CATEGORIES
Categorías
ગુજરાતીમાં ભણીને ‘ઈસરો’માં વિજ્ઞાની બન્યા.. ભરત મહેતા અમદાવાદ
અમરેલી જેવા નાનકડા નગરની શાળામાં ભણીને ઈસરો જેવી વૈજ્ઞાનિક સંસ્થાના ઉચ્ચ પદે પહોંચેલા ભરત મહેતાનું કહેવું છે કે અંગ્રેજી માધ્યમમાં ન ભણ્યાનો કે પાછળ રહી ગયાનો મને ક્યારેય અફસોસ થયો નથી.
ભાષા નહીં, જ્ઞાન-ધ્યેય મહત્ત્વનાં.. ડૉ. અનિતા ગાલા દોશી મુંબઈ
સફળ પ્રોસ્થોડોન્ટિસ્ટ અને ઈમ્પ્લાન્ટોલૉજિસ્ટ ડૉ. અનિતાનાં રિસર્ચ પેપર ઈન્ટરનૅશનલ જર્નલમાં પ્રકાશિત થયાં છે. દેશ-વિદેશનાં અનેક પારિતોષિકો મેળવનારાં આ ડેન્ટિસ્ટ કહે છે કે માતૃભાષાનો મારી કારકિર્દીમાં મહત્ત્વનો ફાળો છે.
અલૌકિક સૃષ્ટિમાં લઈ જાય છે ગુજરાતી સાહિત્ય.. આશિષકુમાર ચૌહાણ મુંબઈ
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના મૅનેજિંગ ડિરેક્ટર-સીઈઓ રહી ચૂકેલા આશિષકુમાર ચૌહાણની તાજેતરમાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જના મૅનેજિંગ ડિરેક્ટર-ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે નિમણૂક થઈ. આશિષભાઈનો માતૃભાષા સાથે સ્નેહ નોખો-અનોખો રહ્યો છે.
બોલો, મચ્છરનો પણ દિવસ છે!
વર્ષે દહાડે દુનિયામાં દસ લાખ લોકોનાં મોતનું કારણ બનતા નખના ટેરવા જેવડા આ કીટકની નાનકડી દુનિયામાં ડોકિયું.
યહ પેમેન્ટ મુઝે દે દે સરકાર
નગરપાલિકા કે સરકારી વિભાગના અધિકારીઓ ઘણી વાર કૉન્ટ્રાક્ટર કે બીજા લાભાર્થીને એમના હક માટે ટટળાવતા હોવાની ફરિયાદ ઊઠે છે. એવા મામલામાં કોર્ટ વચ્ચે પડે અને સરકારી વિભાગ વિરુદ્ધ ફેંસલો આપે તો નીચાજોણું સરકારનું થાય. આવા કેટલાક ચોંકાવનારા કિસ્સા હમણાં ગુજરાતમાં બન્યા, જેમાં સરકારી કચેરીની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
પંચોતેર પૂરાં થયાં.. હવે શું?
આઝાદીના અમૃત મહોત્સવ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે લાલ કિલ્લા પરથી આપેલા પ્રવચનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સામેનાં જુદાં જુદાં સંકટની અને એને નિવારવા માટેના વિવિધ ઉપાયની વાત કરી. પ્રશ્ન જો કે માત્ર સમસ્યા ‘શોધવાનો’ નથી, એ દૂર કરવાની સ્પષ્ટ નીતિનો પણ છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિની શતાબ્દી રંગેચંગે ઊજવવી હોય તો એ દિશામાં અત્યારથી કામ કરવું પડશે.
સલમાન રશ્દી પર હુમલોઃ પોતાનો કક્કો સાચો ઠેરવવાની કવાયત
સલમાન રશ્દી: વર્ષો વીત્યાં, પણ વિવાદ શમ્યો નથી.
કપાળ પ્રમાણે ટીલું
સમાજમાં જેની ઈજ્જત હોય, પૈસો હોય એનું કપાળ મોટું ગણાય અને એને મોટું તિલક કરવું પડે
જીભ જોડે, જીભ તોડે..
જેમની જીભ કાબૂમાં ન રહેતી હોય એવા ઘણા લોકો પ્રતિભાવંત હોવા છતાં આગળ નથી આવી શકતા
સંભાળજો લોભ-અંધશ્રદ્ધા ક્યાંક તમારું પાકીટ સફાચટ ન કરી નાખે
સાઈબર ક્રાઈમમાં મોબાઈલ પર કૉલ કરીને વન ટાઈમ પાસવર્ડ કે બૅન્કની વિગતો માગીને ખાતાં ખાલી કરવામાં આવે છે, પણ સદેહે આવતા પાખંડીઓ અને એમના દ્વારા ફેંકવામાં આવેલી લાલચની જાળમાં ફસાતા અંધશ્રદ્ધાળુઓનું શું કરીશું?
ભણેલા-ગણેલા બળદ! એક હાથે લો... અને બીજા હાથે કરો ગાયનું દાન.
