CATEGORIES
Categorías
જોશીમઠઃ આ ચેતવણી અવગણવા જેવી નથી!
ઉત્તરાખંડમાં જે કંઈ વિકાસકાર્યો થઈ રહ્યાં છે એ જરૂરી હોય તો પણ કુદરતી સંપત્તિના સંતુલિત ઉપયોગ વિશે વિચારવું અનિવાર્ય થઈ ગયું છે.
કોણ તપસ્વી, કોણ પૂજારી
ગીતાના સત્તરમા અધ્યાયમાં ભગવાને શરીર, વાણી અને મનથી થતાં ત્રણ પ્રકારનાં તપ કહ્યાં છે
ખરા અર્થમાં કર્મયોગિની..
સતત સાત દાયકા સુધી ‘ચિત્રલેખા’ પરિવારને વિરાટ વડલા જેવી શીતળ છાયા આપતાં રહેલાં મધુરી કોટક એટલે અપાર સંઘર્ષથી તપેલા સોના જેવું તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતાં પુરુષાર્થી પત્રકાર તથા પારખુ નજર ધરાવતાં ઉમદા તસવીરકાર..
માતૃવત્સલ મધુબહેન
સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’ પરિવારનાં મોભી અને માતાતુલ્ય ‘મધુબહેને’ (મધુરી કોટક) ગયા ગુરુવારે નિયમિત અંક પૂરો થયા બાદ જીવનલીલા સંકેલી લીધી. લગભગ સાત દાયકા સુધી આ માતબર સાપ્તાહિક સાથે એ સંકળાયેલાં રહ્યાં. આ પણ પત્રકારત્વનો એક વિક્રમ ગણાય. મધુબહેનના જીવન પર દૃષ્ટિપાત કરતાં વિસ્મય અનુભવાય. કોઈ મસાલેદાર ફિલ્મ જેવું સતત ચડાવ-ઉતારથી ભરપૂર એમનું જીવન હતું. એક પછી એક સ્વજન અને સાથીઓ બિછડે સભી બારી બારીની જેમ વિલીન થતાં ગયાં. તેમ છતાં અખૂટ ધીરજ અને ધરતી જેવી સહનશીલતાથી મધુબહેન બધું જીરવતાં રહ્યાં અને સંજોગોની સામે લડતાં રહ્યાં.
એક સ્વયંસિદ્ધાના જીવનસંઘર્ષનો ક્લોઝઅપ..
મુંબઈમાં સત્તાવીસ વર્ષ મધુબહેનનાં સાખપડોશી રહેલાં સાહિત્યકાર વર્ષા અડાલજા એ દિવસોમાં પાછાં જાય છે અને સ્મૃતિઓની કુંજગલીમાં લટાર મારીને લાવે છે કેટલીક મધુર સ્મૃતિ. આ સ્મૃતિ છે રોજબરોજનાં જીવનની, સંસારની અંગત ઘટમાળની, એક નારીનાં વિવિધ રૂપની, એનાં સંઘર્ષ અને સિદ્ધિની.
ઊંચી ઉડાનના નીચ માનવી
વિમાનપ્રવાસમાં બેકાબૂ, બેશરમ, બેશિસ્ત, બેફામ બનીને અણછાજતું વર્તન કરનારા ઉતારુના આંકડા દરેક વેબસાઈટ પર નોખા છે. કોઈ વર્ષે ૬૦૦૦નો ફિગર મૂકે છે તો કોઈ બે-ત્રણ હજારનો
સિક્યોરિટી કૅબિનમાં બંધ ગુરખા..
અક્ષય કુમાર: ‘ગોરખા’ની ડ્યુટી શરૂ થયા પહેલાં જ પૂરી?
શ્વાન-વ્યાઘ્ર-ગર્દભ.. ૨૦૨૩ પ્રાણીનું વર્ષ?
અર્જુન કપૂર-તબુ-નસીરુદ્દીન શાહ ‘કુત્તે’માં.
આ છે એક અનોખી વાંસ શાળા..
ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભણાવવાનો, ભીખ માગવાની પેઢી દર પેઢી ચાલી આવતી ‘પરંપરા’થી બહાર કાઢી એમને પગભર બનાવવાનો રાજકોટના ‘જિતુ સર’નો ભેખ હવે એક નવા મુકામે પહોંચ્યો છે.
ઘોડા ભેગા ગધેડા પણ દોડવાના છે એ પાક્કું!
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સનો ભારતીય કંપનીઓનાં શૅર ભરણાંમાં રસ વધ્યો છે, છેલ્લા એક દાયકાના આંકડા આની સાક્ષી પૂરે છે. ૨૦૨૩માં ઢગલાબંધ આઈપીઓ લાઈનમાં છે. આઈપીઓના લિસ્ટિંગ બાદ એના શૅરના ભાવ ઊંચા ટકી રહેવાની શક્યતા ઘટતી જાય છે અને ઘણા તો લિસ્ટિંગ વખતે જ નીચા ખૂલે છે. રોકાણકારોએ ક્યાં, કઈ રીતે અને કોના પ્રત્યે સજાગ રહેવું એ સમજવું જરૂરી છે.
તરતી ફાઈવ સ્ટાર હોટેલમાંથી કરો ગંગાદર્શન!
વારાણસીથી દિબ્રુગઢ વાયા બાંગ્લાદેશ.. ભારતીય પ્રવાસન ઉદ્યોગ ઉછાળા મારશે દુનિયાની આ સૌથી લાંબી વૈભવશાળી દરિયાઈ સહેલ થકી.
પારકા ધાબે લો પતંગનો પરમાનંદ
જૂના અમદાવાદમાં પોળવાસીઓ ધાબાં પર પતંગ ચગાવવાની સુવિધા સાથે ભોજન આપીને કરે છે કમાણી.
એ દુર્ઘટના, જેની રાહ જોવાતી હતી..
કુદરતી આફતો માટે પહેલાંથી સંવેદનશીલ હિમાલયના પહાડી વિસ્તારોમાં બાંધકામપ્રવૃત્તિ વિશે વરસોથી વિવાદ થતા આવ્યા છે. અહીં વિકાસના નામે બેફામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતી ઈમારતોનો બોજ ન સહેવાય ત્યારે આફતો મોકલીને પ્રકૃતિ ચીસ પાડે છે, એનું તાજું ઉદાહરણ જોશીમઠ છે.
સાકરનો ટુકડો, આઈસક્રીમ અને એ ગોઝારી પાંચ જાન્યુઆરી..
આગલા દિવસે, ચાર જાન્યુઆરીએ એ સૌ પરિવારજનોને પ્રેમથી મળ્યાં. સિંગાપોર વસી ગયેલા પુત્ર બિપિનભાઈ કોટક, એમનાં પત્ની રેખાબહેન, પૌત્ર યશ, એનાં પત્ની ક્વિની, વગેરે મુંબઈમાં હોઈને મળી ગયાં
મધુરી કોટક: પડદા પાછળના કલાકાર
નાની વયે પતિ ગુમાવી દેનારી સ્ત્રી તરીકે કોઈની સહાનુભૂતિ મેળવવાની હદે જવાને બદલે મધુબહેને ગજબ ખુમારી દાખવી અને જીવનના છેલ્લા શ્વાસ સુધી એ જાળવી રાખી
યુવા પેઢીને ધર્મ તરફ વાળવી એ પ્રથમ કર્તવ્ય - શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી
ભારતની ચારે દિશામાં આદિ શંકરાચાર્યજીએ સ્થાપેલી ચાર પીઠમાં પશ્ચિમ છેડે અરબી સમુદ્રના કિનારેસ્થિત દ્વારકાની પ્રસિદ્ધ શારદા પીઠના પીઠાધીશ્વર તરીકે ચાર દાયકા બાદ નવા શંકરાચાર્ય તરીકે સ્વામી સદાનંદ સરસ્વતીજી આરૂઢ થયા છે. આજે ધર્મસત્તા-રાજસત્તાના મુદ્દે સમયાંતરે ચર્ચા-વિવાદ છેડાય છે અને ધર્મપાલન તથા સમાજજીવનમાં પણ મોટો બદલાવ આવ્યો છે ત્યારે ‘ચિત્રલેખા’ સમક્ષ શંકરાચાર્યજીએ અનેક વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા.
