CATEGORIES
Categorías
અસંતુલિત પર્યાવરણઃ સ્વાસ્થ્યથી લઈને આર્ટિફિશિયલ ફ્રૂટ સ્વીટનેસ સુધી
બાળકો જન્મતાની સાથે ન્યુમોનિયાનો શિકાર બને છે, તેની પાછળ જે પરિબળો કામ કરે છે તેમાંનું એક પરિબળ વાયુ પ્રદૂષણ છે, એવું આપણે ભાગ્યે જ વિચારીએ છીએ
સમભાવ ટ્રસ્ટ દ્વારા આદિવાસી વિસ્તારમાં સેવા યજ્ઞના બીજા તબક્કાનો આરંભ
સમભાવ ટ્રસ્ટે સેવાકાર્ય માટે અમીરગઢ તાલુકાની પસંદગી કરીને કુપોષિત આદિવાસી મહિલાઓની સેવાનો યજ્ઞ શરૂ કરવા બદલ ટ્રસ્ટ અને વડોદરિયા પરિવારને આરોગ્ય પ્રધાને બિરદાવ્યા હતા
રણમાં રંગોળી પૂરતાં લોકસંગીતકારો મંગણિયાર
મોટા ભાગના કલાકારો બહુવિધ વાધો સારી રીતે વગાડી શકે છે. કોઈ પણ મંગણિયારને મોટામાં મોટા સ્ટેજનો ભય હોતો નથી. તેઓ બસ તેમના સંગીતમાં લીન રહીને તેને આત્મસાત કરે છે
મુન્નાર, દક્ષિણ ભારતનું કાશ્મીર
એક સાથે ટ્રેકિંગ, હાઇકિંગ, કૅમ્પિંગ, વન્યજીવન, ધુમ્મસ, વરસાદ, જળધોધ, તળાવો અને ચાના બગીચાઓના ભૌમિતિક ચોસલાઓનો લેન્ડસ્કેપ આપતાં મુન્નાર તરફ મુસાફરી કરતાં કેટલાક રખડુઓ તો મુન્નારનો મોન્સૂન મૂડ પણ કવર કરે છે અને ટ્રી ટૉપ કોટેજિસમાં રહી પક્ષીની બરોબરી કરે છે, પરંતુ મુન્નાર પ્રવાસવાનો શ્રેષ્ઠ સમય તો માર્ચથી સપ્ટેમ્બરનો ગણાય છે
એક દંપતીએ નાનકડા ગામડામાં સર્જ્યું અક્ષરવન
કોઈ ધારે તો તદ્દન સૂકી જમીન પર પણ નંદનવનનું સર્જન કરી શકે છે, તેનું ઉદાહરણ ગાંધીધામનાં દંપતીનો કર્મયજ્ઞ છે. તેમણે પોતાના વતન, અબડાસા તાલુકાના ધનાવાડા ગામમાં એક હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને ઘટાટોપ વન ઊભું કર્યું છે.
આ કોન્સેપ્ટ અપનાવવા જેવો છે
પોતાના પ્રિયજનને સાચા અર્થમાં પોતીકાપણાનો અહેસાસ કરાવવા અને સમાજનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે
ગ્લોબલ વોર્મિંગનું નિરાકરણઃ વૃક્ષોનું વાવેતર
પૃથ્વી પર ઑક્સિજનનું સ્તર ધીમે-ધીમે ઓછું થઈ રહ્યું છે, વધતાં જતાં ગ્લોબલ વૉર્મિંગના કારણે આજે માનવમનને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે, જેની પાછળનું મુખ્ય કારણ છે, વૃક્ષોનું આડેધડ છેદન, લોકોને છાંયડો જોઈએ છે, પરંતુ વૃક્ષોનું વાવેતર કે તેના જતનમાં રસ નથી. ત્યારે એક એવી વ્યક્તિ છે જેણે પોતાની સંસ્થા થકી ગુજરાતને હરિયાળું બનાવવાની નેમ લીધી છે.
