CATEGORIES
Categorías
ક્રેમલીન પર હુમલાનો પ્રયાસ વાતનું વતેસર કે..
અમેરિકા અને યુરોપ યુક્રેનને વધુ ધારદાર અથવા અસરદાર શસ્ત્રો પૂરાં પાડવાના છે. પોલેન્ડ તરફથી યુક્રેનને ખુદ રશિયાની બનાવટના મિગ-૨૯ વિમાનો અપાઈ રહ્યાં છે
જાદુઈ અને જીવંત જળ
‘જ્યારે પણ જીવન કપરું લાગે અને ક્યાં જવું એ ન સમજાય ત્યારે ઝરણા પાસે ચાલ્યો જજે, એનું સંગીત સાંભળજે અને બધું જ બરાબર થઈ જશે.’
પોતાના કુટુંબ માટે આચારસંહિતા ઘડવી જોઈએ
સાથે હસીએ, સાથે રડીએ ’ને સાથે જમીએ જેવાં સાધારણ 'ને બિનજરૂરી દેખાતાં નીતિવાક્ય અસાધારણ ’ને આવશ્યક વખતમાં નોંધપાત્ર રીતે ઉપયોગી નીવડી શકે છે
શરદ પવારના નાટકીય રાજીનામાની ભીતર કથા
પવારે રાજીનામું જો પાછું ખેંચ્યું ન હોત તો પણ તેમણે એવી વ્યવસ્થા વિચારી રાખી હતી કે પક્ષમાં નેતૃત્વની ભૂમિકા સુપ્રિયા, અજિત પવાર અને જયંત પાટિલ વચ્ચે વહેંચી દઈને પોતે પક્ષના સર્વેસર્વા તરીકે અસરકા૨ક ભૂમિકા ભજવતા રહે
ઇમરાન ખાનની ધરપકડ પાકિસ્તાનમાં તંગદિલી
ઇમરાન ખાનની પાર્ટીના નેતાએ એવી શંકા વ્યક્ત કરી છે કે ઇમરાન ખાનને જેલમાં ધીમું ઝેર આપીને મારી નાંખવાનો પ્રયત્ન થાય એવી શક્યતા છે
વર સંશોધન પ્રોજેક્ટ!
ચાઇના ગવર્મેન્ટે વસતીના વધતા દરમાં ઓટ ન આવે એવા રાષ્ટ્રહિત માટે, એવો ફતવો બહાર પાડેલો કે છોકરો કે છોકરી અનુક્રમે ૨૧ વર્ષ કે ૧૮ વર્ષ પૂરાં કરે કે તરત જ માતા-પિતાએ એમનાં (એમનાં એટલે કે પેલાં છોકરા-છોકરીનાં!) યુદ્ધના ધોરણે લગ્ન કરાવી દેવાં
રથયાત્રા પહેલાં જ હાવડા અને જગન્નાથ પુરી વચ્ચે દોડશે વંદે ભારત.. ગુંજશે નાદ જય જગન્નાથ!
ભારતીય રેલવે આ વર્ષે રથયાત્રા પહેલાં વંદે ભારતનું સંચાલન આરંભ કરી આ માર્ગ ઝડપી અને સરળ બનાવશે
અંધેરા કાયમ રહે..
આપણે સૌ જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ભૂમિગત પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ વિશે તો જાણીએ જ છીએ, પરંતુ આપણા જીવનમાં ધીરેધીરે પગપેસારો કરતાં પ્રકાશ પ્રદૂષણ વિશે હજુ એટલા સજાગ નથી
જીવનમાં હાસ્યનું મહત્ત્વ કેટલું? સાધનાથી લઈને ઉપચાર જેટલું..
હસવાથી શરીરમાં મેલાટોનિન નામનો હોર્મોન રિલીઝ થાય છે, જે વ્યક્તિને સારી ઊંઘ લેવામાં, ડિપ્રેશન સામે લડવામાં મદદ કરે છે. ત્વચા પરની કરચલીઓ પડવાની પ્રક્રિયા ધીમી પડે છે
ક્યોંકી સાસ ભી કભી બહુ થી.. ધાંય ધાંય..!
