CATEGORIES
Categories
શહીદોનાં ઘરે પ્રગટશે સોલારનું અજવાળું
તબક્કાવાર ૭૫૦ શહીદ પરિવારોને આપવામાં આવશે રૂફટોપ સોલાર સિસ્ટમ.
મેઘાણીની કર્મભૂમિ રાણપુરમાં રચાયું ખાદિત્યાલય
સ્થળ એક... ઉદ્દેશ બે: અહીં પુસ્તકો સાથે ખાદી ઉત્પાદનોનું કાયમી પ્રદર્શન પણ રહેશે.
૨૦,૦૦૦ પરિવારો સુધી પહોંચી સંકલ્પયાત્રા
‘ચાલો, દેશને સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ બનાવીએ...’ના સંદેશ સાથે વિદ્યાર્થીઓ ભાવનાર શહેરમાં ફરી વળ્યા.
૬૧ લાખ ગણેશમંત્રની સાધના
શ્યામસુંદર અગ્રવાલ: ગણેશજી પછી હવે રામનામના મંત્ર.
શંકા આગ બને એ પહેલાં એને ઠારી દો...
સાડા ત્રણ દાયકા અગાઉની વિધાનસભા ચૂંટણીમાં થયેલી ગોબાચારીને કારણે જ જમ્મુ-કશ્મીરમાં પાકિસ્તાનતરફી વિભાજનવાદીઓને પગદંડો જમાવવાનો મોકો મળી ગયો હતો. કોમી અને એથીય વિશેષ તો દેશની સુરક્ષાની દૃષ્ટિએ અતિ સંવેદનશીલ એવા આ સરહદી પ્રાંતમાં વિધાનસભાની આગામી ચૂંટણી ફરી અશાંતિનો માહોલ પેદા ન કરે એ જોવાનું છે.
દિલ્હીની દારૂ નીતિઃ હકીકત બહાર આવશે?
નરેન્દ્ર મોદી-અરવિંદ કેજરીવાલઃ હરીફાઈનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે...
મૂરખા સાથે શાસ્ત્રાર્થ ન કરાય
ઘાસનો રંગ વાદળી હોય છે, કારણ કે આકાશનો રંગ પણ વાદળી છે
ઓમ શ્રી વિઘ્નેશ્વરાય નમઃ
ગણેશોત્સવમાં ઘરે એમનું સ્થાપન કરીએ ત્યારે આખું ઘર પ્રસન્નતાથી ભરાઈ જાય. વિસર્જન પછી ઘરને ઘેરી વળતો ખાલીપો ખતરનાક હોય છે
નચાવો કાન તિરકીટ ધા
આદિ માનવ જંગલમાં રહેતો ત્યારે શિકાર કે રાની પશુના સગડ મેળવવા કાન સરવા કરી શકતો, પછી માનવી સુધરી ગયો એટલે કુદરતે એ શક્તિ પાછી ખેંચી લીધી
જવાળામુખીનાં પારખાં
લે, કૂદ હજી અને ભોગવ એની સજા..
બોલીવૂડને વળગ્યું બૉયકૉટ નામનું ઝોડ..
પૂછતા હૈ બોલીવૂડ: હવે થિયેટર ભરો આંદોલન ક્યારે?
આજની મહિલાઓનો મંત્રઃ પૈસા બચાવો અને રોકાણ વધારો
મહિલાઓ મહત્ત્વના આર્થિક નિર્ણયો લેવામાં સક્રિય બનતી જાય છે. હોમ લોન હોય કે સ્ટૉક્સ યા મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટમેન્ટની વાત હોય, સ્ત્રીઓએ આત્મનિર્ભર બનવાની દિશામાં હરણફાળ ભરવાનું શરૂ કરી દીધું છે. આ ટ્રેન્ડ મહાનગરોથી લઈ નાનાં શહેરોમાં પણ વધવા લાગ્યો છે.
રાકેશ ઝુનઝુનવાલા: આ કંઈ ડિલિસ્ટ થવાની ઉંમર છે..?
નજીવી મૂડી સાથે શૅરબજારમાં પ્રવેશીને ગણતરીનાં વર્ષોમાં ભારતના સૌથી તવંગરોના લિસ્ટમાં પહોંચી જનારા આ મારવાડી સજ્જનની કોઠાસૂઝને વિરોધીઓ પણ કરે છે સલામ.
