CATEGORIES
Categorías
આ આરઆરઆર સાથે અમદાવાદના આરઆરઆર પરિવારનો શું સંબંધ?
મહેનત રંગ લાવી: ‘આરઆરઆર’ ફિલ્મ માટે ગીતનું રેકૉર્ડિંગ કરી રહેલી રાગ પટેલને ચિત્રકળામાં પણ રસ છે.
આ રીતે પણ સ્થિતિ થોડી સુધરતી હોય તો..
આ રીતે પણ સ્થિતિ થોડી સુધરતી હોય તો..
S-400: અમેરિકાને ખટકતી આ રશિયન મિસાઈલ્સ ડિફેન્સ સિસ્ટમ છે શું?
રશિયા-યુક્રેન યુદ્ધમાં તટસ્થતા જાળવનારા ભારત પર અમેરિકા ગુસ્સે તો ભરાયું છે, પણ ભારત સામે હજી એણે કોઈ આકરાં કે ઉતાવળિયાં પગલાં ભર્યા નથી. એમાંય પ્રતિબંધોની ચેતવણી છતાંય ભારતે રશિયા સાથેની ‘એસ-૪૦૦' મિસાઈલ્સ ડિફેન્સ સિસ્ટમનો સોદો યથાવત્ રાખતાં વ્હાઈટ હાઉસને બહુ ખટક્યું છે. કેવી છે આ એસ-૪૦૦ મિસાઈલ્સ ડિફેન્સ સિસ્ટમ, જે મેળવવા માટે ભારતે અમેરિકાની ખફગી વહોરી લીધી છે?
સેવાતીર્થ સ્ત્રીઓને શરાબનો ધંધો છોડાવી સેવા તરફ વાળવા પ્રયાસ
પુરુષોત્તમ પંચાલ: આજીવિકાના બીજા રસ્તા શોધવામાં મદદ.
આ યુદ્ધ આપણને કેટલામાં પડશે?
રશિયાએ યુક્રેન પર થોપી બેસાડેલું યુદ્ધ થોડા દિવસમાં પૂરું થાય તો પણ ભારત સહિતના અનેક દેશે આ વિગ્રહ પછીનાં આર્થિક પરિણામો ભોગવવા તૈયાર રહેવાનું છે. કોરોના વાઈરસની પળોજણમાંથી માંડ બહાર નીકળી રહેલી દુનિયાએ હવે આ વિગ્રહની કિંમત ચૂકવવાની છે.
ઍન્ડ હી ઈઝ આઉટ...
શેન વૉર્ન: ગોન વિથ ધ સ્પિન..
કથા એક વટવૃક્ષ ને એની છત્રછાયામાં પાંગરેલા છોડની...
એવું પણ બન્યું કે જે સહપ્રવાસીઓ પાસે કન્ફર્ડ બર્થ હતી એ લોકો સંકડાઈને બેસી ગયા ને એમની જગા પર અમે ફેલાઈને બેઠાં હતાં. ટિકિટ-કલેક્ટરને પણ મનાવી લેવામાં આવ્યો. આવી હતી મારી મા.
આત્મનિર્ભર કચ્છ માટે થઈ રહ્યો છે અનોખો આયામ
જળસંચયનાં કાર્યોને મળી રહ્યું છે પ્રાધાન્ય.
એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો...
યુદ્ધનું કારણ ગમે એટલું ન્યાયી હોય છતાં પરિણામ વિનાશક જ હોય છે. યુક્રેન પર રશિયાની ચડાઈને વાજબી ઠેરવીએ કે વિરોધ કરીએ, પણ ખુવારી તો માનવમાત્રની થઈ રહી છે. યુક્રેનવાસીઓની વ્યથા શબ્દોમાં આલેખી શકાય એમ નથી તો બીજી તરફ આ યુદ્ધમાંથી ભારતે પણ કેટલાક અણધાર્યા બોધપાઠ લીધા છે, જેમ કે હવે આપણા વિદ્યાર્થીઓનાં ઉચ્ચ શિક્ષણ માટે ઘરઆંગણે પર્યાપ્ત વ્યવસ્થા ઊભી કરવી પડશે, શસ્ત્રસરંજામમાં સ્વાવલંબી થવું પડશે અને ગમે ત્યારે ધાર્યું કરનારી વિદેશી ટેક જાયન્ટ્સના સ્વદેશી વિકલ્પ તૈયાર કરવા પડશે.
પીડાજી રોકાવાનાં છે...