ચુનીલાલે જ્યુસ નહીં તો બરફવાળો દારૂ પીધો હશે. મુદ્દો એ છે કે એ બોલવાની હાલતમાં નથી...
ઝંડા ઊંચા રહે બધાના
બ્રિટને ૬૫ દેશને સ્વતંત્રતા આપવી પડી. એમ તો ફ્રાન્સે ૨૮, સ્પેને ૧૭, સોવિયેત સંઘે ૧૬, પોર્ટુગલે સાત અને યુનાઈટેડ સ્ટેટ્સે પાંચ દેશને સ્વતંત્રતા આપી
પારકા કંકાસની પીડા
મર્યાદિત લાઈટમાં જર્મનીનાં સ્મારકો ભેંકાર ભાસે છે.
વિરોધના વા-વંટોળ પર ચોખવટનું લીંપણ...
હમણાં એક ઈન્ટરવ્યૂમાં આમીરે સખેદ કહ્યું: ‘ભાઈઓ અને બહેનો, મારી ફિલ્મનો વિરોધ ન કરો... હું કાંઈ દેશિવરોધી નથી.’
વડા પ્રધાનના હસ્તે ભારત-ગુજરાતને ગ્લોબલ ગિફ્ટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ‘નૅશનલ સ્ટૉક એક્સચેન્જ’ (એનએસઈ)ના સીઈઓ-એમડી આશિષકુમાર ચૌહાણ અને ‘એસજીએક્સ ગ્રુપના સીઈઓ લો બૂન ચાયે.
મોટા દેશોની દશા અધ્ધર... એ સામે ભારત બહેતર-સધ્ધર
શ્રીલંકાનું આર્થિક-રાજકીય-સામાજિક ઉઠમણું જગતઆખાએ જોયું, પાકિસ્તાનની દશા પણ સૌની સામે છે. આ દેશો નબળાં અને બિનવિકસિત રાષ્ટ્રોની કૅટેગરીમાં આવે, પરંતુ અત્યારે વૈશ્વિક સંજોગો જે પ્રમાણે આકાર લઈ રહ્યા છે એમાં તો અમેરિકા, બ્રિટન, ચીન તથા યુરોપિયન યુનિયનના સંપન્ન દેશોની આર્થિક દશા પણ કથળી છે. આ બધામાં આશ્વાસન લેવું હોય તો આપણા ભારતનું ચિત્ર ઘણેખરે અંશે સાનુકૂળ અને આશાસ્પદ લાગે છે.
હે ટેક જાયન્ટ્સ, હવે આટલેથી અટકો...
‘ગૂગલ’, ‘ફેસબુક’ કે પછી ‘ઈન્સ્ટા’–‘યુટ્યૂબ’ અથવા ‘ટ્વિટર’ જેવી સોશિયલ મિડિયા કંપનીઓ માત્ર એક-દોઢ દાયકામાં એટલી પાવરફુલ બની ગઈ કે ગમે તે દેશની સરકાર, પ્રજાતંત્રને એ પોતાની આંગળીએ નચાવી શકે છે. સ્થાનિક અને દેશી મિડિયા કંપનીઓનાં કન્ટેન્ટ વાપરીને વળતર તરીકે ડિંગો આપવાનું વલણ એમને ટીકાપાત્ર બનાવે છે. ઑસ્ટ્રેલિયાની સરકારે ગયા વર્ષે આ ટેક જાયન્ટ્સને કાયદાનો પાઠ ભણાવ્યો અને હવે ભારત સરકાર પણ શિકંજો કસી રહી છે.
અર્ચના દેસાઈ – વ્યાસ: એનર્જી ક્ષેત્રે પ્રવૃત્ત આ સફળ માનુનીની ઊર્જાનું નામ છે દઢ નિર્ધાર
કસદાર પગારવાળી નોકરી, દેશ-વિદેશના પ્રવાસ, પ્રેમાળ પતિ, વહાલસોયાં સંતાન... સુખની વ્યાખ્યામાં ફિટ થાય એવું બધું જ એમની પાસે હતું, પરંતુ એમણે આ બધાંથી સંતોષ માની લેવાને સ્વબળે પોતાની કંપની શરૂ કરનારાં આ મહિલાની કથની પ્રેરણાદાનધાન એવા અખાત દેશમાં છે.
પ્રાચીન રમત... જાજરમાન યજમાન
મહાબલિપુરમના દરિયાકિનારે છે પલ્લવ રાજાઓએ બનાવેલું આ મંદિરસંકુલ અને એનાથી થોડે દૂર છે ‘બટર બૉલ'.
