CATEGORIES
Categorías
મૂલ્યવાન ધાતુ લિથિયમનો વિશાળ ભંડાર ભારતને આત્મનિર્ભર બનાવશે
લિથિયમ બેટરીના માર્કેટમાં ચીનનો દબદબો છે. તેના કુલ ઉત્પાદનમાં ૭૭ ટકા ચીનમાં ઉત્પાદન થાય છે. ભારત આવી બેટરીઓનું ઉત્પાદન કરીને ચીનના વર્ચસ્વને પડકાર ફેંકી શકે છે
મન, હૃદય, ચિત્ત ખીલવંત: વસંત
સમગ્ર ઋતુઓની રાજરાણી વસંત છે. મિલન અને વિરહ બંને સ્થિતિમાં આ ઋતુ આપણી અંદર ધીમી ગતિએ અનુભૂતિઓનાં સ્પંદનો જગાડે છે
આ ૠતુ રૂડી રે, મારા વહાલાં રૂડો માસ વસંત
વન ઉપવન જુદાં-જુદાં ફૂલોથી મહેકી ઊઠે છે. ગુલમહોર, ચંપા, સૂરજમુખી અને ગુલાબનાં ફૂલોના સૌંદર્યથી આકર્ષિત થઈને પતંગિયા અને ભમરાઓમાં મધુર રસપાનની જાણે કે હરીફાઈ લાગી જાય છે. તેની સુંદરતા જોઈને મનુષ્ય પણ ખુશીથી ઝૂમી ઊઠે છે અને માટે જ આ ઋતુ જેમ નિસર્ગને નવપલ્લવિત કરે છે એ રીતે જાતજાતનાં અવનવા રંગીન મજાનાં ફૂલો માનવ હૃદયને ખુશ કરે છે. કવિ ન્હાનાલાલે એટલે જ વસંતને ‘ઋતુરાજ વસંત’નું ઉપનામ આપ્યું છે.
‘કલાતપસ્વી' કે. વિશ્વનાથની વિદાય..
કે. વિશ્વનાથને ફિલ્મ ક્ષેત્રના અત્યંત પ્રતિષ્ઠિત એવા દાદાસાહેબ ફાળકે એવોર્ડ ઉપરાંત પદ્મશ્રી સહિતના અઢળક રાષ્ટ્રીય પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે
‘આધુનિક મીરાં’ વાણી જયરામની ભક્તિસાધના વિરામ પામી
વાણી જયરામે પોતાની કારકિર્દીમાં તમિળ, તેલુગુ, કન્નડ, મલયાલમ, હિન્દી, ઉર્દૂ, મરાઠી, ભોજપુરી અને ઉડિયા સહિત ૧૯ ભાષાઓમાં ૧૦ હજાર કરતાં વધારે ગીતો ગાયાં છે
પાષાણ નદીના નાભિ પદ્મ
સર્જનહારે આ સૃષ્ટિ રચી, માનવે રચ્યા સંસાર, આ દુનિયા એટલે કુતૂહલની વણથંભી વણજાર, અચરજનો લખલૂટ ખજાનો, આ ખજાનો ખૂલશે દર અઠવાડિયે.. ‘અભિયાન’ના પાને, મળતાં રહીશું.
Valentine: સહિયારા શ્વાસનું સરનામું!
વીઇફે મૂછમાં મલક-મલક મલકાતાં ધીરેથી કહ્યું, ‘આજે વેલેન્ટાઇન ડે છે ને! તમે નાહી ધોઈને તૈયાર થઈ જાવ, પછી હું તમને વેલેન્ટાઇન ડેની ગિફ્ટ આપું.'
આજા મેરી ગાડીમેં બૈઠ જા..
‘અરરર..તમે ગાયનનો સાવ કચરો કરી નાખ્યો! બેન્ડબાજા કોઈ દિવસ છમ છમ વાગે?
વેલેન્ટાઇન્સ ડેઃ પ્રેમ.. લાગણી અને સંબંધોનો અહેસાસ
નથી કોઈ શર્ત તારો પ્રેમ મેળવવાની, મને તું ચાહે એટલું જ બસ છે. લાગણીથી બંધાઈ છું તારી સાથે, તું ચાલે મારી સાથે એટલું જ બસ છે. પ્રેમ વિશે કહેનારા કહી ગયા, લખનારા લખી ગયા અને જીવનારા જીવી ગયા. છતાંય અઢી અક્ષરોની ગૂઢતા આજેય અકબંધ છે. પ્રેમ વ્યક્ત કરવાનાં સ્વરૂપ બદલાયાં છે, પરંતુ પ્રેમની અનુભૂતિ હંમેશાં એક જેવી જ રહે છે. માટે વૅલેન્ટાઇન ડે યુવાનોથી લઈ દરેક સંબંધ માટે ખાસ છે. ‘અભિયાને’ આવા જ કેટલાક ખાસ સંબંધો અને યુવાનોની લાગણી સમજવાનો પ્રયાસ કર્યો છે.
