CATEGORIES
Categorías
વાળ: ઇમેજનો રખેવાળ!
મારા એક મિત્રએ વાળ ૫ર Ph.D કર્યું. છે. મેં પૂછ્યું કે, ‘દોસ્ત, વાળ પર Ph.D કરવાની પ્રેરણા તને કોણે આપી?’ ત્યારે એણે કહ્યું કે, ‘અરીસાએ! અરીસામાં જોતાં જ લાગ્યું કે માથા પર છવાઈ રહેલી પાનખરને મારે કોઈ પણ રીતે ભૂલવી જ પડશે, નહીંતર પ્રિયજનોમાં હું જ ભૂલાઈ જઈશ..
મેડિકલ વિઝા
ઇન્ટરવ્યૂ દરમિયાન વિઝાના અરજદારોને જાતે કંઈ પણ બોલવાની, કંઈ પણ કહેવાની છૂટ નથી હોતી. ઓફ્સિરો જે સવાલો પૂછે એના જ જવાબો દ્વારા પોતાની લાયકાત પુરવાર કરવાની રહે છે
મૂળથી વછોડાયેલાં..
ચાર્લી ચેપ્લિન, પાબ્લો પિકાસો, બિલ ક્લિન્ટન - આ બધા રોમાની હતા, ઉપરાંત અનેક સિંગર્સ, મ્યુઝિશિયન્સ, ઍક્ટર્સ, સાયન્ટિસ્ટ, રાજનેતાઓ આ કોમ્યુનિટીએ વિશ્વને આપ્યા છે
‘માતૃભાષાથી બાળકોને વાંચનમાં રસ વધે’
૨૧મી ફેબ્રુઆરીના દિવસને બાંગ્લાદેશમાં ભાષા શહીદ દિવસ તરીકે ઊજવવામાં આવે છે
માતૃભાષાની સાથે-સાથે બોલીઓ પણ એટલી જ મહત્ત્વની
અન્ય ભાષાઓની જેમ બોલીઓ પણ મહત્ત્વની છે. બોલીઓનું પોતાનું આગવું સૌંદર્ય છે. તેનો રણકો, ઉચ્ચાર અને બોલવાની રીત વ્યક્તિને તે આત્મીયતા સાથે જોડે છે
એક સમયે કોલકાતાથી લંડન વચ્ચે બસ દોડતી હતી!
કોલકાતાથી ચોતરફ હજારો બસો વિવિધ માર્ગો તરફ જતી, પણ હકીકત એ છે કે ગંગા તટથી થેમ્સના કિનારે લંડન સુધી જતી એકમાત્ર બસ હતી!
જે પ્રસન્ન છે, તે પ્રિય છે! માંદગીમાંય મોઢું મલકતું રાખવાની કળા
જેને રોગ ન હોય એણે મૂછ ઊંચી ન કરવી અને જેને હોય એણે હતાશ ન થવું. જીવલેણ રોગ સાથે પણ લાંબું જીવી શકાય છે 'ને અત્યંત તંદુરસ્ત શરીર સાથે પણ ગમે ત્યારે મૃત્યુ પામી શકાય છે
સદાય હસતા રહેતા ચહેરા પાછળનું રુદન ‘સ્માઇલિંગ ડિપ્રેશન'
‘તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યા ગમ હૈ જિસકો છૂપા રહે હો’, કૈફી આઝમીની આ શાયરી તે માત્ર એક શૅર નથી, પરંતુ ઘણાં લોકોનું સત્ય છે. રોજ આપણી આસપાસ એવા કેટલાય ચહેરાઓ જોઈએ છીએ જે હંમેશાં હસતા જોવા મળે છે. જેમને જોઈને એકાદ વાર તો મનમાં આવે કે, ‘વાહ! લાઇફ હો તો ઐસી' પરંતુ મોટાભાગના લોકો એ સ્મિત પાછળની વાસ્તવિકતા ક્યારેય જાણતા નથી. શું તમે ક્યારેય સ્માઇલિંગ ડિપ્રેશન વિશે સાંભળ્યું છે?
અંધાપો આવે એવી લાઇલાજ બીમારી સામે ઝઝૂમતો પરિવાર
ધારો કે કોઈ દંપતીને એમ કહેવામાં આવે કે તમારા ચારમાંથી ત્રણ બાળકો ભવિષ્યમાં અંધ બની જશે તો એમની અને એ બાળકોની કેવી હાલત થાય! માથે આભ ફાટી પડે અને અંધકારમય ભાવિની ચિંતામાં એમનો વર્તમાન પણ નીરસ બની જાય. કેનેડાના એક હસતા-રમતા પરિવાર માટે આ કડવી ધારણા સાચી પડી છે. જોકે તેમણે વાસ્તવિકતાને સ્વીકારી, વર્તમાનને યાદગાર બનાવવા કંઈક જુદો જ રસ્તો અપનાવ્યો.
