાનસભાની ચૂંટણીના માત્ર ત્રણ મહિના પહેલાં પતન થયું એ આશ્ચર્ય અને આઘાતજનક ઘટના છે.

time-read
1 min  |
March 06, 2021
જય જય અનંત અવિનાશી!
ABHIYAAN

જય જય અનંત અવિનાશી!

કોલકાતામાં સૌથી મોટું બજાર બડા બજાર નામે જાણીતું છે. તેનો વિસ્તાર એક નગર જેટલો છે. દરેક પ્રકારનાં જથ્થાબંધ બજારો અલીગલીથી નીકળી મોટા માર્ગો સુધી વિસ્તરેલાં છે. આ બજારનું નામ ભગવાન શિવના એક મંદિર પરથી પ્રચલિત થયું છે.

time-read
1 min  |
March 06, 2021
નેનો ટેકનોલોજી ૫ના અને હકીક્તને જોડતો સેતુ
ABHIYAAN

નેનો ટેકનોલોજી ૫ના અને હકીક્તને જોડતો સેતુ

ઈ.સ. પાંચથી પંદરમી સદી દરમિયાન, યુરોપના કેથેડ્રલની ઓળખસમા, સોનાની કણકીથી મઢેલા કાચ અને એક સમયે સીરિયાના દમાસ્કસમાં બનતી તલવારો વચ્ચે શું સામ્ય હશે? જવાબ છે : નેનો ટેક્નોલોજી. વિશિષ્ટ ભાત ધરાવતા પોલાદથી બનતી દમાસ્કસ તલવારો વિશે એવું કહેવાતું કે, એ વાળના પણ બે ઊભા કટકા કરી શકતી. સત્તરમી સદીમાં બનેલી આવી એક તલવારના ટુકડા પર અભ્યાસ કરતા કેટલાક જર્મન સંશોધકોને એની સપાટી પર સૂક્ષ્મ નેનો વાયર અને નેનો ટ્યૂબની હાજરી જોવા મળી હતી.

time-read
1 min  |
March 06, 2021
કચ્છની એકલનારીઓની શક્તિ : દીકરીઓને બનાવી ગૌરવવંતી
ABHIYAAN

કચ્છની એકલનારીઓની શક્તિ : દીકરીઓને બનાવી ગૌરવવંતી

નાનાં-નાનાં ગામડાંમાં રહેતી મહિલાઓએ આજે પણ સમાજનાં બંધનો પાળવા પડે છે. તેમાં પણ એકલનારી માટે તો સમાજ પહેરેદારનું કામ કરે છે. આવી સ્થિતિમાં કચ્છના અંતરિયાળ વિસ્તારનાં બે ગામડાંમાં રહેતી બે મહિલાઓએ વિપરીત પરિસ્થિતિમાં પોતાની દીકરીઓને પોલીસ અને બી.એસ.એફ.માં મોકલી.

time-read
1 min  |
February 27, 2021
ગુજરાત સાહિત્ય અકાદમી ભપતભાઈને આપશે અનોખી આદરાંજલિ
ABHIYAAN

ગુજરાત સાહિત્ય અકાદમી ભપતભાઈને આપશે અનોખી આદરાંજલિ

૧૯ ફેબ્રુઆરીએ સમભાવ મીડિયા ગ્રૂપના સ્થાપક દિવંગત ભૂપતભાઈ વડોદરિયાની ૯૨મી જન્મજયંતી છે, ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તેમને અનોખી અને યાદગાર સ્મરણાંજલિ આપવામાં આવનારી છે. ભૂપતભાઈના લાખો ચાહકો અને ગુજરાતના સાહિત્યપ્રેમીઓ માટે પણ આ બહુ રોમાંચક વાત છે.

time-read
1 min  |
February 27, 2021
ક્યારેક થોડા નાદાન બનાવામાં પણ મજા છે
ABHIYAAN

ક્યારેક થોડા નાદાન બનાવામાં પણ મજા છે

જિંદગી, ફિલ્મ નથી! એ વાસ્તવિકતા છે. કોઈ પણ પરિસ્થિતિમાં થોડો સમય માટે, તે પરિસ્થિતિને અનુરૂપ વલણ આવવું એ તદ્દન સ્વાભાવિક છે, પરંતુ તેની સાથે વળગી રહેવું એ ખોટું છે, પરંતુ એ પરિસ્થિતિમાંથી પોતાની જાતને સાચવી, સમજાવી બહાર કાઢવી એ સમજણ માગી લે, ધીરજ માગી લે એવું કામ છે.

