CATEGORIES
Categorías
વિદેશ જવા બનો ઢોરના દાક્તર
વૅટ (પશુચિકિત્સક) બનો ને મેળવો વટથી વિઝા.
જીવતા હોવાનો એને દંડ રે...
લો ચૂ ચૂન: મને જીવતો કરો... નહીં તો સાચ્ચે જ મરી જઈશ.
વૈદરાજ, પહેલાં તમારો ઈલાજ કરો...
અનુરાગ કશ્યપ-આદિત્ય ચોપરાઃ ડાહી સાસરે ન જાય અને..
ડેવલપ્ડ ઈન્ડિયાઃ સાથી હાથ બઢાના...
દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલુ થવા સાથે આગામી પચ્ચીસ વરસમાં ભારત ક્યાંથી ક્યાં પહોંચશે એવી સકારાત્મક કલ્પનાના ઘોડા પૂરપાટ દોડી રહ્યા છે. આર્થિક વિકાસની વાતો પણ પુરજોશમાં ચાલી રહી છે. જો કે સધ્ધર અને સફળ રાષ્ટ્ર બનવાની સફર ભારત માટે ઘણી લાંબી છે.
રોહિગ્યા શરણાર્થી જખમ કરતાં દવા વધુ હાનિકારક
ભારતમાં રહેતા ૪૦ હજારથી વધુ રોહિંગ્યાને મ્યાનમાર પરત મોકલવામાં એમના પર જોખમ વધુ કે એમને શરણું આપવાથી કરોડો ભારતીયોના જીવ સામે સર્જાતું જોખમ વધુ?
સોનલ પરીખ: જ્વાળામુખીની ટોચે રહીને જીવેલી સ્ત્રીની કથનીને વાચા આપવાની જહેમત
ગળથૂથીમાં એમને મળ્યા વાંચનસંસ્કાર. શિક્ષક તરીકે નોકરી. માતબર સાહિત્યસર્જન અને એ પછી નિરક્ષર કન્યામાંથી રાષ્ટ્રમાતા બનેલાં કસ્તુરબાની જીવનકથાનું પારિતોષિકથી વિભૂષિત અનુવાદનું પુસ્તક... અને હા, એ ગાંધીજીનાં વંશજ ખરાં, પણ વગવસીલા વગરનાં!
ન્યાય-અન્યાયની ફરિયાદનો નવો અધ્યાય
ગોધરાકાંડ પછી ગુજરાતમાં ફેલાયેલાં કોમી રમખાણના એક વિવાદાસ્પદ કિસ્સા એવા બિલ્કિસ બાનો બળાત્કાર અને એના સાત પરિવારજનોની હત્યાને લગતા કેસના તમામ અપરાધીઓને હમણાં સજામાફીની જોગવાઈ પ્રમાણે છોડી મૂકવામાં આવ્યા છે. ધારણા પ્રમાણે જ આ નિર્ણયથી મોટો વિવાદ ઊભો થયો છે.
ફિલ્મ-બહિષ્કારનાં ૧૦૦ વર્ષ... આખિર ઈસ દર્દ કી દવા ક્યા હૈ?
૧૯૨૧માં એક મૂક ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારથી લઈને આજ સુધી અનેક ફિલ્મોએ, કલાકાર-કસબીએ એક યા બીજા કારણસર બૉયકોટનો, બૅનનો, પ્રોટેસ્ટનો સામનો કરવો પડ્યો છે. કેટલાક તાજા દાખલા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કહે છે કે હવે આ બૉયકોટના ટ્રેન્ડનો જ બહિષ્કાર કરો.
વતનપ્રેમ સંગે સારવારનું સાહસ ફળ્યું
રોજ સરેરાશ ૧૮ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરતા અમદાવાદની ‘શેલ્બી હૉસ્પિટલ’ના ખ્યાતનામ ઑર્થોપેડિક સર્જ્યન ડૉ. વિક્રમ શાહે આ ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનમાં પણ નોંધપાત્ર પ્રદાન આપ્યું છે.
બિહાર-બંગાળ-ઝારખંડની આદિવાસી સરાક જાતિને જૈનો સાથે શું લાગેવળગે?
