CATEGORIES
Categorías
આ સ્કૂલમાં તો દીવાલો અને બારી-બારણાં પણ ભણાવે છે!
દીવાલ પર એબીસીડીની ટ્રેન બની તો પગથિયાં થયાં અંગ્રેજી-ગુજરાતી મહિના. પ્રજ્ઞા વર્ગખંડમાં ખાસ પ્રકારની ટાઈલ્સ ફિટ કરવામાં આવી, જેમાં દાખલા અને ભાષાની બાબતો હોય, વિદ્યાર્થી સ્કેચપેનથી એના પર જવાબ લખી શકે અને ભૂંસી પણ શકે
સૂર્યની આગથી ધબકશે પાણીમાં તરતા જહાજનું તંત્ર...
દેશની પ્રથમ સૌરઊર્જા સંચાલિત શિપ 'વોયેજ એક્સપ્રેસ’.
કેવો છે ભરૂચ પાસે આવેલો કડિયો ડુંગર
કડિયા ડુંગર પરની બુદ્ધકાલીન ગુફા અને ડુંગર તરફના રસ્તે નજરે પડતા નૅરોગેજ રેલવેના પાટા. અહીં છે પ્રકૃતિ અને પુરાતત્વ વારસાનો સમન્વય.
બે સંસ્કૃતિનો તાલબદ્ધ મેળઃ યોગ ગરબો
યોગ ગરબા: વાહ, આને કહેવાય ટુ ઈન વન!
રૂડે ગરબે રમે ગર્ભવતી મહિલાઓ
એકથી નવ મહિના સુધીની ગર્ભવતી મહિલાઓ ગરબે રમે છે. ગરબામાં સાદા સ્ટેપ્સ જ હોય છે. દોઢિયા હોય તો પણ બીટ એકદમ ધીમી રાખવામાં આવે છે
રસ્તે થતી હજારો દુર્ઘટના આપણું કેટલું માનવધન છીનવી લે છે અને કેટલાને કાયમ માટે પરવશ બનાવી દે છે!
ઢોર રસ્તા પર એવાં વટથી બેઠાં હોય જાણે એ રસ્તા નહીં, બલકે પાલિકાએ ખાસ ઢોરના લાભાર્થે બનાવેલા બગીચાના બાંકડા હોય
પામ્યું નથી પમાતું...
ડૉ. જે.જે. રાવલ જેવા ખગોળવિજ્ઞાની વાત માંડ ત્યારે આપણને અજાયબ બ્રહ્માંડનો આછોઅમથો ખયાલ આવે તો આવે
વખતે તખત
ચાણક્યબુદ્ધિ અનુસાર રાજા પર્વતક અને ચંદ્રગુપ્તના સૈન્યએ પાટલીપુત્રને ઘેરો ઘાલ્યો
જસ્ટ, એક મિનિટ...
આજે તેં બે બાબતનું જ્ઞાન ગ્રહણ કર્યુંઃ અનુકંપા અને એકાગ્રતા.’
જમ્મુ-કશ્મીરના રાજકીય આગેવાનો વિશેષ દરજ્જાનું વળગણ ક્યારે છોડશે?
ગુલામ નબી આઝાદ: કોંગ્રેસની ટોપી તો ઉતારી, હવે નવી પાઘડી ભાજપને માફક આવે એવી?
લડાખ મોરચે હજી બધું સબ સલામત નથી!
બે-સવા બે વર્ષથી ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણરેખા પર જામેલું ઘર્ષણ ઓછું થયું હોય તો પણ આ ગાળામાં ચીને કબજે કરેલા પ્રદેશમાંથી એના તમામ સૈનિકો પાછા ન હટે ત્યાં સુધી સ્થિતિ ભારેલા અગ્નિ જેવી જ રહેશે.
ઔર એક દેવસ્થાનનો મામલો ન્યાયમંદિરે
મંદિરના અવશેષ પર બની છે આ મસ્જિદ?
