CATEGORIES
Categorías
તૈયાર થઈ રહ્યો છે ભાવનગરનો સાંસ્કૃતિક નકશો
સમાજના જુદા જુદા વર્ગના લોકો પાસેથી સૂચનો મેળવી તૈયાર થશે ભાવનગરનો સાંસ્કૃતિક નકશો.
સાગરના તળિયેથી પાક લણવાની કરામત
દક્ષિણ ભારતની જેમ ગુજરાતમાં પણ દરિયાકિનારે શેવાળની ખેતી કરવાના પ્રયોગ શરૂ થયા છે. આંશિક રીતે સફળ થયેલા આ કામને નડતી અડચણ દૂર થાય તો મત્સ્યોદ્યોગની સાથે આપણા સમુદ્રકાંઠા પર પણ લોકો માટે આજીવિકાના સ્રોત ઊભા થઈ શકે એમ છે.
ગુજરાતના તમામ યાત્રાધામોની ૩૬૦ ડિગ્રીએ કાયાપલટ થઈ છે. ડબલ એન્જિનવાળી સરકારને યાત્રાળુઓ આપે છે આશીર્વાદ
ગુજરાતી પ્રજા એટલે મૂળભૂત રીતે ભક્તિમય અને પ્રવાસી પ્રજા. રાજ્ય સરકાર પ્રવાસી શ્રદ્ધાળુઓની પ્રાર્થના અને પર્યટન બન્ને સુગમ બને એ માટે સતત પ્રયત્નશીલ છે
આવા સંબંધની ઈમારતનો પાયો કેવો હોય?
અગાઉ સંયુક્ત કુટુંબપ્રથાને કારણે પરિવારમાં કોઈ દંપતીને ન બને તો પણ ઘરના બીજા સભ્યોની હૂંફથી એવા સંબંધ સચવાઈ જતા. હવે કુટુંબો તૂટી રહ્યાં છે એટલે આવી સપોર્ટ સિસ્ટમ પણ ઘસાઈ રહી છે
પહેલાં પાકિસ્તાનની લાયકાત તો જુઓ...
કાતિલ ગરમી અને એ પછી અતિ વિનાશક પૂર, એમ ઉપરાઉપરી બે કુદરતી આપત્તિમાં સપડાયેલા પાકિસ્તાનને મદદ કરવા અનેક દેશ આગળ આવ્યા છે અને એક ઉદાર પડોશી તરીકે લોકો ભારત તરફ મીટ માંડીને બેઠા છે. જો કે પાકિસ્તાનને સહાય ન મોકલીને બદનામી થતી હોય તો પણ ભારતે એનો અફસોસ કરવાની જરૂર નથી.
જસ્ટ, એક મિનિટ...
કોઈ વ્યક્તિ સાથે કામધંધો, વ્યવસાય કે અન્ય વ્યવહાર કરીએ ત્યારે એ વ્યક્તિ અજાણી હોય તો એના પર આંધળો ભરોસો કરવાથી પસ્તાવાનો વારો આવે
ભણ્યા કરતાં ગણ્યો અનુભવ ચડે
મારી પાસે ૧૭ ગાયો છે, એમાંથી મોટા દીકરાને અડધી આપજો
ચલો, સાબિતી આપો...
મા-બાપ સંતાન માટે ગમે એટલો પ્રેમ ધરાવતાં હોય, પણ માર્કશીટ સામે આવે ત્યારે એમાં ટાઈટેનિક વધારો થાય અથવા તોસ્તાન ઘટાડો થાય
તો તાલિબાન સાથે માથાફોડી કરવા તૈયાર રહેજો! પારકી પળોજણમાં વચ્ચે પડવાની આદત તમને ક્યાં લઈ જઈ શકે?
હે ભગવાન, ટ્રેનની પારકી લડાઈઓ તમને આતંકીઓ સાથે મીટિંગ માટે લઈ જશે?