ચાલો હવે અનોખી ચાલ
૬૪ ખાનાં ને ૩૨ પ્યાદાંની પ્રાચીન રમત શતરંજ અર્થાત્ ચેસ સદીઓથી દુનિયાભરમાં લોકપ્રિય છે. અમેરિકા-યુરોપ તથા રશિયાના ખેલાડીઓએ ચેસની આધુનિક સ્પર્ધામાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો, પણ હવે ભારતે પોતાના પ્રાચીન ખેલવારસાને પુનઃ જાગૃત કરીને ચેસના એકથી એક દાદુ ખેલાડી સર્જવા માંડ્યા છે. તામિલનાડુમાં હમણાં ૪૪મી ચેસ ઑલિમ્પિયાડ યોજાઈ રહી છે ત્યારે જાણીએ ચેસનું અવનવું.
સેક્સોટર્શનની જાળમાંથી કેવી રીતે બચવું?
આજે ટેક્નોલૉજીની મદદથી નૅશનલ-ઈન્ટરનૅશનલ ગઠિયા ગમે તે દેશના લોકોનાં બૅન્ક બૅલેન્સ ખાલી કરી નાખે છે. ટેક્નોલૉજીનો ફાયદો એ કે એકસાથે હજારો લોકો પર જાળ ફેંકી શકાય છે, જે થોડાઘણા ફસાયા
બંગાળ શિક્ષકભરતી કૌભાંડ રોકડા ફેંકો... નોકરી લે લો
પશ્ચિમ બંગાળમાં ‘તૃણમૂલ કોંગ્રેસ પક્ષ’ બહુમતીમાં હોવા છતાં મુસીબતનો સામનો કરી રહ્યો છે. દેશભરમાં ભાજપની લહેર વચ્ચે શહેર વચ્ચે મમતા બેનરજી મમતા બેનરજી માટે બંગાળમાં પોતાનો ગઢ સાચવી રાખવું મુશ્કેલ બનતું જાય છે. મમતા પછી નંબર-ટુ મનાતા અને અત્યાર સુધી મિસ્ટર ક્લીનની છબી ધરાવતા હેવીવેઈટ નેતા પાર્થ ચેટરજી પાસેથી શિક્ષક કૌભાંડમાં ૫૦ કરોડ રૂપિયા રોકડા મળતાં દેશભરમાં ચર્ચા જામી છે.
સૌરાષ્ટ્રમાં પણ છે મહિલા બુટલેગર્સનો દબદબો
પોલીસ ગેરકાયદે ભઠ્ઠી પર દરોડા પાડે અને દારૂ ઢોળી નાખે તો પણ થોડા દિવસમાં ફરી ‘ધંધો’ ચાલુ થઈ જાય.
નારીને લાગ્યો રે... દારૂની કમાણીનો નશો
બોટાદના લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં પચાસથી વધુનાં મોત થયાં તથા પચાસથી વધુ લોકો હજી સારવાર હેઠળ છે ત્યારે ગુજરાતમાં દારૂના ધંધામાં સ્ત્રીઓનું આધિપત્ય પણ સામે આવ્યું છે. અમુક પછાત વર્ગની સ્ત્રીઓ સંજોગના નામે દારૂના ધંધાના રવાડે ચડીને તગડી કમાણી કરે છે. એ કમાણીથી કદાચ કિસ્મત બદલાય, કલંક દૂર થાય નહીં. કમાણીના શૉર્ટ કટમાં ફસાયેલી લેડી બુટલેગરોની કથની આંખ ઉઘાડનારી છે.
આ મોડર્ન સર્જરી આપી રહી છે પાર્કિન્સન્સથી રાહત
છેલ્લાં થોડાં વર્ષથી ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરીથી કંપવાનાં તીવ્ર લક્ષણોને નિયંત્રિત કરવામાં મળી રહી છે અસાધારણ સફળતા...
આ ગામમાં થાય છે ખીરનો હવન!
મંદિરમાં ખીર બનતી જાય અને પ્રસાદી તરીકે ચડ્યા પછી તાંસળી કે થાળી મોઢે માંડીને લોકો એ પીવે.
ચોમાસું આવ્યું, વડોદરામાં મગર લાવ્યું...
રાજ ભાવસાર: મગર ક્યારેક કોઈના ઘરમાં પણ પહોંચી જાય. એ વખતે એને સંભાળીને પકડી 'સલામત’ વિસ્તારમાં છોડી આવીએ.
ભાષાના આધારે જન્મેલા રાજ્યમાં આવાં વિધાન શા માટે?
ભગતસિંહ કોશ્યારી: જો જો, જબાન ફસકી ન જાય.
સત્તાનો દુરુપયોગ તો થતો નથી ને?
કાયદો હંમેશાં બેધારી તલવાર જેવો જ હોય છે. સત્તા પર બિરાજતો માણસ એને પોતાની રીતે મારીમચડીને વાપરી શકે છે. આ જ કારણે ‘ઈડી’ને વ્યાપક અધિકાર આપતા કાયદા વિશે ચોખવટ થવી જરૂરી છે.
જે બોલે તે ઘી લેવા જાય
જેવો કોરડાનો ફટકો પડ્યો કે બીજો બોલી ઊઠ્યો: ‘ઓ બાપ રે, આ તો ભારે સજા છે!’