CATEGORIES
Categories
સર્વાઈલ કેન્સરઃ ઝડપી નિદાન છે અક્સીર ઈલાજ નો માર્ગ
ગર્ભાશયના મુખમાંથી કર્ક રોગના કોષ પકડવાનું કામ કરતી પેપ સ્મિયર ટેસ્ટ વિશે આ જાણી લો...
આવી અંધશ્રદ્ધાનો ઈલાજ ક્યાં શોધવો?
બાળકોનું ભલું કરવું હોય તો એમનાં માતા-પિતાને કેટલીક પ્રથા અને ગેરમાન્યતા સામે જાગ્રત કરવાં પડશે.
રામનવમીએ રામના લલાટે સૂર્યતિલક નો અવસર
અયોધ્યાના મંદિરની છત પર લાગશે ઑપ્ટિકલ લેન્સ અને રિફ્લેક્ટર સહિતની સામગ્રી.
હવે કન્ટેનર કરશે ભાવનગરને માલામાલ
કોરોના વાઈરસે લાખો માનવો માર્યા ને કરોડોને માંદા કર્યા, એ જ રીતે હજારો નાના ઉદ્યોજકોને પણ ખોખલા કરી નાખ્યા. સામા પક્ષે આ સમયગાળા દરમિયાન અનેક નવી ક્ષિતિજો ખૂલી, નવી દિશા મળી અને નવા ઉદ્યોગ પણ શરૂ થયા. આવું જ કંઈક ભાવનગરમાં થયું. કોરોનાને કારણે ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણેનાં કન્ટેનર બનાવવાનો ઉદ્યોગ શરૂ થયો. માત્ર શરૂ થયો એટલું જ નહીં, પરંતુ દેશનો એ ક્ષેત્રનો સૌથી મોટો ઑર્ડર મેળવી એને પૂરો કરવાની હામ આ ઉદ્યોગે ભીડી છે.
કશ્મીરમાં આ વર્ષે બરફની અછત કેમ?
હિમાલયના ઘણાખરા વિસ્તારોમાં હિમવર્ષા એના સમયપત્રકથી બે મહિના મોડી થઈ અને પરિણામે શમ્મી કપૂરની જેમ ‘યા હૂં...’ના રાગડા તાણીને બરફમાં નાચવાની હજારો સહેલાણીઓની મુરાદ આ વર્ષે પૂરી ન થઈ. એને લીધે પર્યટકોએ આનંદ અને સ્થાનિકોએ રોજગાર તો ગુમાવ્યો, પણ વિજ્ઞાનીઓ ચિંતામાં પડી ગયા, કારણ કે બરફના દુકાળ પાછળ ક્લાઈમેટ ચેન્જ મોટા કારણ તરીકે ઊપસી આવ્યું છે.
મોતને વહાલું કરવાના પ્રયાસ નિષ્ફળ ગયા હવે એ બીજા લોકોનાં જીવનમાં પ્રાણ પૂરે છે!
એની આંખમાં કંઈક નોખું કરવાનાં સપનાં હતાં. એ શમણાં તૂટતાં જોઈ એણે આપઘાતના પ્રયાસ કર્યા. મરજી વિરુદ્ધનાં બે લગ્નની નિષ્ફળતાએ એને નાસીપાસ કરી નાખી... પણ અચાનક એનામાં ફરી જીવવાની અને બીજાની જિંદગીમાં નવા રંગ ભરવાની તમન્ના જાગી. અત્યારે એ મેન્ચ્યુએશન અવેરનેસનું કામ કરે છે અને એકલા રહેતા વડીલો સાથે લાગણીભીના સંબંધનો સેતુ બાંધે છે.
અમારા સ્વભાવે ઉતાવળ ભરી છે...
એના ભવનમાં ખૂબ ધીરેથી જવાય છે આવ્યો મને એ ખ્યાલ ઉતાવળ થયા પછી
જગતનું પેટ ભરનારો પોતે ભૂખ્યો રહે એ કેવું?