સોશિયલ મીડિયાને લીધે તરુણાવસ્થામાં કથળતું માનસિક સ્વાસ્થ્ય
સોશિયલ મીડિયાની લોકો પર થતી સારી અને ખરાબ અસરો વિશે વારંવાર ચર્ચાઓ થતી રહે છે, પરંતુ એ વાત સર્વવિદિત છે કે હવે લગભગ કોઈ તેની અસરોથી બાકાત રહ્યું નથી. બાળકો અને તરુણો પર પણ સોશિયલ મીડિયાએ સૌથી વધુ માઠી અસર જન્માવી છે. સમયાંતરે તેના વિવેકપૂર્ણ ઉપયોગની ચર્ચાઓ થતી રહે છે, પરંતુ બાળકો પર થતી તેની ગંભીર અસરો અંગે અપેક્ષિત જાગૃતિ આવી નથી. એક વૈશ્વિક સંસ્થાએ કરેલા સંશોધનમાં એવું પ્રતિપાદિત થયું છે કે મેદાનમાં રમવાની ઉંમરે બાળકો માનસિક તાણનો ભોગ બની રહ્યાં છે.
અસલી શિવસેના શિંદેની ઉદ્ધવ સુપ્રીમમાં જશે
ઉદ્ધવ ઠાકરે ચૂંટણીપંચના નિર્ણયને પચાવી શક્યા નથી, પરંતુ ચૂંટણીપંચે આવા વિવાદમાં તેમના અગાઉના કેસ અને ઉદાહરણોને ધ્યાનમાં રાખીને નિર્ણય આપ્યો છે
જ્યોર્જ સોરોસનો બિનજરૂરી વાણીવિલાસ
સોરોસ મૂળભૂત રીતે રાજકીય વ્યક્તિ નથી, પરંતુ પૈસાના જોરે તેઓ અમેરિકાની રાજનીતિમાં દખલ ધરાવે છે. તેઓ પોતાની જાતને વિશ્વભરમાં લોકશાહીના તારણહાર સમજે છે. પણ એ તેમનો ભ્રમ છે
હિટ નચાવે એમ હેલ્થ નાચે
પાકો ઉનાળો શરૂ થઈ જાય એ કાળમાં શારીરિક શ્રમ કે કસરત કમ કરવા જોઈએ. કેમ કે શરીરમાં ઑલરેડી અગ્નિ બરાબર જીવંત થઈ ગયો હોય, બૉડીમાં હિટ પેદા થઈ ગઈ હોય 'ને રહેતી હોય. એ સમયમાં શરીરમાં બહારથી ગરમી અંદર લેવી જોખમ ઓર શરીરમાં અંદર ગરમી પેદા થાય એવું ખાવું જોખમ
ભારતની 'ટોય સ્ટોરી'માં નવો અધ્યાય
થંજાવુર, વારાણસી, ઉદયપુર, બંગાળનું ચિત્તોડગઢનું બસ્સી, આંધ્રપ્રદેશના નતુનગ્રામ, કોન્ડાપલ્લી, અટીકોપક્કા અને કડપ્પા, મહારાષ્ટ્રનું સાવંતવાડી, તેલંગણાનું નિર્મલ જેવાં ઘણાં સ્થળો વિવિધ પ્રકારનાં રમકડાંઓ માટે વિખ્યાત છે
હેપીનેસ ઇન્ડેક્સ અને ડોમેસ્ટિક રિઝર્વેશન!
૨૭ ટકા અનામત મુજબ મારાથી રંધાય એટલું જ રાંધ્યું છે અને ૨૭ ટકા પ્રમાણે જેટલું પીરસાય એટલું જ પીરસ્યું છે. બાકીનું જોઈતું હોય તો જાતે રાંધી લેવાનું અને લઈ લેવાનું
એવરેજથી ક્લાસિક સુધીની ‘હેરાફેરી'!
‘હેરાફેરી’ ફિલ્મને આજે જેટલો મીમ થકી પ્રતિભાવ મળી રહ્યો છે તેટલો રિલીઝ થઈ ત્યારે નહોતો મળ્યો! અત્યારે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે એવાં એનાં દૃશ્યોને ત્યારે અવગણવામાં આવ્યાં હતાં. ‘હેરાફેરી'ના બંને ભાગ, તેના થકી બનેલા મીમ અને ટુચકા યુવાપેઢીમાં લોકપ્રિય છે, ત્યારે એક સફર ‘હેરાફેરી’ ફ્રેન્ચાઇઝીની..
પશ્ચિમ બંગાળના સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન!