મધ્ય અને પૂર્વ ભારતના અમુક હિસ્સામાં રહેતી સરાક પ્રજા શું જૈન ધર્મથી વિખૂટી પડેલી છે? આ આદિમ પ્રજાનો વસવાટ છે ત્યાં અનેક જૈન મંદિરો હોવાનું નોંધાયું છે અને ત્યાંથી એના અમુક અવશેષો પણ મળ્યા છે. અત્યારના પણ આ સમાજમાં ઘણાં જૈન સંસ્કાર અને પ્રથા જોવા મળે છે. ગુજરાતના કેટલાક જૈન સાધુ-સંતો અત્યારે ‘શ્રાવક’ અને ‘સરાક’ વચ્ચેના સંબંધના તાણાવાણા શોધી રહ્યા છે.
પ્રજા પાણી દેખાડે ત્યારે...
વીસ વર્ષ ચપ્પલ ઘસ્યા પછી પણ કંઈ ન થયું ત્યારે ભાવનગર જિલ્લાનાં આ ગામોના રહેવાસીઓએ જ દરિયાનાં ખારાં પાણીથી જમીનને થતું નુકસાન રોકવા બંધારો બનાવી દીધો. એને કારણે નિર્માણ થયેલા સરોવરનાં મીઠાં પાણીથી અહીંના ખેડૂતો વરસના ત્રણ પાક લેતાં થયા છે.
શહીદોનાં ઘરે પ્રગટશે સોલારનું અજવાળું
તબક્કાવાર ૭૫૦ શહીદ પરિવારોને આપવામાં આવશે રૂફટોપ સોલાર સિસ્ટમ.
મેઘાણીની કર્મભૂમિ રાણપુરમાં રચાયું ખાદિત્યાલય
સ્થળ એક... ઉદ્દેશ બે: અહીં પુસ્તકો સાથે ખાદી ઉત્પાદનોનું કાયમી પ્રદર્શન પણ રહેશે.
૨૦,૦૦૦ પરિવારો સુધી પહોંચી સંકલ્પયાત્રા
‘ચાલો, દેશને સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ બનાવીએ...’ના સંદેશ સાથે વિદ્યાર્થીઓ ભાવનાર શહેરમાં ફરી વળ્યા.
૬૧ લાખ ગણેશમંત્રની સાધના
શ્યામસુંદર અગ્રવાલ: ગણેશજી પછી હવે રામનામના મંત્ર.
શંકા આગ બને એ પહેલાં એને ઠારી દો...
સાડા ત્રણ દાયકા અગાઉની વિધાનસભા ચૂંટણીમાં થયેલી ગોબાચારીને કારણે જ જમ્મુ-કશ્મીરમાં પાકિસ્તાનતરફી વિભાજનવાદીઓને પગદંડો જમાવવાનો મોકો મળી ગયો હતો. કોમી અને એથીય વિશેષ તો દેશની સુરક્ષાની દૃષ્ટિએ અતિ સંવેદનશીલ એવા આ સરહદી પ્રાંતમાં વિધાનસભાની આગામી ચૂંટણી ફરી અશાંતિનો માહોલ પેદા ન કરે એ જોવાનું છે.
દિલ્હીની દારૂ નીતિઃ હકીકત બહાર આવશે?
નરેન્દ્ર મોદી-અરવિંદ કેજરીવાલઃ હરીફાઈનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે...
મૂરખા સાથે શાસ્ત્રાર્થ ન કરાય
ઘાસનો રંગ વાદળી હોય છે, કારણ કે આકાશનો રંગ પણ વાદળી છે
ઓમ શ્રી વિઘ્નેશ્વરાય નમઃ
ગણેશોત્સવમાં ઘરે એમનું સ્થાપન કરીએ ત્યારે આખું ઘર પ્રસન્નતાથી ભરાઈ જાય. વિસર્જન પછી ઘરને ઘેરી વળતો ખાલીપો ખતરનાક હોય છે
નચાવો કાન તિરકીટ ધા
આદિ માનવ જંગલમાં રહેતો ત્યારે શિકાર કે રાની પશુના સગડ મેળવવા કાન સરવા કરી શકતો, પછી માનવી સુધરી ગયો એટલે કુદરતે એ શક્તિ પાછી ખેંચી લીધી
જવાળામુખીનાં પારખાં
લે, કૂદ હજી અને ભોગવ એની સજા..
બોલીવૂડને વળગ્યું બૉયકૉટ નામનું ઝોડ..