આ અઠવાડિયે આવી રહેલી સિરીઝ ‘સાસ બહુ ઔર ફલેમિંગો'માં સાસુ, વહુ, દીકરી બધે બંદૂક ઉપાડીને હૅન્ડિક્રાફટની આડમાં ડ્રગ્સનો બિઝનેસ કરતી જોવા મળશે! ડિમ્પલ કાપડિયા કેન્દ્રીય પાત્રમાં છે.
ભરત નાટ્યમ અને કથકની તાલીમ લીધી છે એક્ટ્રેસ મોનાલિસાએ
અઢળક ભોજપુરી તથા હિન્દી, બંગાળી, ઓડિયા, તમિળ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી મોનાલિસા રિયલિટી શો ‘બિગ બોસ' અને ‘નઝર’ શોથી વધુ લોકપ્રિય થઈ
ધ કેરલા સ્ટોરી: હંગામા કયું હૈ બરપા?
આ ફિલ્મ કેરળ અને મેંગલોરની આશરે ૩૨૦૦૦ મહિલાઓની થયેલી તસ્કરી ઉપર આધારિત છે
થિયરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ
વિશ્વના બધા જ દેશોએ ઇમિગ્રેશનનો જે સામાન્ય નિયમ ‘પુશ એન્ડ પુલ’ છે, એને બાજુએ મૂકીને ‘થિયરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ’ અપનાવ્યો છે
હતાશ ઇન્દુલાલ યાજ્ઞિકનું જીવન મહાગુજરાત આંદોલનથી સાર્થક થયું
ગાંધીજી, સરદારે સત્ય અહિંસાના મંદિર સમા સ્થાપેલા ભવનમાંથી સનાસન કરતી ગોળીઓ નિર્દોષ યુવાનો ઉપર છૂટી. પહેલાં તો પૂનમચંદ નામનો એક ધંધાદારી યુવક શહીદ થયો. તેની ખોપડી જુદી પડતાં થોડીવારમાં તેને એક થાળીમાં મૂકીને થોડા વિધાર્થીઓ ગુજરાત ક્લબમાં બેઠેલા આગેવાન ધારાશાસ્ત્રીઓને બતાવવા ગયા. તે વખતે ગોળીબાર ચાલુ રહ્યો. તેથી એક બાજુએ કૌશિક ઇન્દુલાલ વ્યાસ અને સુરેશ જયશંકર ભટ્ટ ગોળીનો ભોગ બનીને ચિરનિદ્રામાં પોઢી ગયા
હસ્તપ્રતોની જાળવણી કેવી રીતે કરાય?
અનેક જ્ઞાનભંડારોમાં પ્રાચીન હસ્તપ્રતો છે. ખાસ પ્રકારનાં લાકડાંના બોક્સમાં લાલ કપડાંમાં વીંટાળીને આ હસ્તપ્રતો રાખવામાં આવતી હોય છે. તેમાં પણ કોડાયની હસ્તપ્રતોની સ્થિતિ વધુ સારી છે. તેનું કારણ કોડાયનું હવામાન પણ કહી શકાય. અહીંનું તાપમાન કચ્છની અન્ય જગ્યા કરતાં ઓછું હોય છે
નંદનવન ગ્રામઉધોગ જ્યાં શ્રીફળના વેસ્ટમાંથી બનાવાય છે કલાત્મક વસ્તુઓ
શ્રીફળનાં છોતરાં અને કાચલીને બિનઉપયોગી ગણીને ફેંકી દેવામાં આવે છે, પરંતુ જે વસ્તુને આપણે બિન જરૂરી સમજીને ફેંકી દઈએ છીએ તેના ઉપયોગથી હજારો લોકોને રોજગારી મળે છે. જી હા.. યાત્રાધામ અંબાજીની નજીક આવેલા નંદનવન ગ્રામઉધોગમાં શ્રીફળનાં છોતરાં અને કાચલીમાંથી અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે.