દુઃખને કે'જે ઘક્કો ન ખાય હમણાં સૌ સારાં વાનાં છે કૈં તો કામણ કશો જોજે પીડાજી ચૌકાવાનાં છે. -નીલેશ ગોહિલ
ચલ્યો આ રે... શ્યામ મેરી પલકનમેં
ધુળેટી પહેલાં ચાલીસ દિવસ રમાય છે સૂરતાલથી હોળી... શહેરોમાં–સોફેસ્ટિકેટેડ લોકોની વસતિમાં ધુળેટીનો ઉત્સવ એક દિવસ હોય. જો કે વ્રજમાં-પુષ્ટિ પરંપરામાં તો આ પર્વ એક-બે નહીં, પરંતુ પૂરા 40 દિવસ મનાવવામાં આવે છે. આપણે ત્યાં સાહિત્યમાં જેમ ઋતુગીતોનો મહિમા છે એમ પુષ્ટિ સંપ્રદાયમાં રસિયાગાનનું માહાત્મ છે. મૂળ વાત તો ત્યાં ઈશ્વર પોતાનું ઐશ્વર્ય છોડે અને ભક્તને ભક્તપણું છોડાવીને સખ્યભાવમાં તરબોળ કરે એની છે. અત્યારે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠેર ઠેર રસિયાઓનો રંગ જામ્યો છે.
કેસૂડાંની કળીએ બેસી ફાગણિયો લહેરાયો...
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ પછી મલક્યા વિના તે કેમ રહીએ કામણ કીધાં અહીં કેડે એવાં કે મહેક્યા વિના તે કેમ રહીએ...
જસ્ટ, એક મિનિટ...
મુશ્કેલી આવે ત્યારે નાસીપાસ થવાને બદલે એમાંથી સફળતાપૂર્વક બહાર આવવા, ઘરેડમાંથી બહાર નીકળીને સાથે મળીને કશાક વિલક્ષણ પ્રયાસ કરતા રહેવા જોઈએ.
ભગવદભક્તિનો રસ જે ગાવાથી પ્રગટે એ રસિયા
હરિરાયજી મહારાજ: મૂળ ભાવ તો માનવમનને અલૌકિક પ્રભુના પ્રેમમાં જોડવાનો છે.
બિલાડીને મૅડમ કેમ ન કહેવાય?
પ્રોબ્લેમ બે... સોલ્યુશન એક! દરેક સમસ્યા આમ ઉકેલાઈ જતી હોય તો?
યુદ્ધના ધડાકા-ભડાકા સાથે શેરબજારના કડાકા
વૉર અને વોલેટિલિટીમાં ઈકોનોમી અને માર્કેટની લાગી વાટ. કોરોના વાઈરસની ત્રણ લહેર પત્યા બાદ વૉરની પહેલી લહેર ચાલી રહી છે. રશિયા-યુક્રેન વિવાદ જગતઆખાને નડી રહ્યો છે. કમનસીબી એ છે કે કોરોનાની તો વેક્સિન આવી, પરંતુ યુદ્ધનો શું ઈલાજ? જેણે રિવાઈવલ તરફ યાત્રા શરૂ કરીને ઉમ્મીદ જગાવી હતી એવા આપણા અર્થતંત્રની ગતિ ધીમી પડી ગઈ, મેંઘવારી વધશે, પડકારો વધી ગયા, અનિશ્ચિતતા કઈ દિશામાં લઈ જશે?
પોપટ બોલતાં શીખીને બંદીખાને પડે
પરંતુ આ હોશિયારીએ એની ઊડવાની સ્વતંત્રતા છીનવી લીધી.
બીજાના ભલામાં જ આપણું ભલું
મોદીજીની એક વિનંતી પર 'બીએપીએસ'ના હરિભક્તોએ સંભાળી તમામ વ્યવસ્થા... તો 'સેવા ઈન્ટરનેશનલ’ની નિઃસ્વાર્થ સેવાને હરદીપ સિંહ પુરીએ બિઢાવી.
મસ્તમજાનું વાતાવરણ, હર્યાભર્યાં ખેતરો, નમૂનેદાર સ્થાપત્ય અને સાફ દિલના માણસોનો દેશ યુક્રેન
આજે ગલીએ ગલીએ યુક્રેન-રશિયા યુદ્ધની ચર્ચા છે. યુક્રેનિયન સરકાર, અમેરિકા, રશિયાના પ્રમુખ પુતિન વિશે જાતજાતની વાતોનાં વાદળ બંધાય છે અને વિખેરાય છે. કોનું પગલું ખોટું અને કોણ ખોટું એ વિષયે પણ મહાવિવાદ થાય છે. જો કે આ માહોલમાં એક વાત ૧૦૦ ટકા સાચી છે કે યુદ્ધને કારણે યુક્રેનમાં ભારે ખુવારી થઈ છે. વેલ, એવા સમયે ત્યાં રહેલા તથા પર્યટક તરીકે જઈ આવેલા ભારતીયોનાં મોઢેથી જાણીએ કે કેવો દેશ છે યુક્રેન? કેવી છે ત્યાંની સંસ્કૃતિ, જીવનશૈલી અને અર્થવ્યવસ્થા?