પૃથ્વી પર નવો રક્તબીજ રાક્ષસ પ્લાસ્ટિકના રૂપમાં પધાર્યો છે
નોંધવાલાયક હકીકત એ છે કે પ્લાસ્ટિક જે કોઈ પણ ખાધપદાર્થ કે રસાયણના સંપર્કમાં આવે તેને ચીવટપૂર્વક શોષી લે છે. કોઈ ડબ્બામાં અથાણું ભર્યું હોય તો તેલનો લાલ રંગ એ કાયમ માટે પકડી લે છે
વૃક્ષોનું ગુપ્ત જીવન અને માતૃવૃક્ષની તલાશ
ફૂગ પોતે નથી વનસ્પતિ કે નથી જંતુ, તે આ બંને વચ્ચેનો વિશિષ્ટ સજીવ છે. વૃક્ષો પોતાની કાર્યક્ષમતા વધારવા અને અન્ય વૃક્ષો સાથે સંદેશાવ્યવહાર માટે ફૂગની મદદ છે અને બદલામાં વળતર તરીકે વૃક્ષોમાંથી શર્કરા અને કાર્બોહાઇડ્રેટ જેવાં જરૂરી પોષકતત્ત્વો મેળવી લે છે
વિજ્ઞાન કહે છે, બ્રહ્માંડ એક નથી
સ્ટિફન હૉકિંગના છેલ્લા પેપરમાં એવી થિયરી લખાઈ હતી કે પેરેલલ યુનિવર્સિઝ ફ્લેટ લેવલ પર છે ’ને વિવિધ તેમ જ અનેક છે તો બે યુનિવર્સ વચ્ચેનું આયોજન એકનું એક હોય એવું બની શકે છે
નવું સંસદ ભવન એક ગુજરાતી આર્કિટેક્ટની કમાલ
લોકસભાની ચેમ્બરને વિસ્તૃત કરીને ૧૨૭૨ સભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સંસદનાં બંને ગૃહોના સંયુક્ત સત્ર માટે લોકસભાનો ઉપયોગ કરવામાં આવશે
નવા સંસદ ભવનમાં નિર્માતાઓ જ્યારે સાક્ષી બન્યા..
ભવનના નિર્માણ માટે સતત પરિશ્રમ કરનાર કારીગરો, એન્જિનિયરો અને અધિકારીઓની નજર ઉદ્ઘાટન સમારોહ દરમિયાન બધી વ્યવસ્થા સુચારુરૂપે સંપન્ન થાય અને ક્યાંય કોઈ અવરોધ ઊભો ન થાય તેની કાળજી પડદા પાછળ રહીને તેમજ સંસદના લોકસભા ભવનની છેલ્લી પાટલીઓ પર બેસીને તકેદારી રાખી હતી
વિપક્ષી ગઠબંધનઃ સૌની નજર ૧૨ જૂનની બેઠક પર
આ યોજનાનો અમલ કરવા જતાં ૪૭૫ બેઠકમાંથી કોંગ્રેસને ભાગે માત્ર ૨૦૦ બેઠકો લડવાની આવે છે. આ સ્થિતિ સ્વીકારવા કોંગ્રેસ તૈયાર થશે કે કેમ એ મોટો પ્રશ્ન છે
ઉદ્ઘાટનના બહિષ્કાર માટે વિપક્ષોનો કેસ નબળો હતો
નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર એ વિપક્ષોની ઐતિહાસિક ભૂલ છે, જે તેઓ ક્યારેય સુધારી શકશે નહીં
અથાણું : કિચન કેબિનેટનો રાજા!
મારું ચમકવાનું એક જ કારણ અથાણું મારી પ્રિય વસ્તુ. જે વસ્તુને તૈયાર કરવામાં સોએ સો ટકા મારી જ મહેનત હોય એ વસ્તુ મને બહુ પ્રિય હોય છે
અખબારના વાંચન માટે ક્લાસમાં જોડાવું પડે તે પહેલાં..
