CATEGORIES
فئات
ઓસ્કર વિજેતા ‘એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ'
એક સંસારમાં આપણી હયાતી અને આસપાસના સંસારનું જ્ઞાન આપણા દિમાગને હદ બહારનું થકવી શકે, તો આવું સેંકડો ગણું જ્ઞાન એક માનસને કઈ હદે થકવી દેતું હશે!
અંબાજી પ્રસાદ: ધાર્મિક આસ્થા સાથે ચેડાંનો નિષ્ફળ પ્રયાસ
પ્રસાદની સામગ્રીમાં એકાએક થયેલા આ બદલાવથી અંબાજી દર્શનાર્થે આવનાર ભક્ત સમુદાયને આઘાત અને આંચકો લાગ્યો હતો. અંબાજી જેવા જગપ્રસિદ્ધ તીર્થધામમાં પ્રસાદની સદીઓથી ચાલી આવતી પરંપરામાં આવા બદલાવનું કોઈ કારણ કે કોઈ તર્ક લોકોની સમજમાં આવતો ન હતો
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનો નિંદનીય પ્રલાપ
રાહુલ ગાંધીનો બ્રિટનનો પ્રવાસ તો જાણે ભારતવિરોધી વ્યાખ્યાનો માટે જ યોજાયો હોય એવી છાપ ઊપસે છે
સમર ઉવાચ
ગુજરાતીઓ ઉનાળાથી એટલા ત્રાસેલા જણાય છે કે આપણે અપવાદ સિવાય ઉનાળા ’ને શબ્દ સાથે સીધા, સારા 'ને સુંવાળા સંબંધ જોડી શક્યા નથી
આજનું સુરતઃ અન્ય શહેરોથી ભિન્ન, ગતિશીલ અને વિકાસોન્મુખ
સુરતમાં ઉત્પાદન થતાં અનેક સિન્થેટિક કાપડમાં ગાર્ડન વરેલીનું નામ મુખ્ય છે, જ્યાં આ ગાર્ડનના બ્રાન્ડથી આ માલ ખાસ કરીને સાડીઓ મોટા ભાગે વેચાય છે
સુરતની ગઈકાલ: વેપાર ક્ષેત્રે જાહોજલાલી
બંદર એક એવું સ્થળ છે જ્યાંથી માલસામાનની હેરફેરની સાથે સંસ્કૃતિનું આદાનપ્રદાન પણ થાય છે. તે સમુદ્ર અને આંતરદેશીય પરિવહનનું એક સંગમ બિંદુ છે. બંદર એ કોઈ પણ દેશના વિદેશ સાથેના વેપારની ધોરી નસ છે. પ્રાચીન શહેર અને બંદર સુરત સદીઓથી દરિયાઈ વેપારનું કેન્દ્ર રહ્યું છે. ૧૭મી સદી એ સુરત શહેર માટે જાણે કે સુવર્ણયુગ સમાન હતી.
સુરતીલાલાના બેફિકરાઈ અને મનમોજી સ્વભાવ પાછળ છુપાયાં છે કંઈ કેટલાંય દર્દો અને પીડાઓ
સુરત પર આવતી કુદરતી આફતો અને મુશ્કેલીઓ એ આજની વાત નથી. સંઘર્ષ તો સુરતના લલાટે લખાયેલ છે, પરંતુ આ દરેક સંઘર્ષ બાદ ફરી ફરીને ઊભા થવું એ સુરતની તાસીર છે. ફિનિક્સ પક્ષીની જેમ સજીવન થઈને પુનઃ જીવન પ્રાપ્ત કરવું સુરતીઓને હવે કોઠે પડી ગયું છે.
બાબાની પરીક્ષામાં બાપા દીવાના…!
‘સર, ભારતીય પત્ની આ બાબતે ખૂબ નસીબદાર છે. એને એક પતિમાં બેવડો ફાયદો થતો હોય છે. પતિનો પતિ અને હેલ્પરનો હેલ્પર. ટુ ઇન વન સર!'
હું તારું ગુલાબ તો તું મારા કાંટા!