કમઠાણ કોશાની કવિતાનું..કોઈ માણસ બીજાની પત્નીનાં આટલાં બધાં વખાણ કરે શા માટે?
તુક્કો નિશાના પર લાગ્યો છે. રૂપેશ સાવ ઢીલો પડી ગયો છે. કદાચ એની અક્કલ ઠેકાણે આવી જશે હવે..
અશ્વિના પટેલ: જંગલ જાળવવા એ રોજ લડે છે જંગ
પ્રકૃતિપ્રેમ અને ખાખી વરદી માટેનું નાનપણથી ભરી રાખેલું આકર્ષણ એમને લગ્નનાં આઠ વર્ષ પછી પણ વન વિભાગની નોકરી તરફ ખેંચી ગયું. એ દરમિયાન અમુક વનસ્પતિ ઝડપથી લુપ્ત થતી હોવાની જાણ થતાં આ મહિલાએ પછી તો એવાં છોડ-ઝાડનાં બીજ ભેગાં કરી એનું વાવેતર શરૂ કર્યું છે. આ ઝુંબેશથી માત્ર વૃક્ષોની સંખ્યા જ નહીં વધે, એના પર નભતાં પશુ-પક્ષીને અન્ન ને આશરો મળશે.
કાવડયાત્રા પહોંચી ભાવનગર..
એક હજાર જેટલા શિવભક્તો આ યાત્રામાં જોડાવાના છે, એમાંથી મોટા ભાગના પ્રથમ વાર કાવડયાત્રામાં ભાગ લઈ રહ્યા છે
ઈંટોના નવા રંગ..
આપણા જાણીતા લેખક મધુ રાયની એક વાર્તાનું શીર્ષક છેઃ ‘ઈંટોના સાત રંગ’. ભાવનગરમાં હમણાં એક ઈકો બ્રિક્સ પાર્ક ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેમાં ઈંટને બદલે ચણતરમાં પ્લાસ્ટિકની રંગબેરંગી બૉટલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
માતૃભાષાએ ધારદાર બનાવી સમજણશક્તિ.. હાર્દિક ભટ્ટ શિકાગો
બે દાયકા કરતાં વધુ સમયથી અમેરિકામાં વસતા તથા ઓરેકલ, સિસ્કો એમેઝોનથી લઈને શિકાગો શહેરના ચીફ ઈન્ફોર્મેશન ઑફિસર રહી ચૂકેલા હાર્દિકભાઈ માતૃભાષામાં ભણતરના ફાયદા વર્ણવે છે.
બાળપણનાં સંભારણાં, જાણે ઊઘડતાં જીવનનાં બારણા.. પ્રતીક ગાંધી મુંબઈ
આ કલાકારનો પરિચય આપવો એ સૂરજ સામે મીણબત્તી ધરવા જેવો વ્યર્થ વ્યાયામ છે. રંગભૂમિ, ગુજરાતી-હિંદી ફિલ્મ તથા વેબ-શોમાં છવાઈ ગયેલા પ્રતીકનો માતૃભાષા સાથેનો સંબંધ અનેરો અને અતૂટ છે.
ગુજરાતીમાં ભણીને ‘ઈસરો’માં વિજ્ઞાની બન્યા.. ભરત મહેતા અમદાવાદ
અમરેલી જેવા નાનકડા નગરની શાળામાં ભણીને ઈસરો જેવી વૈજ્ઞાનિક સંસ્થાના ઉચ્ચ પદે પહોંચેલા ભરત મહેતાનું કહેવું છે કે અંગ્રેજી માધ્યમમાં ન ભણ્યાનો કે પાછળ રહી ગયાનો મને ક્યારેય અફસોસ થયો નથી.
