CATEGORIES
Categorías
આ તો ખરેખરો ઋષિ..
વર્ષ ૨૦૦૫થી ધરમપુરમાં મસ્તી કી પાઠશાળાનો ઉદય થયો. વખત જતાં આ પાઠશાળા અંતર્ગત ૭૦૦૦થી વધુ બાળકોને શિક્ષણ મળ્યું
અહીં તો યોગ લોહીમાં દોડે છે!
કોઈને વિચિત્ર લાગે એવી શારીરિક લાક્ષણિકતા સાથે જન્મેલી આ છોકરીએ એનાં દાદી અને પિતાની જેમ યોગ શીખીને આસમાની ઊંચાઈ સિદ્ધ કરી. શરીરને બ-ખૂબી વાળી શકવાની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરી એ હજારેક પ્રકારનાં આસન તો સહેલાઈથી કરે છે.. અને હવે એની દીકરી પણ જિમ્નાસ્ટિક્સમાં કાઠું કાઢી રહી છે.
હિંદી x સાઉથ ફિલ્મ સિનેમાની ભાષા કઈ?
હિંદી વર્સસ દક્ષિણનાં રાજ્યોનો વિવાદ નવો નથી, પરંતુ વીતેલા પખવાડિયા દરમિયાન આ વિતંડાવાદ પુનઃ જીવિત થયો. કન્નડ ઍક્ટર કિચ્ચા સુદીપ વર્સસ હિંદી ઍક્ટર અજય દેવગને રાજકીય રંગ પકડ્યો છે ત્યારે ઝડપીએ હિંદી વિરુદ્ધ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક ક્લોઝઅપ.
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર.. પાટણની પ્રભુતા
૨૦૦૭માં મનીષભાઈએ નાગાર્જુન અભિનીત માસ હિંદીમાં ડબ કરીને રિલીઝ કરવાના હક સાત લાખ રૂપિયામાં મેળવ્યા, જે એમણે ટીવી ચેનલને ૧૨ લાખ રૂપિયામાં વેચ્યા
શાંતિના નામે કેટલો કોલાહલ!
સિદ્દીભાઈને સિદકાં વહાલાં હોય એમ માણસને પોતાના આચાર-વિચારમાં કંઈ ખોટું લાગતું જ ન હોય. જો કે ધરમને નામે આપણે એવી અનેક પ્રથા પકડી રાખી છે, જેને તિલાંજલિ અપાઈ જવી જોઈએ. માણસ પોતાનાથી અલગ વિચારસરણીને સમજે અને એનું અસ્તિત્વ સ્વીકારે એ પણ જરૂરી છે.
મહિલા સશક્તિકરણની નવી પરિભાષા આલેખે છે ગુજરાત
ગુજરાતમાં નારીશક્તિના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસનો બહુપાંખિયો વ્યૂહ.
ભાવનગર: કળા-સંસ્કારિતાની આ નગરી થશે ૩૦૦ની!
૩૦૦માં વર્ષના પ્રવેશ નિમિત્તે શણગાર સજેલું ભાવનગર.
બૉક્સ ઑફિસ કમાણીનું નવું ચૅપ્ટર..
'કેજીએફ ચૅપ્ટર-ટુ'માં યશ: માર દો હથોડા બૉક્સ ઑક્સિ પે..
બુંદથી બગડેલી વાત હોજથી પણ સુધરી ન શકે!
ઘણી વાર એવી ભૂલ થાય છે કે જે સુધારવા છતાં, એનાથી થયેલું નુકસાન ભરપાઈ થતું નથી
પરંપરા ને પ્રગતિ એક રથનાં બે પૈડાં
સોશિયલ મિડિયા કે બદલાતી જીવનશૈલીને લીધે આપણે આપણા મૂળથી દૂર થતા જઈએ છીએ એવી ચિંતા એક તરફ થઈ રહી છે. બીજી બાજુ એવી વાત છે કે ક્યાં સુધી બધું જૂનું પકડીને બેસી રહેશું, વિશ્વ તો ક્યાંથી ક્યાં પહોંચી રહ્યું છે અને આપણે એ જ રૂઢિઓમાં છીએ. સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજની સ્ત્રીઓએ આ પ્રશ્નના ઉકેલની દિશામાં મક્કમ ડગ માંડ્યાં છે. એ જૂની રૂઢિઓ અને જીવનના નવા આયામ વચ્ચે સંતુલન જાળવીને કેમ રહી શકાય એની તાલીમ ક્ષત્રિય દીકરીઓને આપી રહી છે.
દેશનું સૌથી પ્રાચીન ભારતમાતા મંદિર તમે જોયું છે ખરું?
સમાજસેવાને વરેલા એક જૈન શ્રેષ્ઠીએ સો ટચના સોના જેવા રાષ્ટ્રપ્રેમને કારણે અંગ્રેજ શાસના દરમિયાન આ નાનકડું મંદિર બનાવ્યું હતું. ગાંધીજીએ પણ જેની મુલાકાત લીધી હતી એવું આ મંદિર આવતા વર્ષે ૧૦૦ વર્ષ પૂરાં કરશે.
ત્રીજી આંખથી રખવાળી
લશ્કરના જવાનના કપાળે પોતાનું સ્થાન જોઈ ગર્વ પણ થાય અને દેશ માટે કંઈ કરી છૂટવાની દાઝ પણ પ્રગટે
ગોટાળેબાજ ગિનેસ બુક?
સ્વામી શિવાનંદ: આ રહ્યો પુરાવો.
જૈ જૈ જૈ હનુમાન ગોસાઈ
સૃષ્ટિના ચારેય યુગમાં જેનો પ્રતાપ હોવાનું શાસ્ત્રવાક્ય છે એ ચિરંજીવ હનુમાન આજકાલ ચૌરેને ચૌટે ચર્ચાતું નામ છે. હનુમાન ચાલીસાને લગતા રાજકીય વિવાદોને એક બાજુએ મૂકીએ તો પણ હનુમાનજી એક એવું પાત્ર છે, જે આબાલવૃદ્ધ સૌને એકસરખું અપીલ કરે છે. અતિ બળવાન, પરમ પરાક્રમી છતાં અહંકારરહિત, સેવા કરવા સતત તત્પર આ રામસેવકના ભારતમાં કરોડો ચાહક છે. કોઈ માટે હનુમાનજી બિગડે કામ બનાવી દેનારા દેવ છે તો કોઈ માટે જીવનના મુશ્કેલ પથ પર માર્ગદર્શન કરનારા ચમત્કારિક મિત્ર. બજરંગ બલિનાં અનેક રૂપ, અનેક ગુણનો મહિમા ભારતવર્ષમાં સતત ગવાતો રહ્યો છે ને ગવાતો રહેશે.
જસ્ટ એક મિનિટ..
માણસને પોતાની જિંદગીમાં જે અનુભવ થાય છે એનાથી પોતાનું ભવિષ્ય બદલી શકે છે
ચાલો, રોબોટિક કારથી રમીએ..
વિદેશમાં ઘણી કંપનીઓ રોબોટિક ટૉય્ઝ બનાવે છે: ભારતમાં પાંચેક અને ગુજરાતમાં એક કંપની રોબોટિક ટોય્ઝ બનાવે છે
કેવો રહેશે પરિવર્તનનો પવન?
એલઆઈસીના લિસ્ટિંગ બાદ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં ફેરફાર માટે તૈયાર રહેજો..
કેવી છે મસાલાના બાદશાહની સફળ કથા?
ફૅમિલી મૅનેજ્ડ બિઝનેસ અર્થાત્ એફએમબી ઉદ્યોગગૃહો જે ઝડપે વિકાસ કરે એ ઝડપે ક્યારેક પડતી પણ જોતાં હોય છે. વડીલોએ શૂન્યમાંથી સર્જેલા વ્યવસાયને નવી ઊંચાઈ સુધી લઈ જવામાં બધા સફળ થતા નથી, પણ જે થાય છે એમનાં સંઘર્ષ, સ્ટ્રેટેજી, કાર્યપ્રણાલી, વગેરે કેસ સ્ટડીના વિષય બને છે. મસાલાકિંગ ગણાતા ‘બાદશાહ' બ્રાન્ડના હેમંત ઝવેરીએ બાવીસ વર્ષની ઉંમરે ધંધો સંભાળીને એને નવી ઊંચાઈએ કઈ રીતે પહોંચાડ્યો એ જાણવા જેવું છે.
અનુપમ વિક્રમ!
'અનુપમા'માં રૂપાલી ગાંગુલી: મહિલા દર્શકમાં ફેવરીટ.
એક સાહસ સહિયારું..
‘રેલ પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ પાર્સલ પ્રોજેક્ટ’ અંતર્ગત સુરતથી શરૂ થઈ છે આ સેવા.
આ ભાર ઓછો થાય કઈ રીતે?
હમણાં કોમી દંગલમાં સંડોવાયેલા હોવાની શંકા પરથી કેટલાંક રાજ્યોમાં અમુક આરોપીઓનાં ઘર તોડવામાં આવ્યાં, પણ દેશભરમાં જંગલ, બાગબગીચા, ભવિષ્યમાં પ્રજા માટે હોસ્પિટલ જેવી સુવિધા ઊભી કરવા માટેના ખાલી પ્લૉટ અને રેલવે તથા સુરક્ષાદળોની જમીન પર મળી ૩૫ લાખથી વધુ ગેરકાયદે અતિક્રમણના કેસ અદાલતોમાં પડ્યા છે
એ હાલો, ગુજરાતી ફિલ્લમ જોવા..
હમણાં જ નવ દાયકા પૂર્ણ કરનારા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની ગઈ કાલ, આજ અને આવતી કાલ.
અહીં પણ પૂજાય છે ભારતમાતા
હરિદ્વારનું છ માળનું ભારતમાતાનું મંદિર પણ લોકપ્રિય છે અને અહીંની લોકલ ટુર સર્કિટમાં પણ એ સામેલ છે
અપની ઉંમર.. ઉસકી ઉંમર
જોનાથનઃ જિયો તો શાન સે..
સમાન નાગરી ધારોઃ ભારતીય બનવાની છે તૈયારી?
આ કાયદો માત્ર મુસ્લિમોની વિરુદ્ધ છે એમ માની લેવાની જરૂર નથી. એનો વિરોધ બીજા ખૂણેથી પણ થઈ શકે છે. વળી, અનામતપ્રથાનો મામલો પણ ઊભો રહેવાનો છે.
હદ વટાવવી એટલે? પૂછો રાજકોટ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને!
'પોલીસ હવે હદ વટાવે છે' એવું તો અખબારોમાં ઘણી વાર વાંચવા મળે છે, પરંતુ રાજકોટ પોલીસની સદા બદનામ ક્રાઈમ બ્રાન્ચે તો વાસ્તવમાં હદ વટાવી દીધી. આ શાખા રાજકોટ પોલીસની હદની બહાર દારૂનો જથ્થો જપ્ત કરવા પહોંચી ગઈ. જો કે પોલીસના જ સ્ટેટ મોનિટરિંગ સેલે આ કારસ્તાન ખુલ્લું પણ પાડ્યું.
લોભિયા હોય ત્યાં..
'કાક ઈકોનોમિક કંપની'એ ફુલેકું ફેરવ્યું એમાં સંચાલક કિશોર કાકડેને કસ્ટડીભેગા કરવામાં આવ્યા.
વિવાદની હવાઈ પટ્ટી પર..
સત્ય ઘટના આધારિત ‘રનવે ૩૪’માં અજય દેવગન.
ડ્રગ્સની હેરાફેરી માટેય કચ્છડો બારેમાસ!
આ સદીની શરૂઆતમાં આવેલા ભૂકંપ પછી કચ્છ જિલ્લાએ અકલ્પનીય વિકાસ સાધ્યો છે. કચ્છ હવે પર્યટનનું પણ મોટું કેન્દ્ર બન્યું છે. જો કે સાથે સાથે આ સરહદી વિસ્તારમાં ડ્રગ ટુરિઝમનું દૂષણ પણ વધી રહ્યું છે.
ખોપરી સટકવાનાં કારણ અને એનાં મારણ..
જાણીતા ક્લિનિકલ સાઈકોલૉજિસ્ટ ડૉ. તેજસ શાહ એન્ગર અને રેજ વચ્ચેનો તફાવત તથા રેજ મૅનેજમેન્ટનું વિજ્ઞાન પણ સમજાવે છે.