તમામની નજર કોલકાતામાં નિર્માણાધીન પૂર્વ-પશ્ચિમ મેટ્રોને ફાળવવામાં આવેલા ભંડોળ પર છે, જે ભારતની પ્રથમ અંડરવૉટર મેટ્રો હશે, જે આવતાં વર્ષે પૂર્ણ થવાની અપેક્ષા છે
કચ્છમાં સોલાર રૂફ ટોપથી વીજળી ઉત્પન્ન તો થાય છે, પણ ઓછી
કચ્છમાં સૂર્યપ્રકાશની મહેર શિયાળા અને ઉનાળામાં ખૂબ વધારે હોય છે. શહેરી વિસ્તાર કે સમૃદ્ધ ગામડાંમાં લોકોમાં સોલાર રૂફ ટોપ અંગે જાગૃતિ આવી છે, પરંતુ અબડાસા, લખપત કે રાપર જેવા તાલુકાના છૂટાછવાયા ગામડાંમાં પણ સોલાર રૂફ ટોપ પહોંચે તો વીજ ઉત્પાદન ખૂબ વધી શકે. સરકાર દ્વારા સબસિડી અપાતી હોવા છતાં આર્થિક રીતે નબળાં લોકોને ઘર પર સોલાર પેનલ લગાવવી મોંઘી લાગે છે. આ માટે બેંકો લોન આપે, વીજ કંપની કે સરકાર હપ્તાઓમાં તે લગાવી દે તો વધુ ને વધુ લોકો તેનો લાભ લઈ શકે.
ભારતનું પ્રથમ કોસમોસ વેલી ગાર્ડન હવે અમદાવાદમાં
ગુજરાતમાં જ કાશ્મીર જેવા જ ગાર્ડનની મજા માણવા મળે તો..!! વાત સાંભળીને લાગશે This is impossible, પરંતુ હવે આ પોસિબલ બન્યું છે. જી હા, અમદાવાદ કોર્પોરેશને અમદાવાદીઓને કોસમોસ વેલી ગાર્ડનની ભેટ આપી છે. આવો જાણીએ તેના વિશે..
મુઠ્ઠી માટી અને ચપટી આકાશની TRUE LOVE STORY
પ્રેમમાં ગુલાબ સાથેના એકરાર તો બહુ જોયા, પણ પ્રેમમાં દરરોજ ઊઘડતી સવારને પ્રિયજનના હોઠ પર રમતી મૂકી શકે એવા પ્રેમી આ દુનિયામાં જૂજ છે, પણ છે ખરા!
પૃથ્વીની સપાટીથી નજીક ઉદ્ભવતો ભૂકંપ વધુ વિનાશકારી
૬ ફેબ્રુઆરીની વહેલી સવારે તુર્કી અને સીરિયાની ધરા ધણધણી ઊઠી. રહેણાંકો અને ગગનચુંબી ઇમારતો પત્તાના મહેલની માફક ધ્વસ્ત થઈ ગઈ. પ્રચંડ ભૂકંપે જે મહાવિનાશ વેર્યો એની નવી 'ને આઘાત પમાડે એવી વિગતો સતત સામે આવતી રહે છે. ભૂકંપની તીવ્રતા પાછળ ચોક્કસ પરિબળો કામ કરી રહ્યા છે. કંપ જો ભૂ સપાટીની નજીક ઉદ્ભવે તો ભારે તબાહી મચાવી શકે છે, તુર્કી-સીરિયાનો ધરતીકંપ એનો ભયાવહ દાખલો છે. મેગ્નિટ્યુડ એ તરંગો કેટલા મોટા છે તેનું માપ છે, જ્યારે તાકાત તે વહન કરતી ઊર્જાને દર્શાવે છે. ૬ની તીવ્રતાના ધરતીકંપ થકી જન્મતા સિસ્મિક તરંગો પાંચની તીવ્રતાના ધરતીકંપથી જન્મતા તરંગો કરતાં દસ ગણો વધારે કંપનવિસ્તાર ધરાવે છે, તે ઊર્જાનો તફાવત પણ વધારે છે.
વિવેચનકાર ભૂપત વડોદરિયાની ‘પરખ’
ભૂપતભાઈ સર્જકની કૃતિને પૂરો ન્યાય આપવાનો પ્રયાસ કરે છે ત્યારે સાથોસાથ પોતાની ન હયાતીમાં ઉપેક્ષાનો શિકાર બનેલા સર્જકના મનોવ્યાપારને સમજવાનો અને સમજાવવાનો પ્રયાસ એ ભૂપતભાઈની વિશેષતા છે અને એટલે કોઈએ લેખકની મૂળ કૃતિ વાંચી ન હોય તો પણ ભૂપતભાઈનો વિવેચનલેખ વાંચવામાં વાચકને રસ પડે છે
ચેટ જીપીટી vs ગૂગલ બાર્ડ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ વિશ્વએ દોટ મૂકી
છેલ્લા બે મહિનાથી દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત ચેટબોટ – ચેટ જીપીટીએ ધમાલ મચાવી છે. તેના આગમનથી સૌથી વધુ અસર ગૂગલ પર થશે એવું લોકો માની રહ્યા છે, પરંતુ આ વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં ગૂગલ પણ જરાય પાછીપાની કરવા માંગતું નથી અને તેણે બાર્ડ નામનું આવું જ એક નવું બોટ રજૂ કર્યું છે. ગૂગલનો દાવો છે કે ચેટ જીપીટી કરતાં પણ એ વધુ બુદ્ધિમાન બોટ છે.
