CATEGORIES
Categorías
હવે ક્યાંથી મળે મેહુલ
મેહુલભાઈનાં પ્રકાશિત પુસ્તકોમાં લલિત નિબંધો અર્થની વેણુ, શોધિનબંધ ન છડિયા હથિયાર, સંપાદનોમાં ભમ્મરિયા કૂવાને કાંઠડે અને કવિ કાગ કહે, કાવ્યસંગ્રહોમાં પ્રવાહ, ક્ષણ, એ જ લખવાનું તને, વાયરો ડોલરવન, પ્રાગડ, અશ્રુપર્વ, કમળપૂજા અને સોણલાંનો સમાવેશ થાય છે
શિવનો મહિનો, લક્ષ્મીનું અવતરણ
શ્રાવણ માસમાં આખા સૌરાષ્ટ્રમાં શિવ-આરાધના શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શરૂ થશે. પરંપરાગત રીતે યોજાતા લોકમેળા પણ કોરોના કાળને લીધે બબ્બે વર્ષ બંધ રહ્યા બાદ આ વર્ષે રંગેચંગે યોજાશે. અધ્યાત્મ અને ધર્મ તો શ્રાવણનાં મુખ્ય તત્ત્વ, મુખ્ય પ્રવાહ છે, પરંતુ એની સાથે જ આ મહિનામાં ધાર્મિક પ્રવાસ-રિલિજિયસ ટુરિઝમ પણ એટલું વધશે કે એનો લાભ આ તીર્થો-પ્રવાસધામોનાં અર્થતંત્રને થશે. શિવનો મહિમા તો આ મહિનામાં છે જ, સાથે સાતમ-આઠમની કૃષ્ણભક્તિ ભળશે એટલે લક્ષ્મીનો સાક્ષાત્કાર થયા વિના નહીં રહે.
મધરાતની સમસ્યાનો ઘરગથ્થુ ઈલાજ
માણસનો નશો આમ ઉતારી શકાય..
આ તો ખરો પઠ્ઠો, હોં!
બ્રાઝિલના સાઓ પાઉલોમાં રહેતો વ્લાદિર સેગાટો સોશિયલ મિડિયા પર ખૂબ સક્રિય છે. ટિક ટોક પર એના ૧૭ લાખ ફોલોઅર્સ છે
મછલી બનું જલ મેં રહૂં
આંખ ફાટી જાય એવો આંકડો એ છે કે મારિયો સાહેબે ૯૦૦૦ રાત્રિ શિપ પર વિતાવવાનો રેકૉર્ડ કર્યો છે
ડિયર પ્રેક્ષક.. પ્લીઝ, રિટર્ન!
થિયેટરની 'ગલિયાં'માં પધારો હે પ્રેક્ષકરાજ: જોન અબ્રાહમ-અર્જુન કપૂર 'એક વિલન રિટર્ન્સ'માં.
જેમ્સ વેબ ટેલિસ્કોપ બહુ કામનું છે આ દૂરદર્શન
શહેરના મહત્ત્વના માર્ગો પર (તથા બદનામ ગલીઓમાં પણ) સરકાર દ્વારા સીસીટીવી કૅમેરા લગાડવામાં આવે છે, જેથી ચોવીસ કલાક એ વિસ્તાર પોલીસની નજર હેઠળ રહે. એ જ રીતે વિજ્ઞાનીઓ બ્રહ્માંડને પણ કાયમ પોતાની નજર સમક્ષ રાખવા માટે અવકાશમાં ચાવીરૂપ સ્થાને અત્યંત શક્તિશાળી ટેલિસ્કોપ ગોઠવે છે. હમણાં અમેરિકાની અવકાશવિજ્ઞાન સંસ્થા ‘નાસા’એ સ્પેસમાં ગોઠવેલું જેમ્સ વેબ ટેલિસ્કોપ દુનિયાનું સૌથી પાવરફુલ દૂરદર્શન યંત્ર છે
ખૂબસૂરત યુરોપને દુઃસ્વપ્ન બનાવતી અગ્નિવર્ષા
બ્રિટનમાં એક બાજુ રાજકીય અસ્થિરતા તો બીજી બાજુ ગરમી. યુરોપમાં યુક્રેન-રશિયાના યુદ્ધની ગરમી તો બીજી બાજુ આકાશમાંથી વરસતા અગનગોળા જેવી ગરમી. પૃથ્વીના ઉત્તરીય ગોળાર્ધમાં આકાશમાંથી જાણે આગ વરસી રહી છે. સૌથી વધુ ગરમી ક્યારે ને કેટલી પડેલી એનો ઈતિહાસ ફરીથી લખવો પડશે એ જાણી અહીંના નિષ્ણાતોને પરસેવા છૂટી રહ્યા છે, ખરા અર્થમાં. અમેરિકા-યુરોપનાં આ ગરમ મોજાં આખી દુનિયા માટે આંખ ઉઘાડનારાં છે.