જમીનની ઉત્પાદકતા અને ખેત-ઉત્પન્ન વધારવા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો જે અતિરેક થયો એનું પરિણામ હવે દેખાઈ રહ્યું છે. જમીનમાં હવે રસકસ રહ્યાં નથી અને ઘણા ખેડૂતો માટે ખેતી હવે ખોટનો ધંધો બની રહી છે.
સૌરાષ્ટ્રને પાણીના મુદ્દે આત્મનિર્ભર બનાવવા અનોખું મિશન...
પાણીની કિંમત શું છે એ વાત વારંવાર દુષ્કાળનો ભોગ બનતા સૌરાષ્ટ્રવાસીઓને સમજાવવી પડે એમ નથી. એક સમયે પાણીના એક બેડા માટે મહિલાઓ દૂર દૂર સુધી ભટકતી હતી. એટલું જ નહીં, અમદાવાદથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું. જો કે હવે સૌરાષ્ટ્ર પાણીની બાબતમાં આત્મનિર્ભર બનવા તરફ કદમ માંડી રહ્યું છે. તૂટેલા ચેકડેમનું રિનોવેશન અને નવાં તળાવ ઊભાં કરવાનું કામ અત્યારે અહીં એક મિશનના રૂપમાં થઈ રહ્યું છે. આવો, જાણીએ જળસંગ્રહની આ ઝુંબેશ વિશે.
જસ્ટ, એક મિનિટ...
‘તરુણાવસ્થામાં મારા પર કોઈ જવાબદારી નહોતી ને કલ્પના કરવા પર લગામ નહોતી.
પારંપરિક સિલ્વર જ્વેલરીનો અનોખો ચળકાટ
પરંપરાગત ચાંદીના દાગીના એક કૌટુંબિક વારસો છે, જે પેઢી-દર પેઢી સંતાનોને આપવામાં આવે છે.પગની પાયલ અને કેડના કંદોરા સુધી સીમિત રૂપેરી ઘરેણાં આજકાલ ટ્રેન્ડિંગ છે. ખાસ તો ડેસ્ટિનેશન વેડિંગ માટે સિલ્વર જ્વેલરી વધુ પસંદ કરવામાં આવે છે.
કોઈ અણવર લજામણો ગાઓને..
સાત ફેરા ફરનારાં વર-વધૂને તો લગ્નપ્રસંગ જિંદગીભર યાદ રહે જ, પણ મહેમાનો સુદ્ધાં લગ્ન સાથે સંકળાયેલી નાની-મોટી સ્મૃતિ વાગોળતા રહે. આવી એક સ્મૃતિ એટલે ગીત-સંગીત અને ફટાણાં. આપણી સંસ્કૃતિમાં તો ગણેશસ્થાપનાથી લઈને પીઠીનાં, સાંજીનાં, માણેકથંભ રોપવા નાં, મોસાળનાં અને જાનપ્રસ્થાનથી કન્યાવિદાય સુધીનાં ગીતો છે.
સદીયોં કી પ્રતીક્ષા કે બાદ, હમારે રામ આ ગયે…
એક-એક શબ્દ છૂટો પાડીને, અત્યંત ગંભીરતાથી ઉદ્ઘોષાયેલું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આ કથન સાંભળીને રામમંદિરમાં ઉપસ્થિત ૭૫૦૦થી વધુ મહેમાનોનાં જ નહીં, પણ ભારત1-દુનિયાભરના કરોડો હિંદુઓનાં હૃદય અને ચક્ષુ બન્ને ભીનાં થઈ ગયાં. અભૂતપૂર્વ પ્લાનિંગ અને શ્રેષ્ઠ અમલીકરણ સાથે સંપન્ન થયેલી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ અયોધ્યા નગરી વિશ્વનું ટોચનું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને ભારતની સર્વોચ્ચ સાંસ્કૃતિક રાજધાની બની જાય એ દિવસ દૂર નથી.