પ્રજ્ઞાબહેન ગાંધી: વંચિતોનાં વાણોતર, ભણાવવાનાં ભેખધારી
ભણતર સાથે જેમનો દૂર દૂરનોય સંબંધ નહોતો એવાં કેટલાંક છોકરાંવ સાથે બગીચામાં થયેલી અલપઝલપ વાતચીતે એમને શિક્ષિકા તરીકેની નોકરી પડતી મૂકી ઝૂંપડપટ્ટીમાં રહેતાં અનેક બાળકોનાં આજીવન શિક્ષિકા બનાવી દીધાં. એ બાળકોનાં મોઢાં પરનો સંતોષ અને આનંદ જ છે એમનું મહેનતાણું.
આ કરચલો છે પાક્કો નાળિયેરપ્રેમી
આ કરચલો રહે છે દરિયામાં, પણ એનું પસંદગીનું ભોજન એટલે લીલું નાળિયેર
ખારાશ શોષીને મીઠાશ આપતું ફળઃ નાળિયેર
દક્ષિણ ભારતનાં રાજ્યોમાં જઈએ એટલે આંખ આકાશને ચોટાડતાં હોઈએ એટલું ઊંચે જોવાથી નાળિયેરનાં વૃક્ષો જોવા મળે. એનાં થડ, પાન અને ફળ સહિત લગભગ દરેક હિસ્સાના એકથી વધુ ઉપયોગ છે અને આ જ કારણે આપણે એને ‘કલ્પવૃક્ષ’ તરીકે ઓળખીએ છીએ. દાયકા કરતાં વધુ સમયથી દર બીજી સપ્ટેમ્બરે ‘વર્લ્ડ કોકોનટ ડે’ ઊજવાય છે ત્યારે આ પાણીદાર-ઊંચેરા નાળિયેરની મીઠી મીઠી વાતો...
તોતિંગ તોડકામ, તોતિંગ પડકાર
ઉત્કર્ષ મહેતાઃ વિસ્ફોટકથી બાંધકામ તોડી પાડવાની ટેક્નોલૉજીમાં ભારત હજી પાછળ છે.
નોઈડા ટ્વિન ટાવર બાર સેકન્ડમાં ખેલ ખતમ!
લાંબી કાયદાકીય લડત બાદ સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર કુતુબ મિનારથી પણ ઊંચા નોઈડાના બે ગગનચુંબી ટાવર્સને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે ત્યારે જાણીએ, એની આસપાસ વણાયેલી રસપ્રદ વાતો.
સખા સહિયારા
નીલેશ-પ્રક્ષાલી દેસાઈ તથા જવનિકા-નિશિથ નાયક: પરિવારના સાથ વિના સમાજસેવા સંભવ નથી.
બિગ બૉસનો બિગ વિવાદ...
એક જ ટીવી-શોમાં ભાગ લેનારા સાત-સાત કન્ટેસ્ટન્ટ મૃત્યુ પામે એ તે કેવું?
વધારો યાર, છુટ્ટી
નોર્વેના લોકો એટલા કામઢા છે કે વર્ષે માત્ર બે બૅન્ક હોલિડેથી કામ ચલાવે છે
પ્રભાવ જમાવો, પૈસા બનાવો
બોલો, તમારે પણ બનવું છે સોશિયલ મિડિયા ઈન્ફ્લુએન્સર?
ઈન્વેસ્ટમેન્ટ જગતમાં હર ઘર SIP
હર ઘર તિરંગાની જેમ ઈન્વેસ્ટમેન્ટ જગતમાં હર ઘર એસઆઈપી અને એસટીપી હોવા જોઈએ. મધ્યમ વર્ગ માટે ઉત્તમ એવા એસઆઈપી અને એસટીપીથી સંપત્તિસર્જન થાય છે તો એસડબ્લ્યુપી મારફત નિવૃત્તિમાં રાહત થાય છે. આ હકીકતને સરળ ભાષામાં સમજીએ.
ઢોર રખડે રસ્તે... મામલો ચડે કોર્ટે! અદાલતના આદેશ પછી સડકો ‘સાફ’ થશે ખરી?
રસ્તા પરની આ રોજિંદી સમસ્યામાંથી રસ્તો કેમ કાઢવો?