દ્રૌપદી મુર્મુ: ભણવાની જીદ લઈ ગઈ રાષ્ટ્રપ્રમુખના પદ સુધી
અંગત જીવનની એક પછી એક કરુણાંતિકા અને રાજકારણના મુશ્કેલ દાવપેચ વચ્ચે જનપ્રતિનિધિ તરીકે અસાધારણ કામગીરીએ કેવી રીતે એક આદિવાસી લોકનાયિકાને દેશના સર્વોચ્ચ હોદ્દે પહોંચાડ્યાં?
શ્રાવણમાં મળો આધુનિક શ્રવણકુમારોને
ગુજરાત કરતાં જ્યાં શ્રાવણ મહિનો પંદર દિવસ પહેલાં શરૂ થાય છે એ સમગ્ર ઉત્તર ભારતમાં આ દિવસોમાં કાવડયાત્રાનું અનોખું મહત્ત્વ છે. ગંગા કે સરયુ નદીનાં પાવન જળ ભરેલું પાત્ર કાવડમાં ઊંચકીને દૂર દૂરનાં મંદિરોમાં શિવલિંગ પર ચઢાવવા જતા કાવડિયાઓની આસ્થા, સાહસ તથા તપસ્યાને વંદન કરવા જ પડે.
કૃષ્ણમય દ્વારકાની વાત જ નિરાળી
બોલો, દ્વારકાધીશ કી જય.
શ્રાવણે ભલા સોમનાથ
આ છે સોમનાથની પાલખીયાત્રા.
ફિનટેક કંપનીઓની આટઆટલી લોન ઍપ્સ ગેરકાનૂની?
રિઝર્વ બૅન્કને ફિનટેક કંપનીઓની પ્રવૃત્તિઓની ચિંતા સતત સતાવતી હોવાથી એ આવી કંપનીઓ માટે નવા નિયમો લાવવા માગે છે. કેવા અને શા માટે?
દારૂબંધીના દાવાનો નશો ઉતારતો વધુ એક લઠ્ઠાકાંડ
સિરિયલ બૉમ્બધડાકા રૂપે અમદાવાદે નિહાળેલા મોતના તાંડવની ૧૪મી વરસીની પૂર્વસંધ્યાએ ફરી એક વાર ગુજરાત પર કાળ ત્રાટક્યો.. આ વખતે ઝેરીલા દારૂ રૂપે.
ભારતમાં વસવા (ફરી) આવી રહ્યા છે ચિત્તા
વન્યપ્રાણીઓમાં વિશિષ્ટ એવા ચિત્તા ભારતનાં જંગલોમાંથી નામશેષ થયાને સિત્તેર કરતાં વધુ વર્ષ વીતી ગયાં. દુનિયાનું સૌથી ઝડપી પ્રાણી ગણાતા ચિત્તા દેશના કોઈ સંગ્રહાલય માટે લાવવામાં આવ્યા હોય તે વાત જુદી છે, પણ હવે આફ્રિકાથી કેટલાક ચિત્તા અહીં લાવી નૈસર્ગિક વાતાવરણમાં એમને વસાવવાની વર્ષો જૂની યોજના પૂર્ણતાના આરે આવીને ઊભી છે. આઝાદીનો અમૃત મહોત્સવ સંપન્ન થશે એ અરસામાં ભારતનાં જંગલમાં ચિત્તાની દોડ જોવા મળી શકશે.