પ્રાચીન જૈન સાહિત્યને સાચવવાનો અને વિશ્વભરમાં પહોંચાડવાનો યજ્ઞ
દરેક ઉપાશ્રયોની સાથે-સાથે જ્ઞાનભંડારો હોય તેવી પરંપરા છે. જ્ઞાનભંડારોમાં વિવિધ વિષયોના પ્રાપ્ય – અપ્રાપ્ય, સેંકડો વર્ષ જૂનાં પુસ્તકો અને હસ્તપ્રતો હોય છે. કચ્છમાં ૧૨૫ જેટલા જ્ઞાનભંડારો છે. આ મૂલ્યવાન જ્ઞાનભંડારની જાળવણી કરી સાચવવાનો અને આજના જમાના પ્રમાણે તેનું ડિજિટલાઇઝેશન કરવાનો, વિશ્વ આખામાં જૈન શાસ, તત્ત્વજ્ઞાનમાં રસ ધરાવનારાઓ માટે આ જ્ઞાનભંડાર ઉપલબ્ધ કરાવવાનો એક અનોખા પ્રકારનો યજ્ઞ હાલમાં માંડવી તાલુકાના કોડાય ગામમાં ચાલી રહ્યો છે.
એનસીપીમાં શરદ પવારના સ્થાને કોણ - સુપ્રિયા કે અજિત?
કોંગ્રેસના પ્રત્યાઘાત એવા હતા કે શરદ પવારની જાહેરાતથી મહાવિકાસ અઘાડી ગઠબંધન પર કોઈ અસર પડશે નહીં
મહારાષ્ટ્રના રાજકારણમાં સત્તાનાં સમીકરણો બદલાશે?
સુપ્રીમનો નિર્ણય જો એકનાથ શિંદે જૂથની વિરોધમાં આવે તો સત્તાનાં સમીકરણ ખોરવાઈ જાય એવી સ્થિતિ છે
શિવાનંદ સ્વામીની રૂપક વાર્તાઓ
આધ્યાત્મિક થવા 'ને સાધનામાં પ્રગતિ કરવા વિવેક જોઈએ. બુદ્ધિ 'ને ચતુરાઈ વચ્ચેનું અંતર સમજવું પડે. દષ્ટિ કેળવવી પડે
બાય ધ સીઃ ઘરથી દૂર એક ઘરની ઝંખના
પોતાના દેશની અસ્થિર આર્થિક અને રાજકીય સ્થિતિથી ઘવાયેલ સાલેહ ઓમારને છેક ઘડપણના કિનારે મુક્ત થવાની તક મળે છે
સમલૈંગિક લગ્નઃ સુપ્રીમ કોર્ટ, પ્રાચીન ગ્રંથો અને શિલ્પ સ્થાપત્યો
હિન્દુ કાયદા અનુસાર પણ સમલૈંગિક લગ્ન અમાન્ય છે. ઇસ્લામમાં પણ લગ્ન એક પ્રકારનો કરાર છે, જે ફક્ત સ્ત્રી અને પુરુષ વચ્ચે જ શક્ય છે. ધર્મની દૃષ્ટિએ સમલૈંગિક લગ્ન પવિત્ર નથી
જીભી, અ પેસ્ટોરલ હેમલેટ ઇન હિમાચલ પ્રદેશ..
જીભી એટલું રૂપાળું છે કે તેને હિમાલયન નેસડું કહેવાની છૂટ લઈ શકાય એવું છે. અહીં દેવદારનાં જંગલો છે; દેવદારનાં લાકડાંમાંથી બનાવેલાં મેડીબંધ ઘરો છે; ઘરો આસપાસ ખેતરો છે
ટેન્શન ન હોવું, એ પણ એક ટેન્શન!