મહામારીની સાઈડ ઈફેક્ટ સેટિંગ કલ્ચરનો આડેધડ વિકાસ
ગયા અઠવાડિયે યુનિવર્સિટી ઑફ ગ્રાન્ટ કમિશને વીસથી વધુ એવી યુનિવર્સિટીની એક યાદી બહાર પાડી, જે ફેક છે. કારકિર્દીના પાયા સમાં વિદ્યાધામ જ બનાવટી, ઠગાઈવાળાં એ તે કેવું? લૉકડાઉનમાં ફલેલી ને ફાલેલી ફેક જૉબ ઈન્ટરવ્યૂથી લઈને ફેક કર્મચારી જેવી ગોબાચારી ક્યાં જઈને અટકશે એ કહેવું મુશ્કેલ છે.
રણમાં ખીલ્યો પ્રવાસ ને પર્વત પર ઊગી સ્મૃતિ
ભૂજમાં પ્રવેશ કરીએ ત્યાં જ તરત દેખાતો કચ્છના પ્રહરી સમાન ભૂજિયો ડુંગર કુદરતી રીતે તો સુંદર છે જ અને એનું ધાર્મિક મહત્વ પણ છે. હવે આ પર્વત પર અદ્યતન ‘સ્મૃતિવન’ બન્યું છે. ૨૦૦૧માં થયેલા ધરતીકંપમાં કચ્છમાં થયેલી તબાહી અને એ પછી કચ્છ સાધેલા વિકાસની ગાથા આધુનિક ટેક્નિકથી ત્યાં કહેવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હમણાં આ સ્મૃતિવન ખુલ્લું મૂક્યું. આવો, આપણે પણ એમાં વિહાર કરીએ.
છે એમને નોકરી આપવાની હિંમત?
૩૪ વર્ષની સાયરાબાનુ પર એની મોટી બહેને જ ઑક્ટોબર, ૨૦૧૦માં તેજાબ ફેંકેલો, જેમાં એ ગંભીરપણે દાઝી ગયેલી
બૅન્ક સખીનો ઊજળો છે હિસાબ
ગામડાંમાં ઘરે ઘરે જઈને વિવિધ બૅન્ક યોજના વિશે માહિતી આપતાં નિર્મળા ગામીતઃ આમ બૅન્ક પહોંચે છે ગામ સુધી...
સમસ્યાનું અસ્તિત્વ તો સ્વીકારો!
ઢળતી ઉંમરે હજી કોઈ રાજકીય મહત્વાકાંક્ષાની લાલચે ગુલામ નબી આઝાદ જેવા વરિષ્ઠ આગેવાને કોંગ્રેસ છોડી હોય તો પણ ખાસ તો રાહુલ ગાંધી સામે એમણે જે બળાપો કાઢ્યો છે એમાં રતીભાર પણ અતિશયોક્તિ નથી. કોંગ્રેસી નેતાઓની તકલીફ એ છે કે ઉઘાડી આંખે પણ એમને હકીકત દેખાતી નથી.
પહેલાં એમનાં ઘર પર હથોડો મારો...
આ તૂટ્યાં દિલ્હીનાં ગેરકાયદે મકાન.
શિક્ષણધર્મના સાચા પ્રહરી
નરેશ મહેતાઃ ઓછા ભણતરને કારણે એક યુવતીની સગાઈ તૂટી એ જાણીને વિચાર આવ્યો કે...
સો કરોડનો શુભ સંકલ્પ...
કીર્તિદાન ગઢવીને જાહેર કરવામાં આવેલો ગુજરાત ગરિમા એવૉર્ડ પણ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનાયત થશે
બુદ્ધિ તો વાણિયાભાઈની
મારી લાકડી લાવ. હું અત્યારે જઈને જ પશા પટેલને કહી આવું કે દૂધ આપી જાય
માર્ગને એક નામ મળે...
આપણી નસો પણ નાનકડી ગલીઓ જેવી છે. એકબીજાને જોડી સાંકળી બનાવીએ તો કિલોમીટર સુધી લંબાય