માર્ગને ન બનવા દઈએ મોતની સડક
દેશના રસ્તા પર રોજ સરેરાશ ૪૨૫ જણ જાન ગુમાવે છે, પણ એ સામે આપણું રૂંવાડું ફરકતું નથી. તદ્દન વાહિયાત કક્ષાનું બાંધકામ, થોડા જ સમયમાં ‘ઊભા થઈ જતા’ ખાડા, ખોટી જગ્યાએ બનતાં સ્પીડ-બ્રેકર, રસ્તે રઝળતાં ઢોર અને આટલું ઓછું હોય એમ બેફામ ડ્રાઈવિંગની આદત તથા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાની આપણી માનસિકતા... પ્રજા અને પ્રશાસન બન્ને સરખાં જવાબદાર છે રસ્તે જ પૂરી થઈ જતી હજારો જીવનયાત્રા માટે. ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીના અકસ્માત પછી માર્ગ પરની સલામતી સામે જાગેલા કોલાહલનું કંઈ પરિણામ આવશે ખરું?
કોઈ તમને ઉંદરભાઈ તરીકે બોલાવે તો? ...તો શું તમે આ રીતે બદલો લો ખરા?
સાપ ઘરમાં ફરતો દેખાવા માંડ્યો હશે એટલે એમણે આજે સવારે મને મળીને માફી માગી લીધી!
ભૂત-પિશાચ નિકટ નહીં આવે
૧૨ લાખમાં ભગાડો ભૂત.
આનંદ કરાવે આનંદભાઈ
મહિન્દ્રા ભારે મોજીલા.
બ્રહ્માસ્ત્ર લેશે બોલીવૂડની અગ્નિપરીક્ષા
રણબીર-આલિયાની ‘બ્રહ્માસ્ત્ર’ બોલીવૂડને ઉગારવાનું અમોઘ શસ્ત્ર સાબિત થશે?
ડેબિટ અને ક્રેડિટ કાર્ડને વધુ સલામત બનાવશે ટોકન
નોટબંધી અને કોરોના કાળ પછી ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો વપરાશ વધી રહ્યો છે તો સાથે સાથે એના દુરુપયોગનું જોખમ પણ વધી રહ્યું છે ત્યારે રિઝર્વ બૅન્ક એના ઉપાય રૂપે ટોકન લાવી રહી છે. એક ઑક્ટોબરથી આ ‘ટોકનાઈઝેશન’ અમલમાં આવવાનું છે ત્યારે એને સમજી લેવામાં જ શાણપણ છે.
ઘરેલુ હિંસાની વધતી જતી ઘટના મહામારીની સાઈડ અને ગંભીર ઈફેક્ટ
લૉકડાઉનના સમયમાં ચાર દીવાલ વચ્ચે થતી હિંસાના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો એના ચોંકાવનારા આંકડા આવ્યા છે. વધુ ચોંકાવનારી હકીકત એ કે આવી જંગલિયતનો સામનો કરતી ૮૭ ટકા જેટલી મહિલા ડિપ્રેશન સાથે જીવી રહી છે. આવી સ્ત્રી ક્યારે કેવું આત્યંતિક પગલું ભરી બેસે એ કહેવાય નહીં. શું છે ડોમેસ્ટિક વાયોલન્સને અટકાવવાના ઉપાય?
માનવતાના મહિમાની પાઠશાળા
એનું નામ ભલે પાઠશાળા હોય, અહીં તો શ્રમિકોનાં બાળકો માટે રહેવા-જમવા સહિત ઘર જેવી વ્યવસ્થા છે!
હવે કારમાં સીટ બેલ્ટ પહેરવાનું અચૂક યાદ રાખજો...
કારની પાછલી સીટ પર બેઠો છું એટલે અકસ્માત થાય તો પણ મને કંઈ થવાનું નથી એવી દલીલ કરનારાઓએ ‘ટાટા સન્સ’ના માજી ચૅરમૅન સાયરસ મિસ્ત્રીના અણધાર્યા અવસાનમાંથી બોધ લેવાની જરૂર છે.
તાપીકિનારે દશરથ રાજાનું શ્રાદ્ધ!
લોકવાયકા પ્રમાણે રાજા દશરથના શ્રાદ્ધ સાથે પુત્ર ભરતે આ શિવલિંગનું નિર્માણ કર્યું હતું.
