CATEGORIES
Categories
કોલેજિયમ પ્રણાલી સામે કેન્દ્રનો વ્યર્થ વિવાદ
કિરણ રિજ્જુની ટીકા પછી પણ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે કૉલેજિયમ પ્રણાલીને યથાવત્ રાખવાની હિમાયત સાથે તેમાં વધુ પારિદર્શિતા લાવવાની વાત સ્વીકારી છે
ગુજરાતનો ચૂંટણી જંગ હવે પ્રચાર ઝુંબેશના તબક્કામાં
બળવાખોરો માટે આ વખતે આમ આદમી પાર્ટીનો વિકલ્પ પણ હતો અને ‘આપ’ના નેતાઓએ આવા વિદ્રોહીઓને આવકારીને તેનો બરાબર લાભ પણ લીધો છે
બુધપ્રધાન વ્યક્તિને એટેક નથી આવતો; એની પર પત્નીનું વર્ચસ્વ હોય છે..!!
બુધવારે લગ્ન ન થઈ શક્યાનું દુ:ખ પણ કેટલાક તો અનુભવતા હશે, પણ એવા લોકોએ દુઃખી થવાની જરૂર નથી. બુધનું પાનું વીંટીમાં પહેરી લેવું
યે દુનિયા, હૈ તુફાન મેલ..ની ગાયિકા કાનનદેવીની સર્જન-યાત્રા મંચ પર!
કોલકાતામાં 'કાનન બાલા થેકે કાનનદેવી' શીર્ષક ધરાવતી નવીનતમ રજૂઆત એકેડેમી ઑફ ફાઇન આર્ટ્સ અને મધુસૂદન મંચમાં અનુક્રમે મંચન કરવામાં આવી. મહત્ત્વની વાત એ છે કે તેના તમામ કલાકારો મુંબઈથી આવ્યા અને એક હેતુ પાર પાડવા કાનનદેવીની સ્મૃતિ તાજી કરી ગયા
મહિલાઓનું મતદાન અભિયાન, સમજો તમારા ‘મત’નું મૂલ્ય
ગુજરાતમાં ઇલેક્શનની તારીખો જાહેર થતાં જ જદા-જુદા પક્ષોએ જીત માટે કમરકસી લીધી છે. ત્યારે પોતાનો મત કેટલો અમૂલ્ય છે, તેના માટે આ વર્ષે મહિલાઓએ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. મહિલા ગ્રૂપ દ્વારા અન્ય મહિલાઓને એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે, કોઈ પણ સંજોગોમાં મતદાન કરવું જ જોઈએ, એક મત પણ કિંમતી છે. જેની માટે કિટી પાર્ટી, ગેટ ટુ ગેધર, ગ્રૂપ ટૉકિંગ, વીડિયો કૉલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે. અનેક મહિલાઓનાં ગ્રૂપ મતદાન જાગૃતિ અભિયાનમાં અગ્રેસર રહીને મતદાનનું મહત્ત્વ સમજાવી રહ્યાં છે.
મહિલા ‘શ્રમજીવી-દેવી' ઇલાબહેન ભટ્ટ
ગુજરાતમાં જન્મેલાં બે વ્યક્તિત્વ અનુસૂયાબહેન સારાભાઈ અને ઇલાબહેન ભટ્ટ એ બે એવાં વ્યક્તિત્વ છે કે જેમણે શ્રમિકસેવાને જીવન સમર્પિત કર્યું ’ને તેમની સ્થાપેલી સંસ્થાઓ વૈશ્વિક ઓળખ ધરાવતી બની
કચ્છના ઐતિહાસિક પુલો મરમ્મતની રાહમાં
રાજાશાહી વખતમાં બનેલા ઘણા પુલો કચ્છમાં અત્યાર સુધી વપરાતા હતા. મોરબીમાં બનેલી દુર્ઘટના પછી ભુજનો અંદાજે ૧૫૦ વર્ષ જૂનો કૃષ્ણાજી પુલ અને ૧૩૯ વર્ષ પહેલાં બંધાયેલો માંડવીનો રૂક્માવતી પુલ બંધ કરી દેવાયા છે. જોકે આ ધરોહર સમા આ પુલને બંધ કરવાના બદલે તેનું સ્ટ્રક્ચરલ ટેસ્ટિંગ થાય અને જરૂરી રિપેરિંગ કરીને તેને ફરી ઉપયોગમાં લેવાય તેવું કચ્છની જનતા ઇચ્છે છે.