time-read
1 min  |
March 06, 2021
અવર મધર કાલી ૨ મહાકાલીની ત્રણેય આંખો હંમેશ ખુલ્લી રહે છે
ABHIYAAN

અવર મધર કાલી ૨ મહાકાલીની ત્રણેય આંખો હંમેશ ખુલ્લી રહે છે

નામ અને રૂપ મનુષ્ય માટે નિર્ણાયક બાબત છે. ઈશ્વર એટલે કોણ કે શું એ બાયોડેટા મનુષ્યએ પોતાના માટે, પોતાની રીતે ને પોતે બનાવ્યો છે. એક વિશાળ હાથીના કોઈ એક જ અંગને પ્રચુર પરિશ્રમ કરીને માંડ સમજી શકેલો પંડિત સમજે છે કે એ સમસ્ત હાથીને જાણી ગયો છે. એમ વિભિન્ન વિદ્વાન વિભિન્ન અંગ પરથી હાથીનું મૂલ્યાંકન કરવા જાય છે.

time-read
1 min  |
February 27, 2021
અનુવાદ કચ્છી સાહિત્યને વિશ્વવ્યાપી બનાવવામાં મદદરૂપ
ABHIYAAN

અનુવાદ કચ્છી સાહિત્યને વિશ્વવ્યાપી બનાવવામાં મદદરૂપ

કચ્છી ભાષા સાહિત્ય સમૃદ્ધ છે. જોકે આ ભાષાનો વ્યાપ મર્યાદિત વિસ્તારમાં હોવાથી તેના સાહિત્યથી વિશ્વ અજાણ છે. અત્યારે ચાલી રહેલી અનુવાદની કામગીરીથી વિશ્વ કચ્છી સાહિત્યને ઓળખશે જ સાથે સાથે વિશ્વનું સુંદર સાહિત્ય કચ્છીમાં અવતરી શકશે.

time-read
1 min  |
March 06, 2021
ભગવતી ભારતી નમસ્તસ્યૈ...
ABHIYAAN

ભગવતી ભારતી નમસ્તસ્યૈ...

પશ્ચિમ બંગાળ સાંસ્કૃતિક ભૂમિ ગણાય છે તેનું એક કારણ એ છે કે દર વસંત પંચમી જેને શ્રી પંચમી પણ કહેવાય છે અહીં ધામધૂમથી સરસ્વતીની પૂજા થાય છે. જ્ઞાન, બુદ્ધિ, વિવેક, વિજ્ઞાન, કલા, સંગીતની દેવી મા સરસ્વતીની પૂજા ઘર, સ્કૂલ, કૉલેજ, કલાના વર્ગો, રંગમંચ, સુડિયો, પુસ્તકાલયો ઉપરાંત સાર્વજનિક મંડપોમાં થાય છે. બંગાળી ભાષામાં વિવેક છે.

time-read
1 min  |
February 20, 2021
ચમોલી હોનારત: આવી ઘટનાના બોધપાઠ કેમ યાદ રહેતા નથી?
ABHIYAAN

ચમોલી હોનારત: આવી ઘટનાના બોધપાઠ કેમ યાદ રહેતા નથી?

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે સર્જાયેલ હોનારત આંખ ઉઘાડનારી બની રહેવી જોઈએ. જોકે વિકાસની પાછળ આંધળી દોટ મૂકનારા આપણે આવી કોઈ પ્રાકૃતિક ચેતવણીની પરવા કરતા નથી. અન્યથા ૨૦૧૩ના વર્ષમાં પણ ઉત્તરાખંડમાં કેદારનાથ વિસ્તારમાં પ્રાકૃતિક હોનારતે મહાવિનાશ સજર્યો હતો.

time-read
1 min  |
February 20, 2021
બે પાત્રો વચ્ચેના સંવાદથી મૌનની ભાષામાં એકાકાર થતો સંબંધ
ABHIYAAN

બે પાત્રો વચ્ચેના સંવાદથી મૌનની ભાષામાં એકાકાર થતો સંબંધ

પ્રેમ સંબંધ એ વિશેષ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ તેને આદર્શતાવાદીઓ જાતજાતની વ્યાખ્યાઓમાં બાંધી, તેની મર્યાદા નક્કી કરે છે. પ્રેમના સંબંધોને વ્યાખ્યાયિત કરી શકાય ? એટલા સીમિત હોત તો હીર-રાંઝા, પારો-દેવદાસ, રોમિયો-જુલિએટની જેવી અમર કથાઓ કઈ રીતે બની શકત? એ તો ખુલ્લા આકાશમાં વિહરવા માટે બનેલા છે. એને શબ્દોના બંધન ન હોય, તો લાગણીઓના બંધન પણ ન જ હોય.