ઘણીવાર જાણેઅજાણે કાચી ઉંમરમાં દીકરીઓ એની મમ્મીને ઘણો અન્યાય કરી બેસતી હોય છે અને સમજાય ત્યાં સુધીમાં આપણે મમ્મીની જિંદગીનાં અમુક વર્ષો આપણી અણસમજને અને ગેરસમજના લીધે ઓછાં કરી નાખ્યા હોય છે. એક દીકરી જ્યારે મા બને છે ત્યારે તો એને સમજાય જ છે કે એની મા પળેપળ સાચી હતી, પણ ત્યાં સુધી એ તમામ દીકરીઓની માને કેટલી પીડા, કેટલી ચિંતા સહન કરવી પડે છે.
બહાર તકરાર અંદર કરાર, કેવી અવઢવ દશામાં રાજ્ય અને કેન્દ્રની યોજનાઓ!
શિક્ષકોની ભરતીથી જે વિવાદ વકર્યો તે ધાર્યા કરતાં ઊંડો નીકળ્યો. સામાન્ય રીતે એમ કહેવાય કે મોટો થતો ગયો, પણ પશ્ચિમ બંગાળમાં શિક્ષણ ભરતીનો વિવાદ હવે કોર્ટમાં વિચારાધીન છે એટલે તેમાંથી દરેક સુનાવણી પછી નવું રહસ્ય બહાર આવે છે, નવાં નામો ઊભરે છે, હવે તો જજો પણ ટિપ્પણી કરે છે કે સત્ય ઊંડાણમાં છે!
હોલિયા મેં ઊડે રે ગુલાલ..
આ ફાગણની રંગભર વેળા તો પ્રકૃતિએ આપેલો ગુલદસ્તો છે. પુષ્પ-પુષ્પ પર ફોરમતું ગીત છે. પલાશ પર ઊગેલા કેસરિયાળાં ઝૂમખાં પરથી નર્યો ઉલ્લાસ નીતરે છે
શરૂ થયું છે કચ્છનાં ઐતિહાસિક સ્મારકોનું ડિજિટલ ડોક્યુમેન્ટેશન
કચ્છમાં અનેક ઐતિહાસિક સ્મારકો છે, પરંતુ કુદરતી આપદાઓ અને સરકારની બેદરકારીથી તે ભૂંસાઈ જવા લાગ્યા છે. આવનારી પેઢી ગૌરવપૂર્ણ ઇતિહાસથી વાકેફ થાય તે માટે આ સ્મારકોની જાળવણી આવશ્યક હોવા છતાં થતી નથી. આવી સ્થિતિમાં તેનું ડોક્યુમેન્ટેશન ઇચ્છનીય છે. ઐતિહાસિક વારસાને સાચવી રાખવામાં મહારત ધરાવતી ‘સેપ્ટ' યુનિવર્સિટી સાથે મહારાવ મદનસિંહજી ઓપ કચ્છ બેનિવોલન્ટ ટ્રસ્ટે ભુજના દરબારગઢ – પ્રાગમહેલનું અને તેની આસપાસની ઐતિહાસિક ધરોહરોનું ડિજિટલ ડોક્યુમેન્ટ કરવા એમ.ઓ.યુ. કર્યા છે.
‘મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત’
આમ જોવા જઈએ તો ‘ચલ મન જીતવા જઈએ’ ભાગ-૨નું નામ ‘મક્કમ મનોબળ કેળવવાની ચાવી' કરી નાખીએ તો પણ ચાલે
ઈગલ એક્ટ
ઈગલ એક્ટ જો અમલમાં આવશે તો ભારતીયો, જેઓ આજે વિઝા મેળવવા માટે, એમની પિટિશન કરન્ટ થાય એ માટે વર્ષોની વાટ જુએ છે એ વાટ જોવાના સમયમાં સારો એવો ઘટાડો થશે
સંધાનમ્: સુરતમાં બનેલી સંસ્કૃત શોર્ટ ફિલ્મને ૩ એવોર્ડ
नास्ति मूलम् कुतः शाखा જો મૂળ જ નહીં રહે તો શાખા ક્યાંથી હશે? સંસ્કૃત આપણા ડીએનએમાં છે. સંસ્કૃત આપણા દેશનો અમૂલ્ય વારસો છે. તે વૈશ્વિક કક્ષાએ આપણને ગૌરવાન્વિત કરે છે. તેથી તેનું સંવર્ધન અને સંરક્ષણ આપણા સૌનું ઉત્તરદાયિત્વ બને છે.
યુક્રેન યુદ્ધ: ત્રણ લાખથી વધુ હોમાયા, યુદ્ધ ચાલુ છે, અંત દૂર છે
ટોચના અમુક અધિકારીઓ સિવાયના અમેરિકન કે અન્ય કોઈ દેશના નેતાઓ, નાગરિકો જાણતા ન હતા કે બાઇડેન યુક્રેન જવા રવાના થઈ ગયા છે ચીન તરફથી રશિયાને ચીની શસ્ત્રો પૂરાં પાડવાની યોજના ઘડાઈ રહી હતી. એ બંને દેશો એક થઈ જાય તો તેઓની સામે લડવાનું પશ્ચિમના દેશોને ભારે પડી જાય. વિશ્વયુદ્ધ પણ ફાટી નીકળે
સૂર્ય: ઊર્જાનો અખૂટ ભંડાર
સૂર્યની ત્રિજ્યા લગભગ ૬,૯૫,૦૦૦ કિલોમીટર (૪,૩૨,૦૦૦ માઈલ) અથવા પૃથ્વી કરતાં ૧૦૯ ગણી છે. તેનું દળ પૃથ્વી કરતાં લગભગ ૩,૩૦,૦૦૦ ગણું છે, જે સૂર્યમંડળના કુલ દળના ૯૯.૮૬% જેટલું છે
સબ્સ્ક્રિપ્શન મોડેલ, શેરિંગ ઇકોનોમી અને માલિકી હકનું ભવિષ્ય
સબ્સ્ક્રિપ્શન મૉડેલનો એક દેખીતો ફાયદો કોઈ પણ ગ્રાહકને એ જણાય કે ચૂકવવી પડતી કિંમત પ્રમાણમાં ઓછી હોય અને સામે માણવા મળતી સુવિધા, કન્ટેન્ટ, ઇત્યાદિ વિપુલ માત્રામાં હોય, પરંતુ ગ્રાહક એ ભૂલી જાય છે કે રેગ્યુલર બૅઝ પર કંપનીને પૈસા ચૂકવવાથી લાંબા ગાળે તો ખર્ચો વધી જ જાય
ચૂંટણી પંચમાં નિયુક્તિની પ્રક્રિયા માટે કાયદો જરૂરી
નિયુક્તિ કરતી વખતે અધિકારીની વયને લક્ષમાં ન લેવાને કારણે ૨૦૦૭ની સાલ પછીથી કોઈ મુખ્ય ચૂંટણી કમિશનર પોતાનો છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નથી
ઉત્તર-પૂર્વનાં ત્રણ રાજ્યોમાં ભાજપનું વર્ચસ્વ યથાવત્
કેન્દ્રની લોકકલ્યાણની યોજનાઓના અસરકારક અમલ દ્વારા લોકો સુધી લાભ પહોંચાડવામાં મળેલી સફળતાએ પણ આ પ્રદેશમાં મોદીની લોકપ્રિયતામાં વધારો કર્યો છે
ઈશ્વરથી થાક લાગે એવું બને તો..
ઈશ્વર સાથે આપણો સંબંધ શું? જેને એવી ખાતરી હોય કે પોતાનું એવમ સૌનું સમગ્ર જીવન ફક્ત ઈશ્વરના આધાર પર જ ચાલે છે તેમણે આવું ચિંતન કરવાની જરૂરિયાત ના હોય, પણ ઈશ્વર પોતાના જીવનમાં કેટલો ’ને કેવો રોલ કરે છે એ અંગે જેમના મનમાં ક્યારેક અસ્પષ્ટતા 'ને ચડભડ થતી હોય એ આ પ્રશ્ન પર મનોમન લાંબું તેમ જ ઊંડું ચિંતન કરે તો તેમને લાભ થાય
મોનાલિસાના સ્મિતની ખણખોદ કરતાં..
હે બહેનજી, અમે મોનાલિસાના સ્મિત વિષે ખાંખાંખોળા કરતા વિદ્યાર્થીઓ, સૉરી સંશોધક છીએ. અમને માતા, બહેન કે પત્નીના સ્મિતમાં મોનાલિસાનું સ્મિત દેખાયું નથી
મહિલાદિને હોળી!
દરેક તહેવારમાં સ્ત્રીઓને જ આગળ કરાય છે. સ્ત્રીઓનું જ વધારે મહત્ત્વ હોય છે અને સ્ત્રીઓ જ બધા તહેવાર જોરશોરથી ઉજવતી હોય છે. એટલે જ આખા વર્ષમાં એકવાર પણ મહિલા દિન ઊજવવો જ જોઈએ
હોળી: હાર્દિક સ્વાતંત્ર્ય દિન!