મોહમ્મદ માંકડનાં સર્જનો તેમને સદાય જીવંત રાખશે
લઘુનવલ કાયર (૧૯૫૯)થી શરૂ કરીને ધુમ્મસ, બે અજાણ્યા જણ, ગ્રહણરાત્રી, રાતવાસો, ખેલ, દંતકથા, મંદારવૃક્ષ નીચે, ઝંખના, અનુત્તર, અશ્વદોડ જેવી તેમની નવલકથાઓ બહુ લોકપ્રિય નિવડેલી
મારા મિત્ર મોહમ્મદ માંકડ
શ્રી મોહમ્મદ માંકડ તે વખતે લેખક નહીં - એ ગીતો ગાય અને અમે વારંવાર એમને ગીત ગાવાનો આગ્રહ કરીએ. આજે પણ મારી કિશોરકાળની સ્મૃતિમાં હું કોઈવાર એમનો કંઠ સાંભળ્યા કરું છું!
પ્રચાર માટે પાડોશી રાજ્યોના નેતાઓના ગુજરાતમાં ધામા
ગુજરાતમાં ચૂંટણીને હંમેશાં એક ઉત્સવની જેમ માનવામાં આવે છે. તમામ પક્ષની સાથે પ્રજા પણ ઉત્સાહિત હોય છે. સાથે-સાથે એક પરંપરા એ પણ રહી છે કે જ્યારે પણ ગુજરાતમાં ચૂંટણી હોય ત્યારે અન્ય રાજ્યના નેતાઓ કાર્યકર્તાઓને પક્ષ જવાબદારી સોંપે છે. આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસે રાજસ્થાનથી લઈને ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના પ્રભારી, કાર્યકર્તાઓને ગુજરાતના મતદાતાઓને રીઝવવાની જવાબદારી સોંપી છે. ખાસ કરીને ગુજરાતમાં રાજસ્થાનનો રંગ વધુ ઘેરો બનતો હોય તેવું ચિત્ર સ્પષ્ટ જોવાય છે. ગુજરાતની સાથે-સાથે બહારથી આવીને ગુજરાતમાં વસેલા મતદાતાઓ માટે પણ આ ટ્રિક કામ કરતી હોય છે. ચૂંટણીમાં રાજકીય પક્ષોના અનેક રંગ જોવા મળે છે જેમાં આ પણ એક અલગ રંગ છે.
પાકિસ્તાનથી આવેલા ૧૦૩૨ હિન્દુઓનું પહેલીવાર મતદાન
૨૨ ઑગસ્ટે રોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ કલેક્ટર ઑફિસ ખાતે પાકિસ્તાનથી આવેલા ૪૦ હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતાનાં પ્રમાણપત્રો આપ્યાં હતાં
ગુજરાતમાં હિન્દુત્વના મુદ્દે હરીફાઈનું વિકાસકારણ
૨૦૧૭માં ગુજરાતના કહેવાતા વિકાસની ઠેકડી ઉડાડી હતી અને ભાજપને ૧૮૨ બેઠકમાંથી ૯૯ બેઠક સુધી લાવી મૂક્યો હતો. હવે આજે ફરી એક વાર વિકાસનું રાજકારણ ચકરાવે ચડ્યું છે
સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક વારસાને આવરી લેતા રાજ્યના સંગ્રહાલયો
મધ્યપ્રદેશના સંગ્રહાલયોએ રાજ્યના સમૃદ્ધ અને ભવ્ય ભૂતકાળને સાચવ્યો છે. પ્રવાસનથી સમૃદ્ધ મધ્યપ્રદેશ તેની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કુદરતી વિવિધતા માટે પણ જાણીતું છે. રાજ્યના સમૃદ્ધ અને ભવ્ય ભૂતકાળને સાચવવામાં અહીંના સંગ્રહાલયોની ભૂમિકા ખૂબ જ વિશેષ છે. રાજ્યભરમાં ડઝનબંધ સંગ્રહાલયો રાજ્યના ઇતિહાસને સાચવવાના પ્રયાસોમાં મદદ કરી રહ્યા છે. આ સંગ્રહાલયો માત્ર આપણા મહાન ભૂતકાળની વાર્તાઓ જ નથી વર્ણવતા પણ પ્રવાસીઓમાં ઈતિહાસ પ્રત્યે રસ પણ પેદા કરે છે. ચાલો, મધ્યપ્રદેશના કેટલાક સંગ્રહાલયો પર એક નજર કરીએ.
આર્થિક રીતે પછાત વર્ગોને પણ આખરે ન્યાય મળ્યો
પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે બહુમતીથી આર્થિક રીતે પછાત વર્ગોને દસ ટકા અનામતની જોગવાઈને વાજબી ઠેરવી છે
નવા સંસદભવનના ઉદ્ઘાટનમાં વિલંબ..