બોલો, અહીં તો છે માગશરના શ્રાદ્ધની પરંપરા!
ભાદરવા મહિનામાં પૂર્વજો માટે શ્રાદ્ધવિધિ કરવાની પરંપરા છે. આ વિધિ મોટા ભાગે નદીકિનારે કે સરોવર આસપાસ જ થતી હોય છે. જો કે ગુજરાતની ડાયમંડ નગરી સુરતમાં એક સ્થળે ભાદરવાને બદલે માગશર મહિનામાં શ્રાદ્ધ થાય છે અને એ પણ નદી કે સરોવરકાંઠે નહીં, પરંતુ કૂવા નજીક. હજારોની સંખ્યામાં લોકો વિધિ માટે અહીં આવે છે અને એ દરમિયાન મેળો પણ ભરાય છે.
શ્રદ્ધયા કૃતં ઈતિ શ્રાદ્ધમ!
આધુનિકતા તો સમાજનાં દરેક ક્ષેત્રે આવી છે, પરંતુ શ્રાદ્ધ જેવી પરંપરાને વધારે સ્પર્શી શકી નથી. કેટલાક સુધારાવાદીઓ એવી દલીલ કરે છે કે અહીં કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવાથી કે પીપળે પાણી રેડવાથી દિવંગતના આત્માને શાંતિ કેવી રીતે મળે, પરંતુ એનો કોઈ જવાબ આપ્યા વગર સંખ્યાબંધ લોકો આ શ્રાદ્ધ કરે છે. આમ શ્રાદ્ધની મૂળ પરંપરા હજુ અકબંધ છે, પણ હા, દેશ-કાળ અને પાત્ર મુજબ નિયમોમાં થોડા ફેરફાર જરૂર જોવા મળે છે.
શિક્ષણથી વંચિત ઉદ્યોગપતિ હવે સમાજને કરી રહ્યા છે શિક્ષણથી સિંચિત
ગરીબ પરિવારના એ દીકરાએ ત્રીજા ધોરણ પછી ભણવાનું છોડવું પડ્યું. મામાને ત્યાં ખેતરને પાણી આપવાનું કામ કરતો કરતો એ યુવાવયે હીરાનું કામ કરવા મુંબઈ આવ્યો. નોકરીમાં હડધૂત થયો, પણ નાસીપાસ થયા વગર ભાઈના કારખાનામાં એણે કામ કર્યું. પછી પોતાનો સ્વતંત્ર ધંધો કર્યો. થોડો વખત વૈરાગ્યભાવ ચડ્યો તો સંયમમાર્ગ પણ અપનાવ્યો. જો કે ઈશ્વર એની પાસે સાંસારિક જીવનમાં કંઈક કરાવવા માગતો હશે એટલે... આજે એક સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત એ સેંકડો આદિવાસી બાળકોને ભણાવવાના સદ્કાર્યમાં નિમિત્ત બની રહ્યા છે.
‘ચિત્રલેખા’ને મળ્યું વધુ એક સમ્માન...
હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક માટે પત્રકાર કેતન મિસ્ત્રીની પસંદગી
બે વર્ષ બાદ સુરત નાટ્યસ્પર્ધાનો પડદો ખલે છે...
સુરત મહાપાલિકા પ્રાયોજિત નાટ્યસ્પર્ધા માટે ચાલતી તૈયારી
ફરી પ્રગટશે વ્હાલો કાનુડો
શ્રીનાથજીના આઠે સમાનાં દર્શન કરો અને કૃષ્ણરસમાં થઈ જાવ તરબોળ.
આ નવરાત્રિએ ગોહિલવાડનાં ગામોમાં થશે ધરતીની આરતી
ખેલૈયાઓ ભલે ગરબે રમે, ગોહિલવાડના કેટલાક કિસાનો પ્રકૃતિની રક્ષાના સંદેશ સાથે ગામેગામ ફરશે.
રાષ્ટ્રકક્ષાના હિંદી દિવસની ઉજવણીનું યજમાન બનશે સુરત
સુરતના ઈનડોર સ્ટૅડિયમમાં ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરે રાજભાષા વિભાગ-દિલ્હી દ્વારા હિંદી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે