CATEGORIES
Kategorier
![મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક](https://reseuro.magzter.com/100x125/articles/34/1933995/dKRd0g-kD1735304453069/1735304973257.jpg)
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
![શેતરંજની દુનિયાનો નવો સિતારો... શેતરંજની દુનિયાનો નવો સિતારો...](https://reseuro.magzter.com/100x125/articles/34/1933995/_7elJPwSl1735303851060/1735304213466.jpg)
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
![સેવા-સુવિધાનો આ છે મહાકુંભ... સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1933995/tyj6bH5ux1735303197736/1735303805497.jpg)
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.
![પ્રયાગરાજ મહાકુંભ-૨૦૨૫ પુણ્યની ડૂબકી લગાવવાનું રૂડું ટાણું પ્રયાગરાજ મહાકુંભ-૨૦૨૫ પુણ્યની ડૂબકી લગાવવાનું રૂડું ટાણું](https://reseuro.magzter.com/100x125/articles/34/1933995/Tt0UeupG51735302387478/1735303177050.jpg)
પ્રયાગરાજ મહાકુંભ-૨૦૨૫ પુણ્યની ડૂબકી લગાવવાનું રૂડું ટાણું
સમુદ્રમંથન વખતે અમૃતકુંભમાંથી જળબુંદ જ્યાં છલકાયું હતું એ પૌરાણિક તીર્થસ્થાન પ્રયાગરાજમાં જાન્યુઆરીથી શરૂ થતા મહાકુંભ મેળામાં સવા મહિના દરમિયાન પચ્ચીસ કરોડથી વધુ શ્રદ્ધાળુ આવવાનું અનુમાન છે ત્યારે આધ્યાત્મિકતાની અલખ જગાવનારા આ મહાકુંભમાં મૉડર્ન ટેક્નોલૉજીનો સંગમ રચવાની પ્રશાસને તૈયારી કરી છે.
![હવે અહીં થશે ઓશોનાં જીવન-કવન પર કાર્ય... હવે અહીં થશે ઓશોનાં જીવન-કવન પર કાર્ય...](https://reseuro.magzter.com/100x125/articles/34/1933995/Lj3oL5Rjx1735301933720/1735302331759.jpg)
હવે અહીં થશે ઓશોનાં જીવન-કવન પર કાર્ય...
ભાવનગરની કૉલેજ બનશે આચાર્ય રજનીશના વિચાર પ્રસારનું કેન્દ્ર.
![જીવનની સમી સાંજે સંબંધ વિખેરાય ત્યારે... જીવનની સમી સાંજે સંબંધ વિખેરાય ત્યારે...](https://reseuro.magzter.com/100x125/articles/34/1933995/YXoDifByE1735301363052/1735301905661.jpg)
જીવનની સમી સાંજે સંબંધ વિખેરાય ત્યારે...
મોટી ઉંમરે લેવાતા છૂટાછેડામાં પુખ્ત વયનાં સંતાનોની ભૂમિકા કેવી હોય છે?
![ઢળતી ઉંમરે તૂટતાં લગ્ન... ઢળતી ઉંમરે તૂટતાં લગ્ન...](https://reseuro.magzter.com/100x125/articles/34/1933995/6PRLcPs5-1735299873578/1735301322522.jpg)
ઢળતી ઉંમરે તૂટતાં લગ્ન...
લગ્નનાં ૨૫-૩૦ ને ક્યારેક ૩૫-૩૭ વર્ષ સુધી એકબીજાને સાથ આપ્યો હોય અને પછી દંપતી છૂટાછેડા લે એ સંબંધવિચ્છેદને ‘ગ્રે ડિવોર્સ’ કહે છે. કોઈ વળી એને ‘સિલ્વર સ્પ્લિટર્સ’ અથવા ‘ડાયમંડ ડિવોર્સ’ પણ કહે છે. વર્ષો અગાઉની એક ફિલ્મનું ગીત હતું, જેમાં હીરો એની પ્રેમિકાને પૂછે છેઃ ‘હમ જબ હોંગે સાઠ સાલ કે ઔર તુમ હોંગી પચપન કી, બોલો પ્રીત નિભાઓગી ના તબ ભી અપને બચપન કી?’ હવે એ જમાનો રહ્યો નથી. સાઠ-પાંસઠ કે પંચોતેરની ઉંમરે સુદ્ધાં પતિ-પત્ની એકમેકથી જુદાં થવાનો નિર્ણય લે છે. કેવાં કેવાં હોય છે કારણ આ પ્રકારના છૂટાછેડાનાં? કેમ વધી રહ્યા છે એવા કિસ્સા?
![વાંચે તે વધે...જ્ઞાનમાં અને ઉંમરમાં પણ! વાંચે તે વધે...જ્ઞાનમાં અને ઉંમરમાં પણ!](https://reseuro.magzter.com/100x125/articles/34/1933995/VGbPNiQfW1735296941974/1735299809501.jpg)
વાંચે તે વધે...જ્ઞાનમાં અને ઉંમરમાં પણ!
પ્રિય પુસ્તક વાંચવાથી તણાવ દૂર થાય છે, કારણ કે પુસ્તકો વ્યક્તિના તણાવ હોર્મોન ‘કોર્ટિસોલ’ના સ્તરને ઘટાડે છે. ઊંઘની સમસ્યા પણ પુસ્તકોથી દૂર થાય છે. મોડી રાત્રે ટીવી જોવું, આંખોને મોબાઈલ સ્ક્રીન પર ચોંટાડી રાખવી કે કમ્પ્યુટર પર સર્ફિંગ ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે, પરંતુ રાત્રે સૂતાં પહેલાં પુસ્તક વાંચવાની આદત તમને સારી ઊંઘ આપી શકે છે.
![આ ઘરો બાંધનારાનાં ઘર કોણ તોડશે? આ ઘરો બાંધનારાનાં ઘર કોણ તોડશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1933995/hNnS8-87o1735222756396/1735223326431.jpg)
આ ઘરો બાંધનારાનાં ઘર કોણ તોડશે?
‘કાયદો આંધળો છે’ એવું આપણે વર્ષોથી સાંભળીએ છીએ, પણ જે લોકો પર કાયદાના અમલની જવાબદારી હોય એ જ કાનૂનનું છડેચોક ઉલ્લંઘન કરે અને એનું પાપ બીજા કોઈએ ભોગવવાનું આવે ત્યારે સામાન્ય માણસ અદાલત પાસે ન્યાયની અપેક્ષા રાખે, પણ...
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1933995/vgkwkJDgG1735222399984/1735222680578.jpg)
જસ્ટ, એક મિનિટ...
વિપરીત સ્થિતિનો સામનો કરી રહ્યા હોઈએ ત્યારે એમાં સુધારો કરવા માટે સૌપ્રથમ તો પોતાની જાતથી શરૂઆત કરવી જોઈએ.
![ક્ષણ નાની, ક્ષણ મોટી ક્ષણ નાની, ક્ષણ મોટી](https://reseuro.magzter.com/100x125/articles/34/1933995/F8m-8t4Ke1735216998213/1735222360182.jpg)
ક્ષણ નાની, ક્ષણ મોટી
ક્ષણ ફક્ત ક્ષણમાં વીતી જાય, એવું બનવાનું ક્યાંક એવું બને, ક્ષણમાં વિતાવાય નહીં.
![જલસાઘર જલસાઘર](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/xTLTExMyc1734867069827/1734867656281.jpg)
જલસાઘર
...તો આર.કે. સ્ટુડિયો ક્યારે બન્યો હોત? કેવીક ઉજવણી થતી આર.કે.માં બર્થડેની?
![સ્ટૉક માર્કેટમાં રિટેલ ઈન્વેસ્ટર્સની સક્રિયતા શેનો સંકેત છે? સ્ટૉક માર્કેટમાં રિટેલ ઈન્વેસ્ટર્સની સક્રિયતા શેનો સંકેત છે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/1cx3TeSQS1734866638591/1734867036448.jpg)
સ્ટૉક માર્કેટમાં રિટેલ ઈન્વેસ્ટર્સની સક્રિયતા શેનો સંકેત છે?
શૅરબજારમાં રિટેલ પાવરનું જોર વધી રહ્યું હોવાનાં કારણો જાણવાં-સમજવાં મહત્ત્વનાં છે. કેમ રિટેલ ઈન્વેસ્ટર્સ વર્ગ વધુ સક્રિય થયો છે? ફોરેન ઈન્વેસ્ટર્સની સામે આપણા ભારતીય રોકાણકારોની શક્તિ વધે એમાં કોનું હિત છે? આમાં સમજવા અને ભળવા જેવું ખરું...
![રોક્યા એ રોયા... રોક્યા એ રોયા...](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/rInhBftvl1734865141068/1734866600901.jpg)
રોક્યા એ રોયા...
‘લાલચ બહોત બૂરી બલા હૈ...’ એ વાત આપણે બધા જાણીએ છીએ અને સમજીએ પણ છીએ. તેમ છતાં ‘એકના બે’ કે ‘એકના ચાર’ કરી આપવાની ઑફર કાને પડતાં જ આપણે એ માટે લલચાઈએ તો છીએ જ. હમણાં ગુજરાતમાં બહુ ગાજતું ‘બીઝેડ’નું છેતરપિંડી પ્રકરણ આપણી આવી વૃત્તિનું પરિણામ છે. આવું અગાઉ પણ થયું છે અને હજીય અટકવાનું તો નથી જ.
![સૌથી પ્રાચીન એવા આ વ્યવસાયને ગુનો ગણવાનું બંધ કરીએ... સૌથી પ્રાચીન એવા આ વ્યવસાયને ગુનો ગણવાનું બંધ કરીએ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/JdhxvfvW_1734788629225/1734789017740.jpg)
સૌથી પ્રાચીન એવા આ વ્યવસાયને ગુનો ગણવાનું બંધ કરીએ...
સમાજને ‘સ્વચ્છ’ રાખવાનું કામ કરતી રૂપજીવિનીઓને પાયાના અધિકાર ક્યારે મળશે?
![ઓછામાં ઝાઝું સમજો... માનસિક સ્વાસ્થ્ય જાળવો! ઓછામાં ઝાઝું સમજો... માનસિક સ્વાસ્થ્ય જાળવો!](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/fOFBMeE401734787934848/1734788555752.jpg)
ઓછામાં ઝાઝું સમજો... માનસિક સ્વાસ્થ્ય જાળવો!
ઘરમાંથી અને જીવનમાંથી પણ નકામી-બિનજરૂરી ચીજોનો નિકાલ કરો તો મનનો ભાર ઓછો થશે.
![લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી રામક લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી રામક](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/A1lA8KOjm1734787136359/1734787901212.jpg)
લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી રામક
વેજિટેબલ જ્યુસમાં આ ચીજો ઉમેરી શિયાળાને બનાવીએ હેલ્થી ને હૅપ્પી.
![એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/8SxY0DLMT1734786425170/1734787091098.jpg)
એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી
રંગોળી માત્ર દિવાળીના દિવસોમાં જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રસંગે રંગોળી બનાવી આ કળાને કારકિર્દીમાં પલટી નાખી અને સાથોસાથ એ દરમિયાન જ ગરીબોને નિયમિત મદદરૂપ થવાનું વિચારનારા યુવાનો ઘણા ઓછા હોય છે. જો કે રંગોળીકળામાં નિપુણ એક રાજકોટવાસી યુવતીએ પોતાની કમાણીમાંથી જરૂરતમંદ લોકોને સહાય કરીને યુવાપેઢીને નવો રાહ ચીંધ્યો છે.
![બાપુનું કથામૃત બન્યું વિદ્યાર્થિનીના સંશોધનનો વિષય બાપુનું કથામૃત બન્યું વિદ્યાર્થિનીના સંશોધનનો વિષય](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/Lc6XarBDQ1734785551240/1734786022051.jpg)
બાપુનું કથામૃત બન્યું વિદ્યાર્થિનીના સંશોધનનો વિષય
મોરારિબાપુ શિક્ષણ રાહ બતાવે રામાયણ
![એક મકાન ઐસા ભી. એક મકાન ઐસા ભી.](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/P4Ckekez01734784998019/1734785507091.jpg)
એક મકાન ઐસા ભી.
જાણીતા સંગીતકાર બપ્પી લહિરીના હમશકલ એવા ખંભાતના બાલમુકુંદ પરીખનું ઘર ખરેખર જોવા જેવું છે.
![તમને ખબર છે, અમદાવાદની પોતીકી છે આશાવલી સાડી? તમને ખબર છે, અમદાવાદની પોતીકી છે આશાવલી સાડી?](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/b-ut-NaTq1734782097691/1734784903567.jpg)
તમને ખબર છે, અમદાવાદની પોતીકી છે આશાવલી સાડી?
આશરે સાતસો વર્ષ પહેલાં ભીલ રાજા સ્થાપિત આશાવલ નગર એટલે કે આજના અમદાવાદના એક વિસ્તારમાં અનેક હાથસાળ ચાલતી, એમાં રેશમની સાડી કુદરતી રંગોથી બનતી. હવે જો કે એક જ પરિવાર આ સાડી બનાવે છે. પ્રાકૃતિક સામગ્રી અને હાથવણાટની આગવી શૈલીથી ઓપતી આ સાડી સાથે એ પરિવારે બીજા દેશની વસ્ત્રકળાનો પણ સમન્વય સાધ્યો છે.