કોરોના સંકટ કાળમાં કામની ગતિ ધીમી પડી હતી. એ જ રીતે, આ સંસદભવનના કામમાં લાગેલા કારીગરોને જૂના સંસદભવનની નજીકમાં જ નવા સંસદભવનના નિર્માણનું કામ કરવાનું રહે છે
ડિજિટલ કરન્સી તરફ ભારતનું પ્રયાણ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ખાનગી ક્રિપ્ટોકરન્સી જેવી કે બિટકોઇન, ઇથર અને અન્યનો ઉપયોગ મની લોન્ડરિંગ, ટેરર ફાઇનાન્સિંગ અને કરચોરી માટે થઈ રહ્યો છે તે અંગે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે. હવે જ્યારે નાણાકીય વ્યવહારો પણ ડિજિટલ થવાની દિશામાં આગળ વધ્યા છે ત્યારે ડિજિટલ રૂપિયો બિટકોઇન, ઇથેરિયમ અને અન્ય ક્રિપ્ટોકરન્સીથી અલગ હશે, કારણ કે તેને સરકાર દ્વારા સમર્થન મળશે.
નો મોર બી ફોર બકવાસ બ્રિજ
મૂળે સ્ટેમ્પીડ શબ્દ, ભડકવાથી જનાવરોનાં ટોળાં જે એકદમ નાસભાગ મચાવે છે તેના પરથી આવેલો છે. સ્ટેમ્પીડનો કન્સેપ્ટ મોટા પ્રાણીઓના સંદર્ભમાં વપરાય છે, પણ માનવીઓ હંમેશાં પોતાને કેન્દ્રમાં રાખીને જ જગત જુએ છે એટલે હજારો છે કીડી, મકોડા કે ઊધઈ એકબીજા પર ધમાધમ અથડાતાં ભાગમભાગ કરે તો એનો સામાજિક માનવીઓને ખાસ વાંધો નથી હોતો
એપલના છોડ ભારતમાં રોપાયા, એ વટવૃક્ષ બનશે
ચીનમાં એપલને પાર્ટ્સ પૂરા પાડતી કંપનીઓમાંથી મોટા ભાગની કંપની વિદેશીઓની હતી. તે પણ એપલની પાછળ-પાછળ ચીન ગઈ હતી. તેમાંની મોટા ભાગની બીજે ખસી ગઈ અથવા તૈયારીમાં છે
‘ટ્વિટર’નું મુક્ત પંખીઃ નવું આકાશ, નવા પડકાર
ટ્વિટર પાસે જબ્બર ડેટાબેઝ છે અને તો પણ ખોટ ખાતી આ કંપનીનું સુષુપ્ત સામર્થ્ય એલન મસ્ક જાણતા હોય એમ, તે આને એક સુપર એપમાં પલટાવી નાખવાનું સપનું જુએ છે
એક ગુજરાતી ફિલ્મ જ્યારે પહોંચે છે ઓસ્કર..
ઑસ્કર માટે ભારત તરફથી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’નું નોમિનેશન થતાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી એકવાર ચર્ચામાં છે. બદલાતાં સમય અને પરિવર્તનો સાથે આગળ વધી રહેલા ગુજરાતી ફિલ્મોદ્યોગ માટે આ ખૂબ મોટા અને મહત્ત્વના સમાચાર છે. ફિલ્મના ડિરેક્ટર પાન નલિન અને ફિલ્મના બાળકળાકારો પણ ખૂબ ચર્ચામાં છે.
ફિલ્મના બાળકલાકાર રાહુલનું તાજેતરમાં જ નિધન થયું
તેને લ્યુકેમિયા (બ્લડ કેન્સર) થયું અને છેલ્લા ચાર મહિનાથી તેની સારવાર ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ચાલુ હતી
અભિનેત્રી વૈશાલી ઠક્કરની આત્મહત્યાનો કોયડો
વૈશાલીનાં લગ્ન કેલિફોર્નિયાના સોફટવેર એન્જિનિયર મિતેશ સાથે થવાના હતા. બંનેએ એ માટે કાયદાકીય પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હતી. લગ્નની નોંધણી માટે ૨૦ સપ્ટેમ્બરે ઇન્દોરની જિલ્લા કલેક્ટર કચેરીમાં મિતેશ સુરેન્દ્ર કુમાર ગોર અને વૈશાલી હરભગવાન ઠક્કરની અરજી મૅરેજ ઍક્ટ હેઠળ મળી હતી
નૂતન વર્ષમાં ‘ખબર પૂછવા' જવાનો સંકલ્પ!
આ વર્ષે મેં પણ એક મહાસંકલ્પ લીધો છે. આમ તો આજ સુધી મારો એક અને એકમાત્ર સંકલ્પ એ જ રહ્યો છે કે કોઈ વર્ષે કોઈ સંકલ્પ જ નહીં લેવો!
રોમિના પૌરમોખ્તરીઃ સ્વીડનનાં નવા જળવાયુ મંત્રી
પર્યાવરણીય જાળવણીની જાગૃતિ ફેલાવવામાં સ્વીડન મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. વિશ્વના ટોચના સાઠ દેશોની યાદીમાં પર્યાવરણીય સંરક્ષણ પરફોર્મન્સ રેન્કિંગમાં સ્વીડન બીજા સ્થાને છે. એ સ્વીડનમાં હવે ક્લાઇમેટ મિનિસ્ટ્રી એટલે કે જળવાયુ મંત્રાલયનો પદભાર ૨૬ વર્ષીય રોમિના પૌરમોખ્તરી નામનાં યુવા નેતાને સોંપવામાં આવ્યો છે.
કોણ અસલી.. કોણ નકલી?
લક્ષ્મીબાબુની દુકાનોનું એક લક્ષણ છે. દુકાન ખુલ્લી હોય ત્યારે પણ દુકાનના દરવાજા પાસે લોખંડની મજબૂત પટ્ટી હોય છે. લક્ષ્મીબાબુના વંશજોની દુકાનોમાં પણ આવી ઝીણવટભરી સુરક્ષા વ્યવસ્થા હંમેશાં જોવા મળે છે
હું જન્મથી દિવ્યાંગ છું, પરંતુ માત્ર શરીરથી, મનથી નહીં
જો મન મક્કમ હોય તો અપંગ માણસ પણ સરળતાથી ઊંચા પહાડ ઓળંગી શકે છે. આવું જ દૃઢ આત્મબળ ધરાવતો એક યુવક પોતાની શારીરિક ખોડને વળોટીને અન્ય યુવકોને પણ પ્રેરણા મળે એવી પ્રવૃત્તિ કરી રહ્યો છે. સાબૂત હાથ ધરાવતા યુવકોનાય આંગળાં અને કાંડાં દુ:ખવા લાગે ત્યાં આ યુવક પોતે દિવ્યાંગ હોવા છતાં પણ લહિયા એટલે કે રાઇટર તરીકે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની વહારે આવે છે.
કચ્છની ધરતી પર ઊગી રહ્યું છે ‘પ્લાયવૂડ'
દક્ષિણ ભારતમાં ઊગતાં મલબાર નીમ – મિલિયાદુબિયા નામના વૃક્ષની ખેતી કચ્છમાં શરૂ થઈ છે. આ વૃક્ષનાં લાકડાંમાંથી પ્લાયવૂડ બને છે. ગાંધીધામમાં દેશનો સૌથી મોટો પ્લાયવૂડ ઉદ્યોગ છે. ભવિષ્યમાં આ ઉદ્યોગ માટે જરૂરી લાકડું ઘરઆંગણે જ મળી રહેશે તેવી આશા જન્મી છે.
વિધાપીઠના નાગરી અને અરબી લિપિનાં ધ્યાનચિહ્ન
હિન્દી રાષ્ટ્રભાષા દેવનાગરી હિન્દી લિપિમાં લખાતી એટલે એમાં ઉલ્લેખિત ધ્યાનચિહ્ન તો ચાલો સ્વીકાર્ય હોય પણ અરબી લિપિમાં મૂકાયેલું ધ્યાનચિહ્ન એક સદી કરતાં વધુ સમયથી પોતાનું સ્થાન શોભાવે છે
પગ કપાવીને ઊંચાઈ વધારવાની ખતરનાક ફેશન
અકસ્માત, પોલિયો, જન્મજાત ખોડ વગેરેમાં વિકૃત રહી ગયેલાં હાડકાંને વ્યવસ્થિત કરવા માટે, ૧૯૫૦માં એક રશિયન અસ્થિ નિષ્ણાતે આપ્રકારની પ્રાથમિક કક્ષાની અને ભદ્દી પ્રોસિજર શોધી કાઢી હતી
ગૂજરાત વિદ્યાપીઠમાં સત્તાની સાઠમારી કથાનો સાચો ‘નાયક' કોણ?
છેલ્લા કેટલાક સમયના ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસનું વિહંગાવલોકન કરીએ તો એક હકીકત ઊડીને આંખે વળગે એવી જણાઈ આવે છે કે, વિદ્યાપીઠમાં સર્વોચ્ચ પદ છો કુલપતિનું હોય, પરંતુ ખરા અર્થમાં વિદ્યાપીઠમાં ‘નાયક' તો કુલનાયક જ હોય છે. રાષ્ટ્રીય રાજનીતિમાં રચ્યાપચ્યા રહેતા કુલપતિઓ વતી કુલનાયક સમગ્ર વહીવટનું રોજિંદું સંચાલન કરતા રહ્યા છે.