યાર, દિલ્હીમાં તો લોકો હોળીના દિવસેય બેસણું રાખે.. સફેદ લેંઘોઝભ્ભો પહેરી હું બેસણામાં જવા નીકળ્યો, પણ ત્યાં સુધી પહોંચતાં તો હું મલ્ટિકલર થઈ ગયો!
ગુજરાતનું એક માત્ર ગામ જ્યાં ‘હોલિકા દહન’ ધુળેટીના દિવસે થાય છે
ભારત તહેવારોનો દેશ છે અને અહીં અનેક ઉત્સવોની ઉજવણી થાય છે. જેમાં હોળીના તહેવારની રંગત જ જુદી હોય છે. ફાગણ માસની પૂર્ણિમાએ હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગોત્સવ એટલે કે ધામધૂમથી ધુળેટી ઊજવાય છે. કહેવાય છે કે હોળીની જ્વાળા અસત્ય પર સત્યની જીતની નિશાની છે. માટે જ હોળીના બીજા દિવસે ધુળેટી રમીને લોકો આનંદ વ્યક્ત કરે છે, પરંતુ ગુજરાતનું એક ગામ એવું છે જ્યાં હોળીના દિવસે નહીં, પરંતુ ધુળેટીના દિવસે હોલિકા દહન થાય છે.
ઇન્ટેલિજન્ટ આર્ટ વિરુદ્ધ ઇમોશનલ આર્ટકલા નામે સંવેદના, કૃત્રિમ દિમાગ સામે જંગ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીની મદદથી યુઝર્સનું કામ સરળ બન્યું છે, ઝડપી બન્યું છે અને વધારે ચોક્કસ બન્યું છે. વળી, તેમાં કળા વિશેની કોઈ ખાસ આવડત હોવી પણ જરૂરી નથી આજે ઘણા કલાકારો પોતાના હિત માટે લડી રહ્યા છે. કોઈ નવી ટેક્નોલોજીનો વિરોધ નથી, પરંતુ લાખો કલાકારોની કૃતિને ડેટા માત્ર બનાવી દેવા પર નિયમન ને નિયંત્રણ લાગુ કરવાની જરૂર છે
કચ્છની મહિલાઓની ઉદ્યોગોમાં સહભાગિતા વધી રહી છે
કચ્છની મહિલાઓનું ભરતકામનું કૌશલ્ય જગમશહૂર છે, પરંતુ પહેલાં માત્ર પોતાના કે નજીકના સગાના ઘર માટે ભરતકામ કરતી મહિલાઓ આજે સફળતાપૂર્વક હૅન્ડિક્રાફ્ટ બિઝનેસ સંભાળે છે. અનેક મહિલાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી દેશદેશાવર પોતાનો વ્યવસાય ફેલાવી શકી છે
રમૂજભરી નારીવાદી કટાક્ષ કથાઓ
નાત-જાત, વર્ગ, વર્ણ તથા લિંગ આ સઘળાં પરિબળોને કારણે પ્રવર્તતા વૈશ્વિક અસંતુલનને સંબોધવા માટે નારીવાદનો ઉપયોગ જરૂરી બની જાય છે
પ્રાચીન કાળમાં સ્ત્રી સશક્તિકરણ
ચિત્રલેખા પ્રથમ સ્ત્રી ચિત્રકાર હતી અને રેવતી પ્રથમ સ્ત્રી વૈજ્ઞાનિક હતી. રેવતના રાજા રૈવતની દીકરી. વિજ્ઞાનની જાણકાર. કોઈ પણ સમસ્યાનો ઉકેલ વૈજ્ઞાનિક ઢબે લાવવાનો પ્રયત્ન કરતી. આ રેવતી બલરામને પરણીને દ્વારકા આવી. રાણી બની, પણ એ જમીન સાથે જોડાયેલો જીવ હતી
કોંગ્રેસ ૨૦૨૪ની ચૂંટણીમાં મહાગઠબંધન માટે સજ્જ
૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષો કોંગ્રેસના નેતૃત્વ હેઠળ એકત્ર થાય એવી અપેક્ષા રાખવામાં આવી છે, પરંતુ આ અપેક્ષા સામેની કેટલીક વરવી વાસ્તવિકતાઓ કોંગ્રેસની નેતાગીરીએ સમજવી પડે તેમ છે