એ ઘટનાએ જીવન બદલ્યું..
એ ગુરુ સ્વરૂપાનંદજીના સંપર્કમાં આવ્યો અને ધર્મ પ્રત્યેની રચિ વધી
એક ગરીબ બ્રાહ્મણ હતો.. આ મહેણું ભાંગવાની કિંમત કેટલી?
વિજય શાસ્ત્રી: જોઈ લો, આ છે મારી જનોઈ.
રંગ છે રંગીન ખાટલાને
આ શોખ મોંઘો પડી શકે છે!
હવે હોટેલમાં હાજર છે વેઈટોગ્રાફર!
લે, ખીંચ મેરી ફોટો.. લે, ખીંચ મેરી ફોટો.
બોલો, આમાં કેટલા હીરા છે એ ગણી શકો?
છે ને કમાલનું સેટિંગ?: એક ઘડિયાળમાં આટલા બધા હીરા!
વેલકમ, ડિયર ગીધ
પાંત્રીસ વર્ષે ભરૂચમાં ગીધે દેખા દીધી છે.
હાથ ઊંચા કરી દેવાથી તો બાજી ઔર બગડે..
‘ઍર ઈન્ડિયા’ શરાબ કેસનો આરોપી શંકર મિશ્રાઃ વિકૃત વર્તન.
નક્સલવાદનો ખાતમો? હા, શક્ય છે!
જમીનદારો અને મૂડીવાદીઓનાં શોષણમાંથી મુક્ત કરાવવાના નામે આંદોલન ચલાવનારા નક્સલી આગેવાનોના બદઈરાદા સમજી ગયેલા લોકો હવે વિકાસનાં ફળ ચાખીને આતંકનો રસ્તો છોડી રહ્યા છે. આ જ કારણે સરકારને આશા બંધાઈ છે કે..
જસ્ટ, એક મિનિટ..
ન્યાયાધીશે પાંચ ગાયવાળી સ્ત્રી માટે પાંચ લોટા અને એક ગાયવાળી સ્ત્રી માટે એક લોટો પાણી ભરીને ન્યાયાલયના પ્રવેશદ્વારે રાખ્યા
કાંઠાનો સાથી કચરો રે લોલ
તાજેતરમાં મુંબઈથી સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ ટ્રેનમાં બેસવાનું થયું. પ્રવાસ શરૂ થયો અને મધ્યમવર્ગી નવોઢા જેવી ટ્રેન બે-ત્રણ કલાકમાં ગરીબડી વહુ બની ગઈ. પ્લાસ્ટિકનાં અનાથ રૅપર્સ પગ નીચે પચર પચર કરવા લાગ્યાં
આવા છે થ્રી-ડી દાનવ
દિખતા હૈ વો હોતા નહી, મેરે દોસ્ત.
જોજો, ક્યાંક શમશેરાવાળી ન થાય..
આગામી ફિલ્મ ‘એનિમલ’માં રણબીર કપૂર: ખૂનખાર લાતું પ્રાણી મીંદડી તો નહીં નીકળે ને?
કરીએ એક ગમતીલી કૃતિનો ગુલાલ
નોખા વિષયવસ્તુની અનોખી માવજતવાળી ‘કચ્છ એક્સપ્રેસે’ ફિલ્મપ્રેમીઓમાં ખાસ્સું કુતૂહલ જગાડ્યું છે.
ભારતીય અર્થતંત્રઃ અપના ટાઈમ આ ગયા!
અનેક અંતરાય પાર કરી ભારતીય અર્થતંત્ર મજબૂતી તરફ આગળ વધી રહ્યું છે. ૨૦૨૨માં ભારતની અનેક સફળતા આંખ સામે આવી. ૨૦૨૩ માટે પણ આશાવાદ ઊંચો રાખવાનાં કારણ છે. વિશ્વના બીજા ઘણા દેશ વચ્ચે ભારત પોતાનું એક આગવું સ્થાન બનાવી રહ્યું છે.