આખા દેશનું ટૅન્શન માથે લઈને ફરવાનો એકમાત્ર રાજકીય શોખ હોવાને કારણે થોડા સમય પહેલાં મારી તબિયત બગડી. હૃદયના ધબકારા અચાનક જાણ્યા પછી ખબર પડી કે મારે પણ હૃદય તો વધવા માંડ્યા
રાજનીતિની ખુલ્લી હવામાં રવીન્દ્ર જયંતી!
કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોર પશ્ચિમ બંગાળની જેમ ઓ પાર બાંગ્લાદેશમાં પણ આદર પામ્યા છે. બંને દેશોનાં રાષ્ટ્રગીત તેમની રચના છે. કેટલાક મુદ્દા પણ બે દેશો વચ્ચે નવો કોણ સર્જી શકે છે. રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં સમરસતા છે પર કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે તડભડ શમતી નથી
ઢોકરા આર્ટ: મીણ અને માટીના ગર્ભથી જન્મેલી કલા
આજના આધુનિક યુગમાં ઉધોગજગત આટલો વિકાસ કરી ચૂક્યું છે ત્યારે પણ ઢોકરા કલા પોતાના પ્રાકૃત સ્વરૂપને જાળવી શકી છે, તે તેના કલાકારોને આભારી છે
રોગાન કલાને દેવોનાં ચિત્રો થકી જીવંત રાખવાનો પ્રયાસ
કચ્છની માત્ર બે-ચાર કુટુંબો પૂરતી જ મર્યાદિત રહેલી રોગાન કલાના માધ્યમથી પૂરતી આજીવિકા મળતી નથી. આથી આ કલા આજે મૃતપ્રાય બની રહી છે. ત્યારે ભુજ નજીકના માધાપર ગામના એક યુગલે દેવદેવીઓનાં ચિત્રો રોગાન પદ્ધતિથી દોરીને આ કલાના નમૂના સામાન્ય લોકો સુધી પહોંચે અને કારીગરને પણ પૂરતી રોજી મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધર્યાં છે.
વ્યક્તિત્વને નિખારે છે ફેશન થેરાપી
આજની ફાસ્ટ લાઇફમાં જીવનમાં ઘણા બદલાવ આવતાં રહે છે, જેમાં ઘણા બદલાવ પોઝિટિવ એનર્જી લઈને આવે છે, તો ઘણા નેગેટિવિટીનો સંચાર કરે છે. તેમાં પણ જ્યારે વાત વ્યક્તિગત દેખાવની હોય તો લોકો અનેક સમસ્યાઓનો સામનો કરે છે. ઑફિસમાં પહેરવાના આઉટફિટથી લઈને સામાજિક પ્રસંગ, પાર્ટી અને જુદાં-જુદાં ફંકશનમાં પહેરાતાં કપડાં, એસેસરીના કારણે પણ લોકો હતાશામાં ગરકાવ થાય છે. જેના માટે આજકાલ ફૅશન થૅરાપી ચર્ચાનો વિષય બની છે.
જેલમાં બોડીસ્કેનર હોવા છતાંય અતિક અહમદ પાસે મોબાઇલ કેવી રીતે પહોંચ્યો?
અઢી કરોડ રૂપિયાના ખર્ચે રશિયાથી બોડીસ્કેનર મશીન આવ્યું છે. સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવતા ૧૦ જેલ સિપાહીને આ મશીન ઓપરેટ કરવા માટે ખાસ મુંબઈમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી.
અતિકનો સાબરમતી જેલવાસ અધિકારીઓ માટે લોટરી હતી
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલને ગુનેગારોની નગરી કહેવામાં આવે છે. કહેવાય છે કે કોઈ પણ આરોપી જેલમાં જાય એટલે તે સુધરી જાય છે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે, કારણ કે જેલમાં આરોપીઓ સુધરવાની જગ્યાએ વધુ ને વધુ ખૂંખાર બનીને બહાર આવે છે.