ભારતનું મહાભારત
આવી બેદરકારી હજી કેટલાનો ભોગ લેશે?
આટલો ઉન્માદ... આવી સંગઠનશક્તિ!
વર્ષોથી એક તંબુમાં ઘર બનાવીને રહેતા રાજા રામને કાયમી વસવાટ માટે છેવટે ભવ્ય મંદિર મળ્યું છે.અયોધ્યામાં રામમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ પાર પડ્યો છે. આ ઘટનાને ઉદાહરણરૂપ ગણી બન્ને-હિંદુ અને મુસ્લિમ સમાજે વધુ વિવાદ ઊભા કર્યા વગર રાષ્ટ્રનિર્માણ માટે આગળ વધવાનું છે.
જસ્ટ, એક મિનિટ..
સરદાર વલ્લભભાઈ પટેલની ખૂબીઓનું મનન
રોમમાં રોમાન્સ, પેરિસમાં પ્રણય
લે પ્રેમનો આનંદ લીધો, સ્પર્શ કર્યો લે ઝુલ્ફોને નહીં તો તારાં ચરણને વર્ષો લે.
કોણ અને કેમ કરે છે ઈટા કિટ્ટા?!
ગુજરાતી પડદે આવી રહી છે દત્તક સંતાનનું નવતર કથાનક ધરાવતી ફિલ્મ. 'ઈટ્ટા કિટ્ટા'માં માનસી પારેખ અને રોનક કામદાર: એક સંવેદનશીલ વિષયની સરસ માવજત કરતી ફિલ્મ છે આ.
યુવાવર્ગમાં વિલ બનાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, કારણ કે..
સમય-સંજોગનાં પરિવર્તન સાથે રોકાણનાં સાધનો, એસેટ્સ ડિજિટાઈઝેશન, સંયુક્ત પરિવારોનાં વિભાજન, પારિવારિક વિવાદો, જીવનની અનિશ્ચિતતા સહિત અનેક ઘટના પણ આકાર લઈ રહી છે. બહેતર છે કે જેમની પાસે ધન-સંપત્તિ સારા પ્રમાણમાં હોય એ પોતાના પરિવાર-પ્રિય-સ્વજનોનાં હિતમાં વસિયતનામું બનાવી લે.
કોણ કહે છે, મર્દ કો દર્દ નહીં હોતા?
પુરુષ કદાચ સ્ત્રીની જેમ સંવેદનશીલ બની શકતો નથી, પણ એનો અર્થ એ નથી કે...
શિયાળામાં આ રીતે લેશો ઊની કપડાંની કાળજી
અમુક તકેદારી લો તો વૂલન ક્લોથ્સ લાંબો સમય સાચવી શકાય છે.
જ્યારે પુત્રનું લોહી બોલી ઊઠ્યું...જન્મદાત્રી છે મારી હત્યારી
તાજેતરમાં બેંગલુરુની એક માતાએ પોતાના ચાર વર્ષના પુત્રની ગોવામાં હત્યા કરી હોવાના સમાચાર દેશઆખાને ખળભળાવી ગયા. માતાની ધરપકડ બાદ દરરોજ એક નવી, ચોંકાવનારી હકીકત સામે આવતી જાય છે ત્યારે જઈએ આવા ઘૃણાસ્પદ ગુનાની ભીતરમાં..
રામજન્મભૂમિ.. ક્યારે શું બન્યું?
આ વિવાદ આમ તો પાંચસો વર્ષથી ચાલ્યો આવે છે, પણ ૧૯૮૯ પછીનો ઘટનાક્રમ ઝડપી તેમ જ નાટકીય છે. ‘ચિત્રલેખા’એ ૧૯૮૯થી અયોધ્યા સંબંધિત અનેક ઘટનાનું રિપોર્ટિંગ કર્યું છે. અયોધ્યાથી લઈને દિલ્હી, લખનઉ, મુંબઈ, અમદાવાદ કે ગુજરાતનાં અન્ય સ્થળોમાંથી પણ ‘ચિત્રલેખા’ના પત્રકારોએ સતત રામજન્મભૂમિ આંદોલનની માહિતી વાચકોને પીરસી છે. અહીં સંક્ષિપ્તમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદનો અથથી ઇતિ સુધીનો સાલવાર ઘટનાક્રમ રજૂ કર્યો છે.