અભિમન્યુ મોદી નામના રાજકોટના આ લેખકની વાત વાજબી પણ છે. તેમનું કહેવાનું એવું છે કે જો રોજ અખબારો વાંચવાની આદત છૂટી ગઈ ન હોત તો અખબારો વાંચવાની ટેવને કારણે આપણી આસપાસ તેમ જ દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓ વિશે નવી પેઢીને સ્વાભાવિક રીતે જ જાણકારી મળી હોત અને એવા સંજોગોમાં ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મમાં દર્શાવાયેલ વાતો અને વિવરણનું કોઈ આશ્ચર્ય થયું ન હોત
સપ્તપદીનાં સાત પગલાં: ગ્રીનકાર્ડ માટેનાં સોળ
જો યોગ્ય લાગે અને ગ્રીનકાર્ડ કાયમનું કરવામાં આવે, ત્યાર બાદ ગ્રીનકાર્ડ મળ્યાને ૩ વર્ષ થાય, પછી એ વ્યક્તિ અમેરિકન સિટીઝન બનવાની અરજી પણ કરી શકે
તમન્નાએ ખરેખર ૫ કરોડની ફી માગી હતી?
‘પુષ્પા’ ફિલ્મના એક ગીત માટે સામંથાએ ૫ કરોડ રૂપિયાની ફી લીધી હતી
આજકાલ અન્ય કન્ટેન્ટ ક્રિએટર્સને ફોલો કરું છુંઃ ગૌરવ ગેરા
એક્ટર તથા કોમેડિયન ગૌરવ ગેરા ‘જસ્સી જૈસી કોઈ નહીં'ના નંદુના પાત્ર તરીકે જાણીતા છે
પાવર ઓફ સ્ટોરી: ‘દૃશ્યમ'ની કોરિયન ભાષામાં (પણ) રિમેક
મોહનલાલ અભિનીત અને જીતુ જોસેફ લિખિત તથા દિગ્દર્શિત ‘દૃશ્યમ’ ફિલ્મની કોરિયન ભાષામાં રિમૅક બનશે. ‘દૃશ્યમ'ની જુદી-જુદી ભાષામાં આ ૮મી સત્તાવાર રિમૅક છે! ચાઇનીઝ સુદ્ધાંમાં ‘દૃશ્યમ’ બની ચૂકી છે. બૉલિવૂડમાં દમદાર વાર્તાનો દુકાળ છે, એવામાં આ ઑરિજિનલ દક્ષિણ ભારતીય ફિલ્મ પાસેથી સમજવા જેવું છે કે, વાર્તામાં દમ હશે તો આખી દુનિયા તેને સ્વીકારશે..
શાંતિ જ્યારે સન્નાટાનો અને ખાલીપો એકલતાનો અનુભવ કરાવે ત્યારે..
પોતાના જીવનને સતત પ્રવૃત્તિરત રાખવું, નાની-નાની વાતોમાં ખુશીઓ શોધવી, મિત્રોને મળવું, સામાજિક કાર્યોમાં સેવા આપવી વગેરે બાબતો ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે
પૃથ્વીનો નકશો, નકશામાં પૃથ્વી કેટલી વાસ્તવિક, કેટલી ભ્રામક
અમેરિકન ભૂગોળશાસ્ત્રી અને કાર્ટોગ્રાફર આર્થર એચ. રોબિન્સન ૧૯૬૩માં ‘રૉબિન્સન પ્રોજેક્શન’ લઈ આવ્યા. રોબિન્સને નકશાની રચનામાં વિસ્તાર કે અંતરથી વિશેષ ‘દેખાવ’ને મહત્ત્વ આપ્યું
થેરીગાથા : અમ્બપાલી, બૌદ્ધ ભિખ્ખુની, આશાલતા કાંબલેની જુબાની
પ્રકૃતિમાં નિર્માણ પામનારી દરેક વસ્તુ નાશવંત છે. આમ્રપાલીએ થેરીગાથા કાવ્યમાં અનુભવ વર્ણવતાં લખ્યું છે કે, યૌવનનો પણ આખરે નાશ થાય છે
‘આમ્રપાલી' ફિલ્મની પડદા પાછળની વાતો