![સેવા-સમર્પણ-શ્રદ્ધાનો ઓચ્છવ... સેવા-સમર્પણ-શ્રદ્ધાનો ઓચ્છવ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/HrPxDU9jh1734780816432/1734782035834.jpg)
સેવા-સમર્પણ-શ્રદ્ધાનો ઓચ્છવ...
બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ ન ભૂતો ન ભવિષ્યતિ એવો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજી ઈતિહાસ રચ્યો. સવા ચાર કલાક ચાલેલા આ કાર્યક્રમના મૂળમાં હતો નિઃસ્વાર્થભાવે સેવા કરતા સંસ્થાના સંનિષ્ઠ કાર્યકરોનો ઋણસ્વીકાર. આ ઐતિહાસિક કાર્યક્રમમાં દેશ-વિદેશથી એક લાખથી વધુ કાર્યકરોએ ઉમળકાભેર ભાગ લીધો.
![મુખ્ય મંત્રીએ કી દબાવી... ને આ રીતે સ્ક્રીન પર ખૂલ્યો ખજાનો! મુખ્ય મંત્રીએ કી દબાવી... ને આ રીતે સ્ક્રીન પર ખૂલ્યો ખજાનો!](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/Klht56jxh1734780232135/1734780777095.jpg)
મુખ્ય મંત્રીએ કી દબાવી... ને આ રીતે સ્ક્રીન પર ખૂલ્યો ખજાનો!
હવે હાજર છે નવીનક્કોર ડિઝાઈન સાથે ‘ચિત્રલેખા’ ડિજિટલ.
![ડીપ સ્ટેટની માયાજાળઃ તથ્ય કે તરકટ? ડીપ સ્ટેટની માયાજાળઃ તથ્ય કે તરકટ?](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/_aK_ufF_Z1734778890513/1734780185182.jpg)
ડીપ સ્ટેટની માયાજાળઃ તથ્ય કે તરકટ?
દેશ-વિદેશની સરકારોને અસ્થિર કરતી અજાણી શક્તિઓનો સોનિયા અને રાહુલ ગાંધી હાથો બન્યાં હોવાના આરોપ થઈ રહ્યા છે ત્યારે આ ભેદી જૂથોના કિરદારો ઓળખી લેવા જેવા છે.
![ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ... ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/mO4mgWlo61734098104183/1734098742289.jpg)
ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...
સમાચાર ચૅનલો, સોશિયલ મિડિયા, સિરિયલો અને ફિલ્મોનું કામ લોકોને ચોંકાવવાનું છે. લોકો ચોંકે તો એમાં વધુ ચોંટે. લોકો વધુ ચોંટે તો ઍડ્વર્ટાઈઝમેન્ટ્સ વધુ આવે. આપણા ચોંકવા અને ચોંટવા પાછળ અર્થશાસ્ત્ર કામ કરે છે. આપણે ચોંકવાને બદલે વિચાર કરતાં થઈએ એમાં આ ‘અર્થશાસ્ત્રી’ને રસ નથી.
![આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે! આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/R7ppcW4gg1734096909037/1734098032523.jpg)
આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!
કશ્મીર મુદ્દે ભારતની પડખે ઊભા રહેનારા ગણ્યાગાંઠ્યા મુસ્લિમ દેશોમાંના એક એવા સિરિયામાં સત્તાપલટો થયો છે. વર્ષો સુધી એક પરિવારે એની જોહુકમીથી તાબામાં રાખેલી પ્રજા અત્યારે તો ઉન્માદે ચડી છે, પણ ‘અલ-કાયદા’ જેવી જડ માનસિકતા ધરાવતા સંગઠન પાસેથી સિરિયન નાગરિકો શું અપેક્ષા રાખી શકશે?
![જસ્ટ એક મિનિટ... જસ્ટ એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/bbw3lc-071734096323333/1734096862290.jpg)
જસ્ટ એક મિનિટ...
ખરેખર, આપવાનો આનંદ (joy of giving) એ કોઈ પણ માણસની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે.
![લૂંટવા માટે બધા તૈયાર છે લૂંટવા માટે બધા તૈયાર છે](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/wurgk6FNy1734095416755/1734096286430.jpg)
લૂંટવા માટે બધા તૈયાર છે
લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.
![કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર? કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?](https://reseuro.magzter.com/100x125/articles/34/1918735/9RDeCTEae1733925077040/1733925694824.jpg)
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.
![બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો... બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...](https://reseuro.magzter.com/100x125/articles/34/1918735/89D0EungA1733919973633/1733925008406.jpg)
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.