ભાષા નહીં, જ્ઞાન-ધ્યેય મહત્ત્વનાં.. ડૉ. અનિતા ગાલા દોશી મુંબઈ
સફળ પ્રોસ્થોડોન્ટિસ્ટ અને ઈમ્પ્લાન્ટોલૉજિસ્ટ ડૉ. અનિતાનાં રિસર્ચ પેપર ઈન્ટરનૅશનલ જર્નલમાં પ્રકાશિત થયાં છે. દેશ-વિદેશનાં અનેક પારિતોષિકો મેળવનારાં આ ડેન્ટિસ્ટ કહે છે કે માતૃભાષાનો મારી કારકિર્દીમાં મહત્ત્વનો ફાળો છે.
અલૌકિક સૃષ્ટિમાં લઈ જાય છે ગુજરાતી સાહિત્ય.. આશિષકુમાર ચૌહાણ મુંબઈ
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના મૅનેજિંગ ડિરેક્ટર-સીઈઓ રહી ચૂકેલા આશિષકુમાર ચૌહાણની તાજેતરમાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જના મૅનેજિંગ ડિરેક્ટર-ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે નિમણૂક થઈ. આશિષભાઈનો માતૃભાષા સાથે સ્નેહ નોખો-અનોખો રહ્યો છે.
બોલો, મચ્છરનો પણ દિવસ છે!
વર્ષે દહાડે દુનિયામાં દસ લાખ લોકોનાં મોતનું કારણ બનતા નખના ટેરવા જેવડા આ કીટકની નાનકડી દુનિયામાં ડોકિયું.
યહ પેમેન્ટ મુઝે દે દે સરકાર
નગરપાલિકા કે સરકારી વિભાગના અધિકારીઓ ઘણી વાર કૉન્ટ્રાક્ટર કે બીજા લાભાર્થીને એમના હક માટે ટટળાવતા હોવાની ફરિયાદ ઊઠે છે. એવા મામલામાં કોર્ટ વચ્ચે પડે અને સરકારી વિભાગ વિરુદ્ધ ફેંસલો આપે તો નીચાજોણું સરકારનું થાય. આવા કેટલાક ચોંકાવનારા કિસ્સા હમણાં ગુજરાતમાં બન્યા, જેમાં સરકારી કચેરીની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
પંચોતેર પૂરાં થયાં.. હવે શું?
આઝાદીના અમૃત મહોત્સવ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે લાલ કિલ્લા પરથી આપેલા પ્રવચનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સામેનાં જુદાં જુદાં સંકટની અને એને નિવારવા માટેના વિવિધ ઉપાયની વાત કરી. પ્રશ્ન જો કે માત્ર સમસ્યા ‘શોધવાનો’ નથી, એ દૂર કરવાની સ્પષ્ટ નીતિનો પણ છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિની શતાબ્દી રંગેચંગે ઊજવવી હોય તો એ દિશામાં અત્યારથી કામ કરવું પડશે.
સલમાન રશ્દી પર હુમલોઃ પોતાનો કક્કો સાચો ઠેરવવાની કવાયત
સલમાન રશ્દી: વર્ષો વીત્યાં, પણ વિવાદ શમ્યો નથી.
કપાળ પ્રમાણે ટીલું
સમાજમાં જેની ઈજ્જત હોય, પૈસો હોય એનું કપાળ મોટું ગણાય અને એને મોટું તિલક કરવું પડે
જીભ જોડે, જીભ તોડે..
જેમની જીભ કાબૂમાં ન રહેતી હોય એવા ઘણા લોકો પ્રતિભાવંત હોવા છતાં આગળ નથી આવી શકતા
સંભાળજો લોભ-અંધશ્રદ્ધા ક્યાંક તમારું પાકીટ સફાચટ ન કરી નાખે
સાઈબર ક્રાઈમમાં મોબાઈલ પર કૉલ કરીને વન ટાઈમ પાસવર્ડ કે બૅન્કની વિગતો માગીને ખાતાં ખાલી કરવામાં આવે છે, પણ સદેહે આવતા પાખંડીઓ અને એમના દ્વારા ફેંકવામાં આવેલી લાલચની જાળમાં ફસાતા અંધશ્રદ્ધાળુઓનું શું કરીશું?
ભણેલા-ગણેલા બળદ! એક હાથે લો... અને બીજા હાથે કરો ગાયનું દાન.
ચુનીલાલે જ્યુસ નહીં તો બરફવાળો દારૂ પીધો હશે. મુદ્દો એ છે કે એ બોલવાની હાલતમાં નથી...