time-read
1 min  |
February 20, 2021
ગૌચર ઘડ્યું અને વિચરતા માલધારીઓની તકલીફ વધી
ABHIYAAN

ગૌચર ઘડ્યું અને વિચરતા માલધારીઓની તકલીફ વધી

કચ્છમાં ૫૦ હજારથી વધુ વિચરતા માલધારીઓ છે. પોતાનાં પશુઓ માટે ચરિયાણની શોધમાં સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા આ માલધારીઓને સરકારી યોજનાનો લાભ મળતો નથી. દબાણો અને ઔદ્યોગિક વિકાસની દોડમાં ગૌચરની જમીન ઘટી રહી છે. ત્યારે આ માલધારીઓ અને તેમનાં પશુઓની ગણતરી થાય, તેમને તમામ લાભો મળે અને સમસ્યાઓ દૂર થાય તે માટે પ્રયત્ન જરૂરી છે.

time-read
1 min  |
February 20, 2021
ક્વોન્ટમ સુપ્રીમસી : અનંત શક્યતાઓનો યુગ
ABHIYAAN

ક્વોન્ટમ સુપ્રીમસી : અનંત શક્યતાઓનો યુગ

કોઈ પણ હયાત ટેકનોલોજીને હયાત ટેકનોલોજીને હંફાવીને એનું સ્થાન નવીન ટેક્નોલોજી લઈ લે, ત્યારે એક નવા યુગનું મંડાણ થતું હોય છે. સવપરિતા સાબિત કરવાની આ રેસમાં ક્વોન્ટમ કમ્યુટરે પરંપરાગત કમ્યુટરને માત આપીને પહેલો પડાવ પાર કરી લીધો છે.

time-read
1 min  |
February 20, 2021
હોસ્પિટલમાં આરામ!
ABHIYAAN

હોસ્પિટલમાં આરામ!

હું તમને બેભાન કરીશ.” કોરોનાથી માંડ માંડ બચેલાં બા અચાનક આ સાંભળી ચમક્યાં. ઓહો! આ આવડી અમથી છોકરી મને બેભાન કરવાની અને સૌ જોયા કરશે? પૂછી જ લેવા દે.

time-read
1 min  |
February 13, 2021
થયા છે લોક ભેગા કેમ? આ શાની ખુશાલી છે?
ABHIYAAN

થયા છે લોક ભેગા કેમ? આ શાની ખુશાલી છે?

રાજકારણમાં શક્તિ પ્રદર્શન માટે માથા ગણવાની જૂની પ્રથા રહી છે તેમાં કોલકાતામાં સભા અને સરઘસની એક વિશેષતા છે, તેને કોલકાતાની સંસ્કૃતિનો ભાગ માનવામાં આવે છે. આમ તો ધાર્મિક, સામાજિક સરઘસનો બહુ જૂનો ઇતિહાસ છે. બ્રિટિશરાજમાં આઝાદી માટે ગુપ્ત સભાઓ થતી. અલગ-અલગ દિશામાંથી લોકો નાની સંખ્યામાં નીકળતાં અને સભા સ્થળે પહોંચી જતાં.

time-read
1 min  |
February 13, 2021
રશિયામાં પુતિન માટે કપરા દિવસો: નવાલિની લોકોનો નવો હીરો
ABHIYAAN

રશિયામાં પુતિન માટે કપરા દિવસો: નવાલિની લોકોનો નવો હીરો

સોવિયેત સંઘના વિઘટન પછીના રશિયામાં છેલ્લા બે દાયકાથી સત્તા પર કબજો જમાવીને બેઠેલા લાદિમિર પુતિન સામે પડકાર ઊભો થયો છે અને આ પડકારને ઊગતો જ ડામી દેવાના તેમના ઘાતક પ્રયાસો નિષ્ફળ નિવડ્યા પછી રશિયાની પ્રજાને સાચી હકીકતની જાણ થતાં લોકો પણ પુતિનના વિરોધમાં રસ્તા પર આવી ગયા છે.

time-read
1 min  |
February 13, 2021
બજેટ: આર્થિક સંકટમાંથી બહાર નીકળવાનો ભગીરથ પુરુષાર્થ
ABHIYAAN

બજેટ: આર્થિક સંકટમાંથી બહાર નીકળવાનો ભગીરથ પુરુષાર્થ

આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના અંદાજપત્રને એકંદરે સાર્વત્રિક આવકાર મળ્યો છે.

time-read
1 min  |
February 13, 2021
બેજવાબદાર કિસાન નેતાઓ અને તેમનું વિકૃત આંદોલન
ABHIYAAN