સંભાળજો, લહેરી લાલાઓની નગરીમાં દીપડો મારે છે લટાર
પહેલાં સીસીટીવીમાં ‘પકડાયો’ અને પછી પાંજરે પુરાયો.
પત્રકારત્વ માટેનો નચિકેતા એવૉર્ડ
ગુજરાત સમાચાર સાથે સંકળાયેલા ભવેનભાઈની વિવિધા અને હોરાઈઝન કૉલમ અતિ લોકપ્રિય છે
ટ્રેકર્સ માટે ફરી ખૂલ્યા તાપી જંગલના દરવાજા
ચાલો, પ્રકૃતિના ખોળે.
નિઝરમાં હવે બિરાજશે મહાકાય મહાદેવ
અધ્યાત્મ કેન્દ્રમાં આવકાર આપશે આ શિવજી અને નંદી.
એક રાખી ફૌજી કે નામ
સૈનિકોને મોકલવા બની રહી છે રાખડીઓ.
અક્ષરોનું વાવેતર કરી મેળવ્યો રેકૉર્ડ
ખેતરમાં 'ઉગાડ્યું' મોરારિબાપુનું નામ અને એમનું પ્રિય સૂત્ર.
પારકી બુદ્ધિએ ચાલવાનું પરિણામ
જર્મની જેવો સૌથી વિકસિત દેશ એની કુલ જરૂરતનું ૪૦ ટકા ક્રૂડ ઑઈલ અને ૬૦ ટકા ગૅસ રશિયા પાસેથી ખરીદે છે તો ફિનલૅન્ડ જેવા દેશ તો આ માટે લગભગ પૂરેપૂરા રશિયા પર આધાર રાખે છે
બહેન એવી સુઘરી, ભાઈને પીરસી ઘૂઘરી
ભાઈએ ન કરી તપાસ તો મામેરામાં આવ્યો કપાસ
સંધાણ થાય એ પહેલાં ભંગાણ!
રાષ્ટ્રપતિ અને હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ મતભેદના દાબડા ખુલ્લા કરી વિપક્ષોએ એક થવાને નામે મીંડું મૂકી દીધું.
મારું રજવાડું બાદ ના કર..
ગૃહિણી માટે રસોડું એનું રજવાડું છે. આ રજવાડામાં આરામ નથી, છતાં આનંદ સમાયો છે
સાંભળો જી, આવે છે - 5G
વીસમી સદીના અંતિમ દાયકામાં ઈન્ટરનેટના આગમને દુનિયા બદલી નાખી. ૨૧મી સદીના આરંભે મોબાઈલ ફોનમાં ઈન્ટરનેટની સુવિધા આવી. વિશ્વને સાંકળતા આ બળવાન માધ્યમને 3G અને 4G ટેક્નોલૉજીએ ઝડપી બનાવી. એ બે કરતાં અનેક ગણી ઝડપી 5G ટેક્નોલૉજી હવે વિશ્વના ઘણા દેશોમાં કાર્યરત છે ત્યારે ભારત પણ આગામી દિવસોમાં 5G ટેક્નોલૉજીને ચાર હાથે અપનાવવા જઈ રહ્યું છે. કેવી રીતે બદલશે 5G આપણી દુનિયા?
બોલો, કેવી મજા..
આ કાચની પાછળ રહેવાની કિંમત ૧૩૦૦ ડૉલર!
આ તો પથારી ફરી ગઈ..
આવો, સૂવો ને ટાઢા થાવ..
એકલા જ આવ્યા મનવા.. એકલા જવાના..
સુપ્રસિદ્ધ ગઝલગાયક, હિંદી સિનેમાના સિન્ગર, ૮૨ વર્ષી ભૂપીન્દર સિંહનું નિધન
નકલી ક્રિકેટ મૅચ ગુજરાતમાં, અસલી સટોડિયા રશિયામાં!
મહેસાણાના ગામના ખૂણે રમાતી ક્રિકેટ મૅચ પર રશિયાથી ક્રિકેટ સટ્ટો ખેલાતો. એનો છૂપો કારોબાર પોલીસે ખુલ્લો પાડ્યો, પણ નકલી મૅચ પર અસલી સટ્ટાના ક્રિકેટ કારનામાનો રંગ બીજાં રાજ્યોને લાગી ચૂક્યો છે.