અમે સામાન્ય માણસને કેન્દ્રમાં રાખીને નિર્ણયો લઈએ છીએઃ એકનાથ શિંદે
મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઊથલપાથલ બાદ જ્યારથી એકનાથ શિંદે ભાજપમાં જોડાયા અને તેમણે મુખ્યમંત્રીપદ સંભાળ્યું ત્યારથી મહારાષ્ટ્રમાં વિપક્ષ અને તેમની વચ્ચેનો સંઘર્ષ ચર્ચાનો વિષય બન્યો છે. વિપક્ષી નેતા મુખ્યમંત્રીનો ઉલ્લેખ શિંદે સરકાર કરવાને બદલે ‘મિંધે સરકાર' કહીને દરરોજ તેમની કંઈક ને કંઈક ટીકા કરી રહ્યા છે. તેમ છતાં મુખ્યમંત્રી એકનાથ શિંદે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું નામ પોતાના પક્ષ સાથે જોડીને પોતાના જૂથને મજબૂત બનાવી, વિરોધીઓ સામે ટકી રહ્યા છે. એક યા બીજી રીતે શિંદે સરકાર તેમના કામ દ્વારા મુંબઈ અને મહારાષ્ટ્રની જનતા સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. ‘અભિયાન' દ્વારા મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે થયેલી વાતચીત અહીં પ્રસ્તુત છે.
શિવભક્ત કનપ્પાની રસપ્રદ કથા
કન્નપ્પાના જેવા પ્રેમ, સમર્પણ અને નિષ્કપટ ભાવથી મનુષ્ય ઈશ્વરની સમીપે આવે ત્યારે કોઈ પણ મૂર્ત-અમૂર્ત, સુંદર-બેડોળ વસ્તુઓ ઈશ્વર સાથે જોડાવાનો સેતુ બાંધી આપે
શિવજીનું દક્ષિણામૂર્તિ સ્વરૂપ એટલે અનુગ્રહ
પરમનું આકર્ષણ કોને થાય? જે એવું સ્વીકારે કે પરમ તેને પોતાને આકર્ષે છે તેને થઈ શકે. જેને પોતાનું મિથ્યા અસ્તિત્વ એટલે કે પોતાનો હ્યુમન મેડ બાયોડેટા જકડી ના રાખી શકે તેને જે રીતે શિક્ષા મેળવીએ એ રીતે પણ જો શિક્ષા શિવજી તરફ ગતિ કે પ્રગતિ આપતી હોય તો ઉપયોગી છે. શિવજી સ્મશાનઅધિપતિ છે. મૃત્યુનો કોઈ અસ્વીકાર કરી શકે?
પાકિસ્તાનની ખરાબ ઇમેજ માટે કોણ જવાબદાર છે?
વિશ્વ સમુદાયમાં પાકિસ્તાનની ઇમેજ સારી છે જ નહીં. અત્યાર સુધી પાકિસ્તાનનું મિત્ર રહેલું ભૂકંપ હોનારતથી પીડિત તુર્કી પણ હવે પાકિસ્તાનથી નારાજ થયું છે
મમતાની સરખામણી વાજપેયી સાથે બાત કુછ હજમ નહીં હુઈ
કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં મુખ્યપ્રધાન મમતા બેનરજીને ડી.લિટની માનદ ડિગ્રી આપવામાં આવી
ભાજપમાં ઉપેક્ષિત વરુણ ગાંધીનું નવું પુસ્તક..
આ પહેલાં તેમનું અન્ય એક પુસ્તક ‘રૂરલ મૅનિફેસ્ટો’ પ્રસિદ્ધ થયું હતું અને તે બેસ્ટ સેલર બન્યું હતું
ઉમા ભારતી કો ગુસ્સા ક્યૂં આતા હૈ..?
તેમના વિશે એવી અફવા ફેલાઈ કે તેઓ મધ્યપ્રદેશ ભાજપની કારોબારી સમિતિની બેઠકમાં આમંત્રણ ન હોવા છતાં હાજર રહ્યાં હતાં