વેલેન્ટાઇન્સ ડે ઊજવવાની ભાતભાતની પરંપરાઓ
છેલ્લા કેટલાક સમયથી ‘વેલેન્ટાઇન્સ ડે'નો ક્રેઝ ભારતમાં વધતો જાય છે પરંતુ પ્રેમના આ તહેવારને ઊજવવાની કોઈ ચોક્કસ રીત હોય કે પરંપરા હોય તેવું જોવા મળતું નથી. વેલેન્ટાઇન ડે પર ફૂલો અને ચોકલેટોથી આગળ વધીને પણ તેની ઊજવણી થાય છે. વિશ્વના અન્ય દેશો- ખાસ કરીને યુરોપિયન દેશોમાં તેની ઊજવણીની પરંપરા ખૂબ અલગ છે.
સર્વ પ્રિયે ચારુતરં વસંતે
પ્રકૃતિનાં વિવિધ કમનીય તત્ત્વોનો રંગભર્યો ગુલદસ્તો એટલે વસંત
ૠતુનાં કુસુમાકર
ફારસી શબ્દમાં બહાર એટલે ખીલવું. સામાન્યતઃ ઉત્તર ભારતની સંસ્કૃતિમાં બે વખત બહારને વધાવવામાં આવે છે. એક છે બસંત બહાર અને બીજી બરખા બહાર
વેલેન્ટાઇન ડે: પ્રેમની બદલાયેલી દુનિયા
આજે પ્રેમનો એકરાર સરળ બની ગયો છે. કોઈ યુવકને પૂછવામાં આવે કે, તે જેને પ્રેમ કરે છે, તેને કેટલી વારમાં પ્રેમની ઑફર કરી શકે છે? યુવાનો તરત જવાબ આપે છે, માત્ર ત્રણ સેકંડમાં..!
વસંતનો સંબંધ જ ભીતર સાથે છે
પાનખર પછી તો વગડો ખાલીખમ થઈ ગયો હોય છે
બજેટમાં ગરીબો તો સાવ જ ભુલાઈ ગયા
૨૦૦૫માં મનમોહન સિંહની સરકારે મનરેગા નામે કાયદો કરીને ગ્રામ વિસ્તારોમાં દરેક પરિવારને ૧૦૦ દિવસની રોજગારી આપવાની બાંયધરી આપી હતી
તેજ-તર્રાર ફૂલગુલાબી અમૃતમય ‘ભારત જોડો' બજેટ
ગ્રીન ગ્રોથ માટે ૩૫,૦૦૦ કરોડ પ્રાયોરિટી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ (એનર્જી ક્ષેત્રમાં)ની જોગવાઈ કરીને કાર્બન ઇમિશન અને ક્લાયમેટ ચેન્જ પર અંકુશ લાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે
ફ્તન દેવાળિયા પાકિસ્તાનને કુકર્મોનાં ફળ મળી રહ્યાં છે
પાકિસ્તાનને અમુક કરજ અને વ્યાજ ચૂકવવા માટે જ હાલમાં ત્રીસ અબજ ડૉલરની તત્કાળ જરૂર છે અને તેના પર કુલ દેવું એકસો અબજ ડૉલરથી વધારે છે. જે કટોકટીની સ્થિતિ શાહબાઝના સમયમાં ફેબ્રુઆરીમાં થઈ તે કદાચ ઈમરાન ખાન વડાપ્રધાન હોત તો માર્ચ કે એપ્રિલમાં થઈ હોત
હિન્ડનબર્ગ અહેવાલ અને અદાણી: ભારત સામે આર્થિક યુદ્ધ?
ભારતમાં પણ હિન્ડનબર્ગને સાણસામાં લેવા માટે કાનૂની માળખું નથી. જો હિન્ડનબર્ગ પર નુકસાની માટે દાવો માંડીએ તો ગૌતમ અદાણીના પૌત્રો પણ તે કેસ લડતા જોવા મળી શકે છે
બલૂનના મામલે ચીન-અમેરિકા વચ્ચે તંગદિલી..
વિવિધ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે ચીન અને અમેરિકા વચ્ચે મતભેદો અને તંગદિલી પ્રવર્તે છે અને એ એટલી ગંભીર છે કે, તેમાં રાતોરાત સુધારો થવાની કોઈ શક્યતા નથી
મુશર્રફને ભારત ક્યારેય માફ નહીં કરે..
નવાઝ શરીફે તેમને લશ્કરી વડા બનાવ્યા હતા, પરંતુ મુશર્રફે નવાઝ શરીફને જાણ કર્યા વિના કારગિલ યુદ્ધનું ષડયંત્ર રચ્યું હતું
અમૃતકાળનું પ્રથમ મહત્ત્વાકાંક્ષી બજેટ
કૃષિક્ષેત્રમાં ઉત્પાદન માટે જરૂરી લોકો કરતાં વધારે લોકો સંકળાયેલા હોવાથી પણ ગ્રામીણ ક્ષેત્રોમાં સરેરાશ આવક ઓછી દેખાય છે
ભલભલાના અંદાજ બદલી નાખે અંદાજપત્ર!