વતનપ્રેમનો સોલાર પાવર
સૌરાષ્ટ્રના દુધાળા ગામને સૌરઊર્જાથી ઝળાંહળાં કરશે ગોવિંદ ધોળકિયા
સુરીલાં સાસુ ને વહુ, રાણી વહુ, બા કૂટુંબમાં ગાય સહું
પિતા-સંતાન, પતિ-પત્ની, ભાઈ-બહેન મંચ પર એકસાથે ગાતાં હોય કે સંગત કરતાં હોય એવા અનેક પરિવાર ગુજરાતમાં કળા-સંગીત ક્ષેત્રે છે. જો કે મૂળ પોરબંદરની વતની અને અત્યારે અમદાવાદમાં રહેતી આ બેલડી જરા નોખી છે. એમનો સામાજિક સંબંધ સાસુ-વહુનો છે અને બન્ને વર્ષોથી સાથે ગાય છે. આમ તો એમના પરિવારના બીજા સભ્યો પણ કલાકારો જ છે, પરંતુ સમાજમાં સામાન્ય રીતે વગોવાયેલો એવો સાસુ-વહુનો સંબંધ આટલો સુરીલો અને તાલબદ્ધ હોય એ સુખદ આશ્ચર્ય છે.
શું થશે યુક્રેનિયન હિંદુઓનું...
યુક્રેનનાં ઈસ્કોન મંદિર તથા કૃષ્ણભકતોની હવે હરિ જ રખેવાળ. ખોળિયામાં જીવ હશે ત્યાં સુધી અન્નક્ષેત્ર ચાલુ રાખવાનો છે નિશ્ચય.
શેત્રુંજયયાત્રાની કેવી હશે રોનક આ વર્ષે?
કોરોનાનું વિઘ્ન દૂર થતાં ફાગણ તેરસે ‘જય આદિનાથ-જય જિનેન્દ્ર'ના નારા ફરી ગુંજી ઊઠશે.
રાજ્યપાલ-રાજ્ય સરકારનો ઝઘડોઃ ઔચિત્યની અપેક્ષા રાખી શકાય એમ નથી!
આમ તો કોઈ બંધારણીય હોદ્દા પર બિરાજતી વ્યક્તિ માટે શોભાના ગાંઠિયા એવા શબ્દ અપમાનકારક કહેવાય, પણ આપણા બંધારણે પહેલેથી જ વિવિધ રાજ્યના ગવર્નર તો શું, દેશના સર્વોચ્ચ નેતા ગણાતા રાષ્ટ્રપતિને સુદ્ધાં એ શ્રેણીમાં ગોઠવ્યા છે. કોઈ ઈચ્છે તોય એ સ્થિતિ સુધારી ન શકે.
સુરસાગર તળાવની શિવપ્રતિમાને કોરોના નડ્યો!
આ શિવજી હવે સોને મઢાઈ રહ્યા છે.
હવે કલાકારોનાં નામે બનશે શાળા
આને કહેવાય ગુરુદક્ષિણા: શાહબુદ્દીન રાઠોઢના નામની શાળાનું લોકાર્પણ
શૃંગારિક સાહિત્યમાં લખાઈ રહ્યાં છે નવાં પ્રકરણ... હૈ! ખરેખર?
સ્ત્રી માટે સ્ત્રીઓ દ્વારા લખાતાં ઈરોટિક સાહિત્યનું એક અજીબ વિશ્વ છે. ભારતમાં કોણ લખે છે આવું સાહિત્ય? કોણ વાંચે છે? અને... સમાજમાં એનું અર્થાત્ આવાં સાહિત્યનું કેવુંક સ્થાન છે?
વડોદરાની ભાગોળે છે ૯૦૦ વર્ષ જૂનું ઘેલુવડ
ચાલો, ગણપતપુરા ગામના બાઓબાબના આ ઝાડનો ઘેરાવો માપો.
વહેતી જાહોજલાલી થઈ અલંગમાં વિલીન
કોરોનાએ વિશ્વના લગભગ તમામ ઉદ્યોગને નુકસાન કર્યું. પ્રવાસન ક્ષેત્ર તો આ મહામારીનો સૌથી મોટો ભોગ બન્યું છે. અનેક દેશના પ્રવાસનમાં જેનો મહત્ત્વનો હિસ્સો છે એવા ક્રૂઝ ટુરિઝમને પણ ખાસ્સી અસર થઈ છે. આ જ કારણે પાછલા વર્ષમાં ૧૨ વિરાટ ક્રૂઝ શિપની ભવ્યતા ભંગારમાં ફેરવાઈ ગઈ છે.
લિસ્ટિંગ કે સાથ ભી... લિસ્ટિંગ કે બાદ ભી?
ભારતીય મૂડીબજારમાં ઈતિહાસ રચાવાનો છે. પ્રથમ વાર આટલો જંગી કદનો પબ્લિક ઇશ્યૂ ખૂલી રહ્યો છે.એમાં ૭૫ લાખથી એક કરોડ જેટલા રિટેલ રોકાણકારો ભાગ લેશે એવી ધારણા છે. ટોચની પાંચ જીવન વીમા કંપનીમાં સ્થાન ધરાવતી ‘એલઆઈસી’ની વિશેષતાની ઝલક જાણવા જેવી છે.