પૂછતા હૈ બોલીવૂડ: હવે થિયેટર ભરો આંદોલન ક્યારે?
આજની મહિલાઓનો મંત્રઃ પૈસા બચાવો અને રોકાણ વધારો
મહિલાઓ મહત્ત્વના આર્થિક નિર્ણયો લેવામાં સક્રિય બનતી જાય છે. હોમ લોન હોય કે સ્ટૉક્સ યા મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટમેન્ટની વાત હોય, સ્ત્રીઓએ આત્મનિર્ભર બનવાની દિશામાં હરણફાળ ભરવાનું શરૂ કરી દીધું છે. આ ટ્રેન્ડ મહાનગરોથી લઈ નાનાં શહેરોમાં પણ વધવા લાગ્યો છે.
રાકેશ ઝુનઝુનવાલા: આ કંઈ ડિલિસ્ટ થવાની ઉંમર છે..?
નજીવી મૂડી સાથે શૅરબજારમાં પ્રવેશીને ગણતરીનાં વર્ષોમાં ભારતના સૌથી તવંગરોના લિસ્ટમાં પહોંચી જનારા આ મારવાડી સજ્જનની કોઠાસૂઝને વિરોધીઓ પણ કરે છે સલામ.
કમઠાણ કોશાની કવિતાનું..કોઈ માણસ બીજાની પત્નીનાં આટલાં બધાં વખાણ કરે શા માટે?
તુક્કો નિશાના પર લાગ્યો છે. રૂપેશ સાવ ઢીલો પડી ગયો છે. કદાચ એની અક્કલ ઠેકાણે આવી જશે હવે..
અશ્વિના પટેલ: જંગલ જાળવવા એ રોજ લડે છે જંગ
પ્રકૃતિપ્રેમ અને ખાખી વરદી માટેનું નાનપણથી ભરી રાખેલું આકર્ષણ એમને લગ્નનાં આઠ વર્ષ પછી પણ વન વિભાગની નોકરી તરફ ખેંચી ગયું. એ દરમિયાન અમુક વનસ્પતિ ઝડપથી લુપ્ત થતી હોવાની જાણ થતાં આ મહિલાએ પછી તો એવાં છોડ-ઝાડનાં બીજ ભેગાં કરી એનું વાવેતર શરૂ કર્યું છે. આ ઝુંબેશથી માત્ર વૃક્ષોની સંખ્યા જ નહીં વધે, એના પર નભતાં પશુ-પક્ષીને અન્ન ને આશરો મળશે.
કાવડયાત્રા પહોંચી ભાવનગર..
એક હજાર જેટલા શિવભક્તો આ યાત્રામાં જોડાવાના છે, એમાંથી મોટા ભાગના પ્રથમ વાર કાવડયાત્રામાં ભાગ લઈ રહ્યા છે
ઈંટોના નવા રંગ..
આપણા જાણીતા લેખક મધુ રાયની એક વાર્તાનું શીર્ષક છેઃ ‘ઈંટોના સાત રંગ’. ભાવનગરમાં હમણાં એક ઈકો બ્રિક્સ પાર્ક ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેમાં ઈંટને બદલે ચણતરમાં પ્લાસ્ટિકની રંગબેરંગી બૉટલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
માતૃભાષાએ ધારદાર બનાવી સમજણશક્તિ.. હાર્દિક ભટ્ટ શિકાગો
બે દાયકા કરતાં વધુ સમયથી અમેરિકામાં વસતા તથા ઓરેકલ, સિસ્કો એમેઝોનથી લઈને શિકાગો શહેરના ચીફ ઈન્ફોર્મેશન ઑફિસર રહી ચૂકેલા હાર્દિકભાઈ માતૃભાષામાં ભણતરના ફાયદા વર્ણવે છે.
બાળપણનાં સંભારણાં, જાણે ઊઘડતાં જીવનનાં બારણા.. પ્રતીક ગાંધી મુંબઈ
આ કલાકારનો પરિચય આપવો એ સૂરજ સામે મીણબત્તી ધરવા જેવો વ્યર્થ વ્યાયામ છે. રંગભૂમિ, ગુજરાતી-હિંદી ફિલ્મ તથા વેબ-શોમાં છવાઈ ગયેલા પ્રતીકનો માતૃભાષા સાથેનો સંબંધ અનેરો અને અતૂટ છે.