બેજવાબદાર કિસાન નેતાઓ અને તેમનું વિકૃત આંદોલન

દિલ્હીની ચોપાસની સરહદે જમા કિસાન આંદોલનકારીઓએ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર રેલીના નામે અને તેના ઓઠા હેઠળ પાટનગર દિલ્હીમાં જે ઉત્પાત મચાવ્યો અને લાલ કિલ્લામાં બળજબરીથી દરવાજા તોડી પ્રવેશ કરી ભાંગફોડ કરવા ઉપરાંત દર વર્ષે સ્વાતંત્ર્ય દિને જ્યાં વડાપ્રધાન દ્વારા તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે ત્યાં અન્ય ધાર્મિક ઝંડો લહેરાવીને જે હરકતો કરવામાં આવી, પોલીસ અને સુરક્ષા દળોના જવાનો પર લાઠી, તલવારથી હુમલા કરવામાં આવ્યા, પથ્થરમારો કરી જે ઉપદ્રવ મચાવવામાં આવ્યો તેનો કોઈ બચાવ થઈ શકે તેમ નથી. લગભગ સવારથી સાંજ સુધી ચાલેલા આ ઘટનાક્રમ દરમિયાન કોઈ કિસાન નેતા તેમને નિયંત્રિત કરવા કે અટકાવવા બહાર આવ્યા નહીં. ટ્રેક્ટર રેલીની ધરાર મંજૂરી, શરતી મંજૂરી મેળવનાર નેતાઓએ શરતોના પાલનની તકેદારી રાખવાની વ્યવસ્થા ન કરી, બલ્ક તમામ શરતોનો ખુલ્લેઆમ ભંગ કર્યો. આ સમગ્ર ઘટનાક્રમનું અર્થઘટન એવું થાય છે કે આંદોલનના નેતાઓએ કોઈ પણ ભોગે ટ્રેક્ટર રેલી માટે મંજૂરી મેળવીને આખરે પોતાનું ધાર્યું કર્યું. ઉપદ્રવીઓને પોતે ઓળખતા નથી એવો આ નેતાઓનો બચાવ પાંગળો છે.

time-read
1 min  |
February 13, 2021
ઠાણેમાં 'પિરિયડ રૂમ'પ્રયોગ અને વાસ્તવિક્તા
ABHIYAAN

ઠાણેમાં 'પિરિયડ રૂમ'પ્રયોગ અને વાસ્તવિક્તા

મુંબઈની ઠાણે નગરપાલિકાએ હાલમાં જ મહિલાઓને માસિક ધર્મના દિવસોમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પિરિયડ રૂમ' નામની એક સુવિધા શરૂ કરી છે. ઝૂંપડપટ્ટી વિસ્તારના એક જાહેર શૌચાલયમાં પીરિયડ રુમ શરુ કરવામાં આવ્યો છે. આ રૂમને મહિલાઓના એ ખાસ દિવસો માટે અનામત રાખવામાં આવ્યો છે. આ સંદર્ભે એકવીસમી સદીમાં પણ વર્યુ ગણાતા આ વિષય પર એક નજર નાખવી રહી.

time-read
1 min  |
February 13, 2021
લોકડાઉનની અસરમાંથી કચ્છનો ટિમ્બર ઉદ્યોગ બહાર આવ્યો નથી
ABHIYAAN

લોકડાઉનની અસરમાંથી કચ્છનો ટિમ્બર ઉદ્યોગ બહાર આવ્યો નથી

લૉકડાઉનના કારણે પોતાના વતનમાં પરત ગયેલા મજૂરો પૈકી ૩૦થી ૪૦ ટકા પરત આવ્યા નથી. આયાતી માલની અછત વર્તાય છે. તેથી તેની કિંમતમાં ૧૫ ટકા જેટલો વધારો થયો છે. તેની અસરના કારણે અત્યારે ૩૦ ટકા ઉદ્યોગો બંધ છે. જે ચાલુ છે, તેમાં પણ ૫૦ ટકા જ કામકાજ થાય છે.

time-read
1 min  |
February 13, 2021
એક અવનવી વાત..!!
ABHIYAAN

એક અવનવી વાત..!!

એક મિત્ર અને એમનાં ધર્મપત્ની અમારા નિવાસસ્થાને પધાર્યા, ઘણો જૂનો મિત્ર અને કોરોનાકાળ આવ્યા પછી કોઈકની પહેલી પધરામણી હતી એટલે આવ્યાં ત્યારથી પંચાતો ચાલુ થઈ ને પછી તો તને સાંભરે રે.. મને કેમ વિસરે રે.. ચાલુ થયું..!

time-read
1 min  |
February 13, 2021