બજેટનો સમયગાળો પણ ડબલ ઋતુ જેવો હોય છે. બપોરના સમયે ગરમી લાગે ને સવાર-સાંજ ઠંડી! પૈસા હોય તો બજેટ ઠંડું લાગે ને પૈસાની ઊણપ હોય તો બજેટ દાહક
સિનેમા સિર્ફ સિનેમા હૈ, મરતે દમ તક!
સિંગલ થિયેટરમાં જઈને, એક પ્રકારના ધૂળિયા વાતાવરણમાં, ખારી સિંગ ખાતાં ખાતાં ફિલ્મો જોનારા માટે ‘સિનેમા મરતે દમ તક' એક જૂના જમાનાના સંભારણારૂપ છે. સામાન્ય દર્શકની યાદો છે જે સવારના શૉમાં ફિલ્મો જોવા જતા, જે સિંગલ થિયેટર્સની લાઇનમાં ઊભા રહેતા. નેટફિફ્લક્સ કે ઍમેઝોન પર બની રહેલી અઢળક મૉડર્ન સિરીઝો કરતાં આ સિરીઝ આગળ છે.
ઇમિગ્રેશન માટે વર્ષ ૨૦૨૩ કેવું હશે?
ભારતીયોએ ખુશ થવા જેવી એક ખાસ વાત છે. જુદા જુદા પ્રકારો હેઠળ જે ઇમિગ્રન્ટ વિઝા મેળવી શકાય એ દરેકની ઉપર જે વાર્ષિક કોટા મર્યાદાની નિયત કરેલ સંખ્યા હોય એ કદાચ આ વર્ષમાં દૂર થશે
ઉત્તરાર્ધ મહોત્સવ હવે લોકપ્રિય બન્યો છે
ઉત્તરાર્ધ મહોત્સવના આ ત્રણ દાયકાઓ દરમિયાન લોકોમાં શાસ્ત્રીય નૃત્ય અને કલા પરત્વે લોકોમાં રસ અને રુચિ જાગૃત કરવામાં સફળતા મળી છે એવું સ્પષ્ટ જોઈ શકાયું છે. ગુજરાતનો આ સાંસ્કૃતિક મહોત્સવ મોઢેરાના સૂર્યમંદિરનાં શિલ્પોને કારણે અનોખો માહોલ રચે છે અને એ માહોલમાં નૃત્યોને નિહાળવાની મજા અનોખી હોય છે
હીરબાઈ લોબીઃ સંઘર્ષ, લડત અને સૌનું સશક્તિકરણ
ગુજરાતમાં રહેતા સીદી સમાજના ઉત્થાન અને મહિલાઓના સશક્તિકરણ માટે પોતાની આખી જિંદગી સમર્પિત કરી દેનાર હીરબાઈ લોબીને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. અપાર સંઘર્ષ અને લડત વેઠીને તેમણે હજારો મહિલાઓને પગભર બનાવી છે અને અનેક બાળકોની જિંદગી સુધારી છે.
એક ટ્રામ ડીપો જ્યાં યાદો તાજી કરાવે તેવું મ્યુઝિયમ છે
ટ્રામની સવારી ઘોડા ખેંચતાં, પછી વીજળી આવી, ઇલેક્ટ્રિક એન્જિન ટ્રામને પાટા પર ચલાવતાં થયા
બોર્ડની એક્ઝામ પહેલાં પ્રિ-બોર્ડ પરીક્ષા, શિક્ષણ વિભાગની અનોખી પહેલ
ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં અનેક પ્રશ્નોને લઈને ડર હોય છે. આવા ડરને દૂર કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે પ્રથમવાર પ્રિ-બોર્ડની પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે.
કચ્છમાં બન્યું સંગીતમય કેલેન્ડર
કચ્છના લોકસંગીત વિશે લોકો જાણે, તેને માણે અને તેને સમજે તે માટે પ્રયત્નશીલ સંસ્થા ‘કલાવારસો' દ્વારા એક નવીન પ્રકારનું કૅલેન્ડર બનાવાયું છે. દર મહિને એક વાઘ અને તેના ઓડિયો વિઝ્યુઅલ્સ સાથેનું આ ટેબલટોપ કૅલેન્ડર બહુ જલ્દી ઓનલાઇન પણ જોઈ શકાશે.
'માંગા' એટલે જાપાનીઝ કોમિક્સની અજાયબ દુનિયા
અમદાવાદ મૅનેજમૅન્ટ એસોસિયેશન(એએમએ) ખાતે જાપાન ઇન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર સ્થપાયા બાદ ભારત-જાપાન વચ્ચેના સાંસ્કૃતિક આદાનપ્રદાનની પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે. આ જ કડીમાં એએમએ ખાતે ૧૧મો જાપાન ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવ્યો છે આ ફેસ્ટિવલ હેઠળ યોજાયેલા ‘માંગા હોકુસાઈ માંગા' આર્ટ શૉ પ્રદર્શન હેઠળ જાપાનની પ્રખ્યાત માંગા કલાને એક નવા જ દૃષ્ટિકોણ હેઠળ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી છે.