‘આમ્રપાલી’ ફિલ્મ વિશેષરૂપથી ચર્ચામાં રહેવાનું કારણ આ ફિલ્મમાં બતાવવામાં આવેલાં યુદ્ધ દશ્યો છે, જે અદ્દલ યુદ્ધભૂમિ જેવાં જ દેખાતાં હતાં. તેનું શૂટિંગ સહારનપુરમાં થયું હતું. ત્યાં યુદ્ધ માટે હાથી-ઘોડા વગેરેની વ્યવસ્થા કરવી સરળ હતી. અહીંની યુદ્ધભૂમિ પર અસલી સૈનિકોએ યુદ્ધ કર્યું હતું
વિકાસ વધ્યો, પરંતુ મહિલાઓની આર્થિક સ્વતંત્રતા ઘટી
કચ્છ સહિત ગુજરાતભરમાં વિચરતા માલધારીઓની સંખ્યા ઘણી મોટી છે. ત્રણ-ચાર દાયકા પહેલાં પુરુષો પોતાનો ‘માલ’ લઈને ચરાવવા દૂર-દૂર નીકળી જતા. ઘરે રહેલી મહિલાઓ ઘરનું, બાળકોનું, પશુઓનું, દૂધ-માવો વગેરેના વેચાણનું કામ સંભાળતી. મહિલાઓના હાથમાં આર્થિક વ્યવહાર અને તે અનુસંગે નિર્ણયો લેવાની સ્વતંત્રતા હતી. આજે વિચરતા માલધારીઓ પોતાનું પરંપરાગત કામ છોડીને અન્ય વ્યવસાયો તરફ વળી રહ્યા છે. જેના પરિણામે આર્થિક વ્યવહારો પુરુષોના હાથમાં આવ્યા હોવાથી મહિલાઓની આર્થિક અને અન્ય સ્વતંત્રતા ઘટી છે. જો માલધારી મહિલાઓને ફરી વખત આર્થિક રીતે સ્વતંત્ર બનાવવી હોય તો તેઓ અન્ય કોઈ પણ કામમાંથી અર્થોપાર્જન કરી શકે તેવી સગવડ ઊભી કરવી જોઈએ.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો ટર્નિંગ પોઇન્ટ
રિજનલ ફિલ્મો માટે લોકોનો નજરિયો બદલાયો છે. હવે કન્ટેન્ટ ઓરિએન્ટેડ ફિલ્મો બને છે અને ચાલે છે. ફિલ્મ મેકર તરીકે એ વિશ્વાસ રહે છે કે અમારી કળા દર્શકો સુધી ચોક્કસ પહોંચશે
બિનસર, કુમાઉની ઝંડી ધાર પહાડીઓમાં રહેલું નાનકડું ગામ
પ્રવાસ શોખીનો અને પ્રેમીઓ તો ચોમાસામાં પણ બિનસરનો પ્રવાસ કરે છે, કારણ કે ધુમ્મસ અને વાદળોથી ઘેરાયેલું મોન્સૂન બિનસર પ્રેમીઓ માટેનો રોમેન્ટિક ગેઇટ વે સાબિત થાય છે
એટેન્શન ઇકોનોમી : ધ્યાન ખેંચવાનો ધંધો
જ્યારે આપણે કોઈ વસ્તુ, વ્યક્તિ, ઘટના કે બાબત પર ધ્યાન આપીએ ત્યારે એટલી વાર પૂરતું આપણું અસ્તિત્વ જે-તે વસ્તુમય બની જાય છે. એની સાથે કોઈ સ્ટ્રોન્ગ લાગણી જોડાઈ જાય છે
वेदों में छिपा है सम्पूर्ण ब्रहमांड का रहस्यઅસ્તિત્વમાં કેટલા લોક છે?
નીચેના સાત લોક પાતાળ જૂથમાં પડે છે. હા, ઉપરના સાત ચક્ર 'ને નીચેની સાત ચક્રાવસ્થાની રીતે પણ ચૌદ લોક થાય છે. સત્યલોક સાથે બ્રહ્માને જોડાણ છે, જ્યાં આત્મા મુક્ત થાય છે સતત અમુક લોક વિસર્જન પામે છે અને અમુક સર્જન પામે છે. માયાના પડદાને કારણે એક લોકના રહેવાસી અન્ય લોકના રહેવાસીને જોઈ શકતા નથી. તમામ લોકમાં ચેતના છે
મણિપુરની હિંસા : ઉકેલ મુશ્કેલ, પણ અશક્ય નથી
પહાડી વિસ્તારોમાં કૂકી સમુદાયના લોકો ગેરકાયદેસર રીતે અફીણની ખેતી કરે છે. તેની સામે પગલાં લેવાના આવે ત્યારે પણ નાની-મોટી અથડામણો થતી રહે છે