મંદિર તો સોમપુરા હી બનાયેંગે...
બાવીસ જાન્યુઆરીએ નિર્માણાધીન રામમંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાના ભવ્ય મહોત્સવને હવે અયોધ્યામાં રામજન્મભૂમિ ના સ્થાન પર જ મંદિરનર્માણથી દેશવાસીઓમાં અનહદ ખુશી વ્યાપી ગઈ છે. ઉત્તર પ્રદેશવાસીઓનો ઉત્સાહ તો સાતમા આકાશે છે. ગુજરાત માટે ગર્વની વાત એ છે કે અમદાવાદના જાણીતા મંદિર સ્થપતિ ચંદ્રકાંત સોમપુરાએ આ મંદિરની ડિઝાઈન બનાવી છે.એમના બે પુત્રો પણ આ રામકાજમાં પિતાને સહાય કરી રહ્યા છે. મંદિર સ્થાપત્યનો પેઢીઓનો વારસો ધરાવતા સોમપુરાપરિવારનાં નામ-કામને ભવિષ્યની પેઢીઓ યાદ રાખશે એ ચોક્કસ.
બાળકોને ભણાવો કુદરતના ખોળે
અંગ્રેજી સહિતની પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવી આપણે ગુરુકુળપદ્ધતિનું શિક્ષણ વિસારે પાડી રહ્યા છીએ ત્યારે ન્યુઝીલૅન્ડ અને એને પગલે ઈંગ્લૅન્ડ તથા ઑસ્ટ્રેલિયા જેવા દેશમાં હવે બાળકોને એક દિવસ પ્રકૃતિ વચ્ચે લઈ જઈ ભણાવવાનું શરૂ થયું છે. આવનારી પેઢીને સહિષ્ણુ અને સંવેદનશીલ બનાવવી હશે તો આપણે પણ ફરી એ રસ્તે જવું જ પડશે.
રામને હવે તો ઘરમાં બિરાજમાન થવા દો...
બધા વિવાદ હાલપૂરતા કોરાણે મૂકી સમય છે અયોધ્યામાં રામમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ નિર્વિઘ્ને પાર પાડવાનો. માનીએ કે ન માનીએ, આ સવાલ કરોડો દેશવાસીઓની આસ્થાનો છે.
જસ્ટ, 9 એક મિનિટ...
દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં ગાંધીજીએ શાળા શરૂ કરી હતી.
સ્મૃતિમાં સચવાયેલો સમય
આંગળીઓ સાચવી મૂકી દીધી મેં તને સ્પર્શી હતી એ ક્ષણ પછી
યહી તો હૈ હમરા બિહાર
કોઈ પણ યુદ્ધ જીતવાનું અમોઘ અન્ન આખરે તો શત્રુનો અહંકાર જ હોય છે.
કાંઠેથી જા તું જા, દરિયે...તું દરિયેથી જા તું જા, તળિયે...
‘ગોતી લો, તમે ગોતી લો’ આજકાલ ભારતીય ફરંદાઓનું લાગે છે એક જ લક્ષ... દ્વીપ પર જાવું તો ભારતના જ... એ પણ રળિયામણા લક્ષદ્વીપે જાવું. એવું તે શું છે આ ટાપુસમૂહમાં, જે વડા પ્રધાનની આંખોમાં વસી ગયો ને જેનાં વખાણ કરતાં સેલિબ્રિટીથી લઈને પ્રવાસપ્રેમીઓ થાકતાં નથી.